પહેલી વાર જો બાયડેને કર્યો શી જિનપિંગને કોલ, શું આ વાતચીત અમેરીકા તરફથી ચીનને ચેતવણી છે ?
અમેરીકા દ્વારા ચીન સાથે કરવામાં આવેલી આ વાતને એક ચેતવણીના રૂપમાં પણ જોવામાં આવી રહી છે. કારણે કે બાયડેને સત્તા સંભાળ્યા બાદ પહેલી વાર શી જિનપિંગ સાથે વાત કરી છે.
અમેરીકાના રાષ્ટ્રપ્રધાન જો બાઇડેને (Joe Biden) ચીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પોતાના સમકક્ષ શી જિનપિંગ (Xi Jinping) સાથે વાત કરી છે. વ્હાઇટ હાઉસે જણાવ્યુ છે કે, અમેરીકાના રાષ્ટ્રપતિએ ગુરુવારે 7 મહિનામાં પહેલી વાર પોતાના ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે વાત કરી છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાઇડને જિનપિંગને સંદેશો મોકલ્યો છે કે અમેરિકા ઇચ્છે છે કે “બંને દેશો સ્પર્ધાત્મક બને, પરંતુ ભવિષ્યમાં બંને દેશો વચ્ચે આવી કોઈ પરિસ્થિતિ ન હોવી જોઈએ જ્યાં સંઘર્ષની પરિસ્થિતિઓ સર્જાઈ શકે.”
બંને વચ્ચે વાતચીત કરવાનો તર્ક એ સુનિશ્ચિત કરવાનો હતો કે બંને મહાસત્તાઓ વચ્ચે પ્રતિસ્પર્ધા સંઘર્ષનું રૂપ ધારણ ન કરી લે. આ વાત એ સમયે કરવામાં આવી છે કે જ્યારે ચીન દ્વારા કરવામાં આવેલા સાઇબર સુરક્ષા ઉલ્લંઘન, કોરોના વાયયરસ મહામારી સામે નિપટવાની રીતથી અમેરીકા નારાજ છે. હાલમાં જ વ્હાઇટ હાઉસે ચીની વેપાર નિયમોને જબરદસ્તી અને અનુચિત જણાવ્યા હતા. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે નામ ન જાહેર કરવાની શરતે વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યુ કે આ વાતચીતનો ઉદ્દેશ્ય હતો કે બંને દેશો વચ્ચે સંબંધોની જવાબદારી નક્કી કરી શકાય.
અધિકારીએ જણાવ્યુ કે, આ વાતચીત વ્યાપક અને રણનીતિક મુદ્દાઓ પર કેન્દ્રિત હતી. જો કે આ વાતચીતમાં પહેલાથી અન્ય અટકેલા કેટલાક મુદ્દાઓ પર બાઇડન-જિનપિંગ વચ્ચે સમિટ પર કોઇ નિર્ણય નથી થયો. અધિકારીએ જણાવ્યુ કે અમારુ લક્ષ્ય છે તે ચીન અને અમેરીકા એક સ્થિત સ્થિતીમાં પહોંચે. વ્હાઇટ હાઉસને આશા છે તે મતભેદો વધતા હોવા છતાં બંને પક્ષ જળવાયુ પરિવર્તન અને કોરિયાઇ પ્રાયદ્વીપ પર પરમાણુ સંકટને રોકવા સહિતના અન્ય મુદ્દાઓ પર મળીને કામ કરી શકે છે.
અમેરીકા દ્વારા ચીન સાથે કરવામાં આવેલી આ વાતને એક ચેતવણીના રૂપમાં પણ જોવામાં આવી રહી છે. કારણે કે બાયડેને સત્તા સંભાળ્યા બાદ પહેલી વાર શી જિનપિંગ સાથે વાત કરી છે. બાયડેને તેમની સાથે બંને દેશો વચ્ચેના સંબંધોને જાળવી રાખવાની વાત કરી છે.
આ પણ વાંચો –
વિવાદ: કૃષ્ણા અભિષેકે આપ્યું આવું નિવેદન તો ભડકી ગોવિંદાની પત્ની, કહ્યું ‘જીવનમાં એનો ચહેરો જોવા નથી માંગતી’
આ પણ વાંચો –
Health Tips : શિયાળામાં જ નહીં પરંતુ બારેમાસ ખાવા જોઇએ તલ, સેવન કરવાથી મળશે આટલા ફાયદાઓ
આ પણ વાંચો –