AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાપાનના ટોક્યોમાં ઉદ્યોગ-રોકાણકારો સાથે CM ભૂપેન્દ્ર પટેલની બેઠક, ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીની થઈ પ્રશંસા

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જાપાન પ્રવાસે છે. આજે ચોથા દિવસે ટોક્યોમાં ઉદ્યોગ-રોકાણકારો સાથે CMએ રોડ-શો યોજ્યો હતો. આ દરમ્યાન 200થી વધુ બિઝનેસ પ્રોફેશનલ્સ જોડાયા હતા. સુઝુકી મોટર્સ-જેટ્રો-આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલના વરિષ્ઠ સંચાલકોએ ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીની પ્રશંસા કરી છે. 

જાપાનના ટોક્યોમાં ઉદ્યોગ-રોકાણકારો સાથે CM ભૂપેન્દ્ર પટેલની બેઠક, ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીની થઈ પ્રશંસા
Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 25, 2023 | 12:05 PM
Share

જાપાનના અનુભવ અને ક્ષમતા સાથે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને જાપાનની ટેકનોલોજી સાથે ગુજરાતના યુથ ટેલેન્ટના સમન્વયથી જાપાન-ભારત-ગુજરાત સંબંધોને નવી ઊંચાઈ મળશે તેવું આ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું.

તેમણે કહ્યું વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ G20 ની સફળ પ્રેસિડેન્સીથી ક્લાયમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યા સામે ગ્રીન સસ્ટેઇનેબલ ફ્યુચરનો રોડ મેપ આપ્યો છે. 2027 સુધીમાં કાર્બન મુક્ત નેટ ઝિરો ઇકોનોમી હાંસલ કરવાના લક્ષ્યમાં ગ્રીન ગ્રોથની પ્રાથમિકતાથી ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ છે.

રીન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સેમિકંન્ડક્ટર, ઈલેક્ટ્રીક મોબિલિટી અને ગ્લોબલ ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ જેવા નવા ઉભરતા ક્ષેત્રો સાથે ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ બનવા વાઇબ્રન્ટ સમિટથી ગુજરાત સજ્જ છે. વિકસિત ભારત-આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન સંકલ્પને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. જાપાનના ઉદ્યોગ-રોકાણકારોને વાઇબ્રન્‍ટ-2024 માં જોડાવા નિમંત્રણ આપ્યું.

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઈલેવલ ડેલીગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ચોથા દિવસે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો, બિઝનેસ પ્રોફેશનલ્સ સાથે રોડ-શો યોજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી 2024માં યોજાઇ રહેલી 10 મી એડિશનમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઈલેવલ ડેલીગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જાપાનના 200થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો-બિઝનેસ પ્રોફેશનલ્સ સમક્ષ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ભારતના વિકાસ રોલ મોડેલ રાજ્ય તરીકેની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ આ રોડ-શો માં કરી હતી.

તેમણે જણાવ્યું કે, જાપાન સમગ્ર વિશ્વમાં આધુનિક ટેકનોલોજી અને પ્રાચીનતમ સંસ્કૃતિ માટે મશહૂર છે. આ પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં ઉદ્યોગકારોનો સહયોગ મહત્વપૂર્ણ છે. ભારત અને જાપાન બેય દેશો માનવતા અને આધુનિકતાના સિદ્ધાંતમાં માને છે. એટલું જ નહીં, ગુજરાતે તો વિકાસના રોલ મોડલ અને પોલીસી ડ્રિવન સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, જાપાનના અનુભવ અને ક્ષમતા સાથે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને જાપાનની ટેકનોલોજી સાથે ગુજરાતના યુથ ટેલેન્ટના સમન્વયથી જાપાન-ભારત-ગુજરાત સંબંધોને વડાપ્રધાનના માર્ગદર્શનમાં નવી ઊંચાઈ મળશે.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે G20 ની સફળ પ્રેસિડેન્સીથી ક્લાયમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા સામે ગ્રીનર સસ્ટેઇનેબલ ફ્યુચરનો રોડ મેપ આપ્યો છે.2027 સુધીમાં કાર્બન મુક્ત નેટ ઝિરો ઇકોનોમી હાંસલ કરવાના વડાપ્રધાનના લક્ષ્યમાં ગુજરાતને ગ્રીન ગ્રોથની પ્રાથમિકતાથી અગ્રેસર રાખવાની નેમ પણ મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં લેવાયેલા ઇનિશ્યેટીવ્ઝને કારણે ભારત આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહ્યું છે અને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. તેમણે કહ્યું કે, ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે આગામી વાઇબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાત આ નવા ઉભરતા ક્ષેત્રમાં લીડ લેવા સજ્જ છે.

આ પણ વાંચો : તમારા કારણે નહી, પીએમ મોદીને કારણે તમે જીત્યા છો- સી આર પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહ્યું

ગુજરાતની પોલીસી ડ્રીવન સ્ટેટ, પ્રો-એક્ટીવ અપ્રોચ, પ્રોત્સાહક અભિગમ વાળા રાજ્ય તરીકેની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતા જાપાનીઝ ઉદ્યોગ રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકસિત ભારત@2047 ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને જાપાનના ઉદ્યોગ રોકાણકારોની સહભાગીતા પણ તેમાં જોડાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">