સરકારે યુવાનોને કરી અપીલ ‘ખુબ વધારે પ્રમાણમાં પીવો દારૂ’

દારુ એ માણસના સ્વાસ્થ્ય માટે ખુબ ખરાબ હોય છે પણ ભારતના એક મિત્ર દેશની સરકારે પોતાના યુવાનોમાં વધારે દારુ (Drink) પીવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

સરકારે યુવાનોને કરી અપીલ 'ખુબ વધારે પ્રમાણમાં પીવો દારૂ'
Japan NewsImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 11:00 PM

ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. અહીં દારુ પીવા કે વેચવા પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેના પાછળનું કારણ દારુને કારણે સ્વાસ્થ્યને થતા નુકશાન અને બરબાદ થતા પરિવારો છે. દારુને કારણે ગુજરાતનો યુવાન ગેરમાર્ગે ન જાય અને ગુજરાતના પરિવારો ખુશખુશાલ રહે તે માટે દારુ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ભારતના બિહાર જેવા રાજ્યોમાં પણ આ કારણથી દારુ (Drink) પર પ્રતિબંધ છે પણ એવા ઘણા દેશો છે જે પોતાના નાગરિકોને દારુ પીવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વાત તમને આશ્ચર્યમાં મુકે તેવી છે પણ આ વાત તદ્દન સાચી છે. ભારતના મિત્ર દેશ જાપાનની સરકારે (Japan Government) પોતાના દેશની જનતાને કહ્યું છે કે ‘ખુબ વધારે પ્રમાણમાં દારૂ પીવો’.

જાપાન સરકારે આ અપીલ જાપાનના યુવાને કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે જાપાનની આજની પેઢી તેમાના માતા-પિતાની પેઢીની તુલનામાં ઓછુ દારુ પીવે છે. જાપાન સરકારની અપીલ પાછળનું કારણ તેમની અર્થવ્યવસ્થા છે. યુવાનો જે રીતે ઓછો દારુ પીવે છે તેને કારણે જાપાની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. દારુ જેવા કેફી દ્રવ્ય પર મળતા ટેક્સમાં ઘટાડો થયો છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

દારુ માટે જાપાનમાં શરુ થઈ કોમ્પિટિશન

આ માટે જાપાની નેશનસ ટેક્સ એજન્સી (NTA)એ એક પગલુ લીધુ છે. તે જાપાનમાં એક રાષ્ટ્રીય કોમ્પિટિશન શરુ કરી રહ્યા છે. આ કોમ્પિટિશનનું નામ છે સાકે વાઈવા (Sake Viva). આ કોમ્પિટિશન 20થી 29 વર્ષના યુવાનો માટે શરુ કરવામાં આવી છે. તેનાથી અર્થવ્યવસ્થાને ફાયદો થવાની સંભાવના સેવાઈ રહી છે. આ કોમ્પિટિશન 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં દારુની નવી આઈટમ અને ડિઝાઈન બનાવવાની અપીલ કરવામાં આવી છે. જાપાનમી ટેક્સ એજેન્સીએ આ માટે એક કંપનીને કામગીરી સોંપી છે. જાપાની નેશનસ ટેક્સ એજન્સી ઈચ્છે છે કે દેશના યુવાનો એવા બિઝનેસ આઈડિયા લઈને આવે જેથી જાપાનમાં દારુના ઉત્પાદનની ખરીધી વધે અને અર્થવ્યવસ્થાને ફાયદો થાય.

જાપાનમાં દારુથી મળતા ટેક્સમાં ઘટાડો

નવેમ્બરના અંત સુધીમાં છેલ્લો પ્રસ્તાવ જાહેર કરતા પહેલા વિશેષજ્ઞોની મદદથી સારા બિઝનેસ આઈડિયા પ્લાન પર વિચાર કરવામાં આવશે. ટેક્સ એજન્સીના હાલના આંકડા કહે છે કે લોકો 1995ની તુલનામાં 2020માં ઓછો દારુ પીવામાં આવી રહ્યુ છે. 1995માં 100 લીટરથી ઘટીને 2020માં આંકડો 75 લીટર પર પહોંચ્યો છે. 1980માં જાપાનમાં મળતા ટેક્સમાં 5 ટકા ભાગ દારુનો હતો, જે 2020માં 1.7 ટકા થઈ ગયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">