Corona in Japan : જાપાનમાં કોરોનાનો કહેર યથાવત, ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં 100 ટકા રસીકરણનું લક્ષ્ય

|

Aug 29, 2021 | 4:53 PM

Coronavirus in Japan : કોરોના વાયરસને કારણે જાપાનમાં સ્થિતિ ઘણી ખરાબ છે. હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. હવે સરકારે વહેલી તકે રસીકરણનું લક્ષ્ય પૂર્ણ કરવાની જાહેરાત કરી છે.

Corona in Japan : જાપાનમાં કોરોનાનો કહેર યથાવત, ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં 100 ટકા રસીકરણનું લક્ષ્ય
File Photo

Follow us on

Japan Coronavirus Vaccination : વિશ્વભરમાં કોરોનાએ (Corona) ભરડો લીધો છે. આ વચ્ચે જાપાનમાં (Japan) પણ કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. જાપાને ઓક્ટોબર અથવા નવેમ્બરમાં તેની વસ્તીની સંપૂર્ણ રસીકરણને લક્ષ્ય બનાવ્યું છે અને રસીકરણ કાર્યક્રમના પ્રભારી મંત્રી તારો કોનોએ રવિવારે કોરોના વાયરસ માટે સમયસર બૂસ્ટર ડોઝ આપવાનું વચન આપ્યું હતું.

રસીકરણ કાર્યક્રમના પ્રભારી મંત્રી તારો કોનોએ જણાવ્યું હતું  કે, તબીબી કામદારો અને વૃદ્ધો માટે જુલાઈ સુધીમાં બીજી ડોઝ લેનાર ફાઈઝર અને મોર્ડનાની બૂસ્ટર રસીઓ આવતા વર્ષની શરૂઆતમાં આવી જશે.

કોનોએ રાષ્ટ્રીય સ્તરે પ્રસારિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તેમણે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં રસીકરણના પુરાવા માટે ડિજિટલ સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવશે. જાપાન રસીકરણની બાબતમાં વિકસિત દેશોથી પાછળ છે. જ્યાં હવે તેની 43 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. આ જ કારણ છે કે કોરોના વાયરસના કેસો બિલકુલ ઘટતા નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને કોરોના વાયરસથી સંક્રમિત 1,18,000 થી વધુ લોકો હોસ્પિટલોમાં દાખલ થવા માટે ઘરોમાં રાહ જોઈ રહ્યા છે. જાપાનમાં કોરોનાને કારણે 15,800 લોકોના મોત થયા છે. પરિસ્થિતિ નિયંત્રિત ન થવાનું કારણ પણ લોકોને રસી ન મળવી છે.

સરકાર પણ આ સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહી છે. એક દિવસ પહેલા ટોક્યો સિટી હોલે શિબુયા જિલ્લામાં યુવાનોને લક્ષ્ય રસીકરણ અભિયાનની વચ્ચે સર્જાયેલી “મૂંઝવણ” માટે માફી માંગી હતી.

વેક્સીન અપોઇમેન્ટ માટે વાઉચર આપવામાં આવ્યા છે

જાપાનીઝ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોગ્ય અધિકારીઓએ શનિવારે આ અભિયાનને પહેલા આવો પહેલા સેવા આપો તેના બદલે રિઝર્વેશન સિસ્ટમમાં બદલી દીધું. વેક્સીન અપોઇન્ટમેન્ટ વાઉચર મેળવવા માટે 2,200 થી વધુ લોકો કેન્દ્રમાં ઉમટી પડ્યા હતા, કેટલાક સવારથી લાઇનમાં રાહ જોતા હતા.

પરંતુ રસી આપવા માટે લોટરી દ્વારા માત્ર 354 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા. જાપાનમાં 16 થી 39 વર્ષની વયના લોકો માટે રસીકરણ ડ્રાઇવ શુક્રવારથી શરૂ થઈ છે. અહીં વૃદ્ધ લોકોને રસીકરણ માટે પહેલા પ્રાથમિકતા આપવામાં આવી હતી અને પછી ધીમે ધીમે આ અભિયાન વય જૂથ અનુસાર વિસ્તરવાનું શરૂ થયું.

 

આ પણ વાંચો : Flight Suspended : જો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે છે ખરાબ સમાચાર, આ તારીખ સુધી ફ્લાઇટ પર છે પ્રતિબંધ

આ પણ વાંચો : Bank holidays in September 2021: જાણો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

Next Article