Breaking News : ઈરાન સાથે સમજૂતી થાય કે ના થાય કોઈ ફરક નથી પડતો, ચીનને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું, "અમે ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ; જીત અમારી જ થશે. અમે તેમને લશ્કરી રીતે હરાવ્યા છે. અમે હોર્મુઝ સ્ટ્રેટમાં પણ સંપૂર્ણપણે સક્રિય છીએ." તેમણે ઉમેર્યું કે શાંતિ મંત્રણા દરમિયાન ઈરાન સાથે કોઈ સોદો કે સમજૂતી થાય કે ના થાય તેનાથી કોઈ ફરક પડતો નથી.

Breaking News : ઈરાન સાથે સમજૂતી થાય કે ના થાય કોઈ ફરક નથી પડતો, ચીનને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી
| Edited By: | Updated on: Apr 12, 2026 | 8:53 AM

અમેરિકન અને ઈરાન વચ્ચે 40 દિવસ ચાલેલા યુદ્ધ દરમિયાન એકાએક યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. અને જાહેરાત કર્યાના ગણતરીના દિવસોમાં જ, બંને દેશોના પ્રતિનિધિમંડળોએ પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે સામ-સામે વાટાઘાટો કરી. દરમિયાન, પત્રકારો સાથે વાત કરતા, ટ્રમ્પે એવુ કહ્યું હતું કે, “અમે હોર્મુઝ સ્ટ્રેટને સાફ કરી રહ્યા છીએ.” તેમણે પુનરોચ્ચાર કર્યો કે ઈરાન સાથે કોઈ સમજૂતી થાય કે ના થાય, તેનાથી કોઈ ફરક પડતો નથી. ચીન ઈરાનને શસ્ત્રો પૂરા પાડી રહ્યું છે તેવા અહેવાલો અંગેના પ્રશ્નના જવાબ આપતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ધમકી આપી હતી કે, જો ચીન આવી કાર્યવાહી કરી રહ્યું છે, તો તેણે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

ખાસ કરીને ઇસ્લામાબાદમાં ચાલી રહેલી યુએસ-ઈરાન શાંતિ વાટાઘાટો અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ” બન્ને દેશનું પ્રતિનિધિ મંડળ ઘણા કલાકોથી મળી રહ્યા છે. આ બેઠકનું પરિણામ ગમે તે આવે, જીત અમારી છે. ઈરાન કોઈ કરાર માટે સંમત થાય કે ના પણ થાય. તેનાથી કોઈ ફરક પડતો નથી. અમેરિકન દ્રષ્ટિકોણથી, જીત અમારી છે.”

જો કે, ડોનાલ્ડ ટ્રમ્પની આ વાતચીતના કલાકોમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે, ઈરાન અને યુએસએ વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ચાલી રહેલ શાંતિ મંત્રણા પડી ભાંગી છે. અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે, ઈસ્લામાબાદ ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, વાતચીત સારી રીતે ચાલી રહી હતી. કેટલીક શરતોના કારણે આ વાતચીત તેના આખરી પરિણામમાં પહોંચી નથી.

‘અમે ઈરાનને પહેલાથી જ હરાવી ચૂક્યા છીએ’

જ્યારે ઈરાની જપ્ત કરાયેલ સંપત્તિની સંભવિત મુક્તિ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે જવાબ આપ્યો, “થોડી રાહ જોઈએ અને જોઈએ કે મંત્રણામાં શું થાય છે. અમે ઈરાન સાથે વાટાઘાટોમાં રોકાયેલા છીએ, અને અંતિમ વિજય અમારો થશે. અમે તેમને લશ્કરી રીતે પહેલાથી જ હરાવી દીધા છે. અમે હોર્મુઝ સ્ટ્રેટમાં સંપૂર્ણ સક્રિય હાજરી જાળવી રાખીએ છીએ. કોઈ કરાર થાય કે ના થાય તેનાથી કોઈ ફરક પડતો નથી – અને તેનું કારણ સરળ છે: અમે પહેલાથી જ જીતી ગયા છીએ. અમને નાટો તરફથી કોઈ સહાય મળી નથી.”

Breaking News: ઈરાન અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં થયેલ શાંતી મંત્રણા પડી ભાંગી, યુદ્ધ વિરામની શરતોનો કોઈ અમલ નહીં

Follow Us