
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ સચિવ જોન કેરીએ, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના સમયે એવો ચોકાવનારો ખુલાસો કર્યો છે કે, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, ટ્રમ્પની અગાઉના અમેરિકન રાષ્ટ્રપતિને ઈરાન સામે અણુબોંબના નામે યુદ્ધનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ બધા પ્રમુખોએ બેન્જામિન નેતન્યાહૂના યુદ્ધ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
ધ લેટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટ નામના કાર્યક્રમમાં બોલતા, યુએસએના ભૂતપૂર્વ વિદેશ સચિવ જોન કેરીએ કહ્યું, ” બરાક ઓબામાએ ના કહ્યું. જ્યોર્જ બુશે પણ ના પાડી હતી. રાષ્ટ્રપતિ જો બાઈડને પણ યુદ્ધ માટે ના કહ્યું હતું. આ હુ એટલા માટે કહુ છે કે, હું તે વાતચીતનો ભાગ હતો.”
ભૂતપૂર્વ અમેરિકન અધિકાર જોન કેરીએ કહ્યું કે અગાઉના અમેરિકન રાષ્ટ્રપતિઓ ઈરાન સામે યુદ્ધ કરવા માટે સંમત થયા ના હતા, કારણ કે તેઓએ શાંતિપૂર્ણ ઉકેલ માટે તમામ માર્ગો હજુ સુધી સંપૂર્ણપણે અપનાવ્યા નહતા. તેમણે દલીલ કરી હતી કે, વિયેતનામ અને ઇરાક બંને યુદ્ધો, અમેરિકાને એક સર્વસામાન્ય બોધપાઠ મળ્યો છે. આ બોધપાઠ એવો છે કે, ખાસ કરીને વિયેતનામ યુદ્ધના અનુભવ બાદ એમ કહી શકાય કે, અમેરિકન જનતાને દગો ના આપવો જોઈએ.
તેમણે વધુમાં વિયેતનામ યુદ્ધના એક અનુભવી સૈનિક તરીકે કહ્યું, “જ્યાં આવા નિર્ણયો ખૂબ જ મહત્વપૂર્ણ હતા, અમને તે યુદ્ધ ખરેખર શું હતું તે વિશે જૂઠું બોલવામાં આવ્યું હતું. તે યુદ્ધ તેમજ ઇરાક યુદ્ધમાંથી મળેલો બોધપાઠ એ છે કે: અમેરિકન લોકો સાથે જૂઠું બોલવું નહીં, અને પછી તેમને તેમના પુત્રો અને પુત્રીઓને લડવા માટે મોકલવાનું કહેવું નહીં.”
કેરીની આ ક્લિપ શેર કરતા, ઈરાનના ‘પ્રેસ ટીવી’ એ લખ્યું: “ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ જોન કેરીએ જણાવ્યું છે કે ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ, અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામા, બુશ અને બાઈડનને ઈરાન પર યુદ્ધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તે બધાએ આ વિચારને નકારી કાઢ્યો હતો. તેમણે આગાહી કરી હતી કે, આવા પગલાથી શાસન પરિવર્તન થશે અને લોકપ્રિય બળવો થશે. જોકે, જેમ આપણે જોયું છે, વાસ્તવમાં આવું કંઈ થયું નહીં.”
*ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ* ના અહેવાલમાં વિગતો આપવામાં આવી છે કે, નેતન્યાહૂએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર હુમલો કરવા માટે ઇઝરાયલ સાથે જોડાવા માટે કેવી રીતે સમજાવ્યા.
અહેવાલમાં જણાવાયું છે: “11 ફેબ્રુઆરીના રોજ, સિચ્યુએશન રૂમમાં, નેતન્યાહૂએ અસરકારક રીતે પોતાની વાત રજૂ કરી. તેમણે સૂચવ્યું કે ઈરાનમાં શાસન પરિવર્તનનો યોગ્ય સમય આવી ગયો છે, અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંયુક્ત યુએસ-ઇઝરાયલી કાર્યવાહી આખરે ‘ઇસ્લામિક રિપબ્લિક’નો અંત લાવી શકે છે.”
અહેવાલ મુજબ, ટ્રમ્પે જવાબ આપ્યો કે, “આ મને યોગ્ય લાગે છે,” અને ત્યારબાદ યુએસ-ઇઝરાયલની સંયુક્ત કાર્યવાહી માટે લીલી ઝંડી આપી. જેના ભાગ રૂપે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન પર હવાઈ હુમલો કર્યો.
Published On - 3:01 pm, Thu, 23 April 26