ઇઝરાયલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટે વિદેશ મંત્રી જયશંકરની સામે ભારતને લઈએ કહી દીધું કંઈક આવું

ઇઝરાયેલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે ઇઝરાયલ ભારતને પ્રેમ કરે છે. એસ. જયશંકરે વડાપ્રધાન મોદી તરફથી નફ્ટાલી બેનેટને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

ઇઝરાયલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટે વિદેશ મંત્રી જયશંકરની સામે ભારતને લઈએ કહી દીધું કંઈક આવું
File photo

ઇઝરાયેલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટે (Naftali Bennett) બુધવારે વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) સાથેની મુલાકાત દરમિયાન ભારતને શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યું હતું. ઈઝરાયેલના વડાપ્રધાને કહ્યું કે તેમનો દેશ ભારતને ખૂબ પ્રેમ કરે છે અને તેને એક સારા મિત્ર તરીકે જુએ છે. વિદેશ મંત્રી એસ. જયશંકર ઇઝરાયલની પાંચ દિવસની મુલાકાતે છે. એસ. જયશંકરે બુધવારે ઇઝરાયેલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટને પીએમ મોદી તરફથી ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

ઇઝરાયેલના વડા પ્રધાને જણાવ્યું હતું કે, “હું તમામ ઇઝરાયલીઓ વતી કહેવા માંગુ છું કે અમે ભારતને પ્રેમ કરીએ છીએ. અમે ભારતને એક સારા મિત્ર તરીકે જોઈએ છીએ અને તમામ ક્ષેત્રોમાં અમારા સંબંધો વધારવા માંગીએ છીએ.”

બેનેટ અને જયશંકરની મુલાકાતમાં ઇઝરાયલ-ભારતની મિત્રતા, દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં ઇઝરાયેલ દૂતાવાસે જાહેર કરેલા નિવેદન અનુસાર, એસ. જયશંકરે વડાપ્રધાન મોદી વતી નફ્ટાલી બેનેટને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. જયશંકરે બેનેટ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, ઈઝરાયેલ સાથેના સંબંધો અંગે પણ ભારતની ખૂબ જ મજબૂત લાગણીઓ છે.

બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે છે કારણ કે અત્યાર સુધી આપણા માટે બધું જ સારું રહ્યું છે. હવે આપણી સામે પડકાર એ હશે કે આપણા સંબંધોને નવી ઊંચાઈ પર કેવી રીતે લઈ જવા.

સોમવારે જયશંકરે ઈઝરાયેલના વિદેશ મંત્રી યાયર લેપિડ સાથે મુલાકાત કરી હતી. બંને દેશો નવેમ્બરથી મુક્ત વેપાર કરાર પર વાતચીત શરૂ કરવા સંમત થયા છે. આ બેઠક બાદ વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે બંને દેશો 2022 ના મધ્ય સુધીમાં કરારને અંતિમ રૂપ આપશે. બંને દેશોએ એકબીજાના રસી પ્રમાણપત્ર અંગે પરસ્પર સંમતિ પણ આપી છે. બેનેટની જેમ લેપિડે પણ ભારતની પ્રશંસા કરી અને જયશંકરનો ઇઝરાયલની મુલાકાત માટે આભાર માન્યો હતો.

ભારતે વર્ષ 1992 માં ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ઈઝરાયલ-ભારત સંબંધો વધુ મજબૂત થયા છે. પીએમ મોદીએ જુલાઈ 2017 માં ઈઝરાયલની મુલાકાત લીધી હતી. તેઓ ઇઝરાયેલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા. વર્ષ 2018 માં પીએમ મોદીએ પેલેસ્ટાઈનની પણ મુલાકાત લીધી હતી. ભારતે આ મુલાકાતો દ્વારા ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને સાથે તેના સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : OMG ! બાળકના હાથમાં આવી ગયો ફોન, પોલીસને કોલ લગાવીને કહ્યુ મારા રમકડાં જોવા આવો, પછી થયું આ

આ પણ વાંચો : Surat: દિવાળીમાં ફરવા જવા માંગતા સુરતીઓ ખાસ વાંચો, મનપાએ વેક્સિનને લઈને કરી મોટી જાહેરાત

Click on your DTH Provider to Add TV9 Gujarati