AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG ! બાળકના હાથમાં આવી ગયો ફોન, પોલીસને કોલ લગાવીને કહ્યુ મારા રમકડાં જોવા આવો, પછી થયું આ

આ કોલ દરમિયાન બાળકે પોલીસને પૂછ્યું કે શું આ પોલીસ લેડીનો નંબર છે? ઓપરેટરે બાળકને પૂછ્યું, મને કહો કે અમે તમારા માટે શું કરી શકીએ? પછી શું હતું, બાળકે તેને ઘરે તેના રમકડાં જોવા માટે બોલાવ્યા.

OMG ! બાળકના હાથમાં આવી ગયો ફોન, પોલીસને કોલ લગાવીને કહ્યુ મારા રમકડાં જોવા આવો, પછી થયું આ
One child called the police from his father's phone
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 8:54 AM
Share

નાના બાળકોની મજાક કોને ન ગમે ? નાના બાળકો ઘણી વાર માસૂમિયત અને અજાણતામાં એવી મસ્તી કરી બેસે છે કે તે મોટાઓને ભારે પડી જાય અથવા તો ઘણી વાર રમત રમતમાં એવું કામ કરી દે છે કે લોકોના ચહેરા પર સ્મિત આવી જાય. હાલમાં એક આવા જ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક બાળકની મજાક તમારા ચહેરા પર સ્માઇલ લાવી દેશે. તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડમાં રહેતા એક બાળકે આવું જ મજાક કર્યુ છે, ખરેખર આ બાળકે પોલીસને ફોન કર્યો અને પોલીસને તેના ઘરે બોલાવી, બાળકે પોલીસને ફોન કરીને કહ્યું કે તે તેના રમકડાં બતાવવા માગે છે.

આ દરમિયાન, જ્યારે બાળકે તેના પિતાનો ફોન લીધો અને પોલીસને ફોન કર્યો ત્યારે બાળકના પિતા અન્ય કામમાં વ્યસ્ત હતા. આ સમાચારની માહિતી ન્યુઝીલેન્ડની સાઉથ આઇલેન્ડ પોલીસે જ આપી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને, તેમણે લખ્યું – કે તે એક સુંદર કોલ હતો, અમે તેને શેર કર્યા વગર રહી ન શક્યા.

વાસ્તવમાં, 4 વર્ષના બાળકએ તેના પિતાના મોબાઇલ પરથી ઇમરજન્સી નંબર 111 ડાયલ કર્યો અને તેના પિતાથી છુપાઇને પોલીસ સાથે વાત કરવાનું શરૂ કર્યું. બાળકે તેમને ઘરે બોલાવ્યા જેથી તે બાળક તેના સારા રમકડાં પોલીસને બતાવી શકે.

અમને ખાતરી છે કે આ સમાચાર વાંચ્યા પછી તમે હસતા હશો. આ કોલ દરમિયાન બાળકે પોલીસને પૂછ્યું કે શું આ પોલીસ લેડીનો નંબર છે? ઓપરેટરે બાળકને પૂછ્યું, મને કહો કે અમે તમારા માટે શું કરી શકીએ? પછી શું હતું, બાળકે તેને ઘરે તેના રમકડાં જોવા માટે બોલાવ્યા.

જ્યારે બાળકએ પોલીસ સાથે વાતચીત કરી ત્યારે પોલીસે નક્કી કર્યું કે તેઓ ચોક્કસપણે તે બાળકના રમકડાં જોવા જશે. કુર્ટ નામનો પોલીસ અધિકારી બાળકના ઘરે પહોંચ્યો અને તેના રમકડાનો સંગ્રહ પણ જોયો. હવે પોલીસની આ કાર્યવાહીની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. પોલીસનો આ સુંદર હાવભાવ દરેકને ખૂબ જ આકર્ષક છે.

આ પણ વાંચો –

T20 World Cup: મેક્સવેલની ભારે પડી વિરાટ કોહલની દોસ્તી, વોર્મ-અપ મેચમાં ચાહર પાસે ઉખાડ્યુ સ્ટંપ, જુઓ

આ પણ વાંચો –

હવે ફેસબુક નહી રહે ! ફેસબુકની આ જાહેરાત પર સોશિયલ મીડિયા યૂઝર્સે આપ્યા આ ફની રિએક્શન

આ પણ વાંચો –

Mumbai Police Band : મુંબઇ પોલીસના જવાનોએ મેરે સપનો કી રાની સોન્ગ કર્યુ રિક્રિએટ, વીડિયો થયો વાયરલ

Follow Us
ઓફિસમાં જવાબદારીથી લઈને બિઝનેસની નવી ડીલ સુધી, જુઓ આજનું રાશિફળ
ઓફિસમાં જવાબદારીથી લઈને બિઝનેસની નવી ડીલ સુધી, જુઓ આજનું રાશિફળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
g clip-path="url(#clip0_868_265)">