AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Attack on Gaza Strip : ઇઝરાયલ સેનાએ ગાજા પટ્ટીમાં કરી એરસ્ટ્રાઇક, ફાઇટર પ્લેનથી બોમ્બ ફેંકી રોકેટ હુમલાનો આપ્યો જડબાતોબ જવાબ

મે મહિનામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ 11 દિવસ સુધી ચાલ્યું હતું, ત્યારબાદ યુદ્ધવિરામ બાદ બંને પક્ષોએ સરહદ પર શાંતિ બનાવી છે. પરંતુ હવે ઈઝરાયેલે હુમલો કરીને જવાબ આપ્યો છે.

Israel Attack on Gaza Strip : ઇઝરાયલ સેનાએ ગાજા પટ્ટીમાં કરી એરસ્ટ્રાઇક, ફાઇટર પ્લેનથી બોમ્બ ફેંકી રોકેટ હુમલાનો આપ્યો જડબાતોબ જવાબ
Israel strikes Gaza Strip ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 9:06 AM
Share

ઇઝરાયલની સેનાએ (Israel’s Military) રવિવારે સવારે કહ્યું કે તેણે ગાઝા પટ્ટીમાં (Gaza Strip) આતંકવાદીના ઠેકાણા પર હુમલો કર્યો છે. એક દિવસ પહેલા જ હમાસના (Hamas) નિયંત્રણવાળા ગાઝામાંથી ઈઝરાયેલ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસથી રેકોર્ડ કરાયેલા વીડિયોમાં ત્રણ જોરદાર વિસ્ફોટ જોઈ શકાય છે. આ સાથે જ હવામાં ફાઈટર પ્લેનની ગર્જના પણ સંભળાઈ રહી છે. જો કે, હજુ સુધી આ હુમલામાં માં કોઈ જાનહાનિ થઈ નથી.

આ વર્ષે મે મહિનામાં પણ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થયું હતું. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, હુમલામાં હમાસની રોકેટ ઉત્પાદન સુવિધા અને લશ્કરી ચોકીને નિશાન બનાવવામાં આવી હતી. તેણે ગાઝા પટ્ટીમાં હિંસા માટે આતંકવાદી ઈસ્લામિક જૂથને પણ જવાબદાર ગણાવ્યું હતું. શનિવારે ગાઝામાંથી છોડવામાં આવેલા બે રોકેટના જવાબમાં આ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

રોકેટ મધ્ય ઇઝરાયેલથી દૂર ભૂમધ્ય સમુદ્રમાં પડ્યા હતા. પરંતુ એ સ્પષ્ટ નથી થયું કે આ રોકેટ હુમલા ઈઝરાયેલને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યા હતા કે કેમ. પરંતુ ગાઝા સ્થિત આતંકવાદી સંગઠન અવારનવાર સમુદ્ર તરફ મિસાઈલનું પરીક્ષણ કરતું આવ્યું છે. શનિવારના હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ મુદ્દાને લઈને હમાસ અને ઈઝરાયેલ વચ્ચે પણ તણાવ

સપ્ટેમ્બરમાં આવી એક ઘટના બાદ સીમા પારથી રોકેટ હુમલા જોવા મળ્યા નથી. મે મહિનામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ 11 દિવસ સુધી ચાલ્યું હતું, ત્યારબાદ યુદ્ધવિરામ બાદ બંને પક્ષોએ સરહદ પર શાંતિ બનાવી છે. જો કે, ઇજિપ્ત અને અન્ય મધ્યસ્થી દ્વારા આ યુદ્ધવિરામ ખૂબ જ નાજુક છે. ઉગ્રવાદી હમાસ જૂથનું કહેવું છે કે ઇઝરાયલે ઇજિપ્તની મદદથી ગાઝા પરની નાકાબંધી હળવી કરવા ગંભીર પગલાં લીધાં નથી. આ બાબતે ઘણી વખત તણાવ રહે છે. હમાસે 2007માં ગાઝા પટ્ટી પર કબજો કર્યો હતો.

બુધવારે પણ અથડામણ થઈ હતી

આ સમયે હમાસ-ઇઝરાયેલ વચ્ચે તણાવ એટલા માટે પણ છે કારણ કે નાના પરંતુ વધુ કટ્ટરપંથી ઇસ્લામિક જેહાદ જેવા જૂથોએ લશ્કરી હુમલાની ચેતવણી આપી છે. તેઓ કહે છે કે જો ઇઝરાયેલ પેલેસ્ટિનિયન કેદીની વહીવટી અટકાયતને સમાપ્ત નહીં કરે તો હુમલા થશે. આ કેદી 130 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે. બુધવારે, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ગાઝામાં સુરક્ષા વાડ નજીક ઇઝરાયેલી નાગરિકને ગોળી મારી હતી. આ પછી ઈઝરાયેલે ટેન્ક દ્વારા હમાસના અનેક ટાર્ગેટને નિશાન બનાવીને જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો : દિવંગત સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ ફેસબુક પરથી પાઠવી નવા વર્ષની શુભેચ્છા, એક્ટરને યાદ કરીને ઈમોશનલ થયા ફેન્સ

આ પણ વાંચો : કામની વાત : ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ શું છે ? જાણો સમગ્ર વિગત

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
g clip-path="url(#clip0_868_265)">