
વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધોને રોકવાના પોતાના વાદા પર આગળ વધતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વના દેશો વચ્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે. ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે ચાલી રહેલી ભીષણ જંગ પર હવે 10 દિવસ માટે બ્રેક લાગી ગઈ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ઐતિહાસિક સમજૂતીની જાહેરાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમની લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે લાંબી અને સકારાત્મક વાતચીત થઈ છે. બંને નેતાઓ ઔપચારિક રીતે 10 દિવસના સીઝફાયર માટે તૈયાર થયા છે. વોશિંગ્ટનમાં 34 વર્ષ બાદ પ્રથમ વખત બંને દેશોના પ્રતિનિધિમંડળોએ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની હાજરીમાં મુલાકાત કરી હતી.
“A phone call took place this afternoon between U.S. President Donald Trump and Lebanese President Joseph Aoun. During the call, President Aoun renewed his thanks for the efforts Trump is exerting to reach a ceasefire in Lebanon and secure lasting peace and stability, paving the… pic.twitter.com/NzN3lHybeZ
— Press Trust of India (@PTI_News) April 16, 2026
પોતાની આક્રમક શૈલી માટે જાણીતા ટ્રમ્પે કહ્યું કે, “વિશ્વભરમાં અત્યાર સુધીમાં 9 યુદ્ધો ઉકેલવા તે મારા માટે સન્માનની વાત રહી છે અને આ મારું 10મું યુદ્ધ હશે, તો ચાલો તેને પૂરું કરીએ!” તેમણે પોતાના વિદેશ મંત્રી અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓને કાયમી શાંતિ સ્થાપવા માટે સતત કામ કરવાના નિર્દેશ આપ્યા છે.
નોંધનીય છે કે આ જાહેરાત થવાના થોડા સમય પહેલા જ ઇઝરાયેલી સેનાએ લેબનોનના તાયરમાં આવેલા કાસમીયેહ પુલને નિશાન બનાવીને તબાહ કરી દીધો હતો. આ હુમલાનો હેતુ લેબનોનના દક્ષિણી વિસ્તારને ઉત્તરી વિસ્તારથી અલગ કરવાનો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. બીજી તરફ, હિઝબુલ્લાહે આ શાંતિ વાટાઘાટોને લેબનોન સરકારની મોટી ભૂલ ગણાવીને વિરોધ નોંધાવ્યો છે.
US President Donald Trump posts on his Truth Social; “I just had excellent conversations with the Highly Respected President Joseph Aoun, of Lebanon, and Prime Minister Bibi Netanyahu, of Israel. These two Leaders have agreed that in order to achieve PEACE between their… pic.twitter.com/BHDDrkadr0
— ANI (@ANI) April 16, 2026
ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેનો આ સીઝફાયર હાલ પૂરતો રાહત આપનારો છે, પરંતુ હિઝબુલ્લાહનો વિરોધ અને સીમા પરનો તણાવ જોતા આગામી 10 દિવસ અત્યંત મહત્વના સાબિત થશે. શું ટ્રમ્પની મધ્યસ્થીથી 10માં યુદ્ધનો અંત આવશે? તે જોવું રસપ્રદ રહેશે.
Published On - 9:56 pm, Thu, 16 April 26