AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના ડરથી અને માસ્કથી મુકત થયું ઇઝરાઇલ, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે ઇઝરાઈલમાં માસ્કની મુક્તિ આપી દેવામાં આવી છે. આ દેશમાં એક દિવસમાં માત્ર 113 કે નોંધાયા છે. જાણો કઈ રીતે.

કોરોનાના ડરથી અને માસ્કથી મુકત થયું ઇઝરાઇલ, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર
Israel (File Image)
| Updated on: Apr 20, 2021 | 10:22 AM
Share

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ ગયા, લાખો લોકો ચેપથી લડ્યા અને તમામ દેશોને આર્થિક દુર્દશાના દિવસો જોવા પડ્યા. આ બધા સિવાય, લોકોને ઘરની બહાર નીકળતા પહેલા તેમના ચહેરા પર માસ્ક પહેરવાની ફરજ પડી. દરમિયાન, ઇઝરાઇલની તસવીરોએ આશા બતાવી છે કે ફરી એકવાર લોકો તેમના ચહેરા પર માસ્ક નહીં, પરંતુ સ્મિત સાથે ઘરની બહાર આવશે. હકીકતમાં જાહેર જનતાના 81 ટકા રસીકરણ પછી ઇઝરાઇલે માસ્ક પહેરવાની આવશ્યકતાને દૂર કરી દીધી છે. આ બાદ મોટાભાગના લોકોએ ચહેરા પરથી માસ્ક કાઢી નાખ્યાં છે. ઇઝરાઇલ સંભવત: વિશ્વનો પહેલો દેશ છે જેણે માસ્ક કાઢવાનો આદેશ આપ્યો છે.

ઇઝરાઇલમાં 16 વર્ષથી વધુ ઉંમર 81 ટકા નાગરિકો અને રહેવાસીઓને કોરોના રસી મળી છે. આ પછી અહીં કોરોના ચેપ અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. જો કે, રસીકરણ વિના વિદેશીઓના પ્રવેશ અને ઇઝરાઇલીઓનો પ્રવેશ મર્યાદિત છે અને તેઓ પહોંચતાની સાથે જ તેમને અલગ કરવામાં આવી રહ્યા છે. આ કોરોનાના બદલાતા સ્વરૂપોથી ઉદ્ભવતા પડકાર સામે કરવામાં આવી રહ્યું છે.

ત્યાના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે તેને દેશમાં નવા ભારતીય વેરિએન્ટના સાત કેસ મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. પત્રકારો સાથે વાત કરતાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, “અમે હાલમાં કોરોના વાયરસથી જીતવાના મામલે વિશ્વમાં અગ્રેસર છીએ.” જો કે, તેમણે કહ્યું કે કોરોના સામેની લડત પૂરી થઈ નથી. તે પરત પણ આવી શકે છે.

એક વર્ષ પહેલા જ્યારે ઘરની બહાર નીકળવા પર માસ્ક ફરજિયાત હતું, પરંતુ હવે આ હુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. જો કે આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે માસ્ક હજી પણ ઇન્ડોર સાર્વજનિક સ્થળોએ પહેરવામાં આવશે, તેમજ લોકોને તેમની સાથે માસ્ક રાખવાના રહેશે. ઇઝરાઇલના સૌથી મોટા અખબાર ‘ઇઝરાઇલ હેયોમ’ એ “આઝાદીથી શ્વાસ લઇ રહ્યા છે” એવું શીર્ષક આપ્યું છે.

એક કરોડથી ઓછી વસ્તી ધરાવતા દેશ ઇઝરાઇલમાં,કુલ 837,160 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાં 6,338 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં અહીં માત્ર 113 કેસ નોંધાયા છે. કુલ 828,552 લોકો સાજા થયા છે છે. જ્યારે સક્રિય કેસ ફક્ત 2,270 છે.

આ પણ વાંચો: કોરોનાના દર્દીઓની દરેક મદદ માટે RSS ની મુહિમ, મદદ માટે આ હેલ્પલાઈન નંબર પર કરવો પડશે ફોન

g clip-path="url(#clip0_868_265)">