Pakistan News: ઈસાઈઓ પર હુમલાને લઈ ઈસ્લામિક દેશો થયા ગુસ્સે, UAEએ પણ Pakistanની કરી નિંદા

બુધવારે પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી, જ્યારે કુરાનના પાના કથિત રીતે ફાડવાની માહિતી ફેલાઈ હતી. બહુમતી મુસ્લિમ વસ્તીએ ચર્ચોને આગ લગાડી અને ખ્રિસ્તી સમુદાયના ઘરો પર હુમલો કર્યો. આ કેસમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Pakistan News: ઈસાઈઓ પર હુમલાને લઈ ઈસ્લામિક દેશો થયા ગુસ્સે, UAEએ પણ Pakistanની કરી નિંદા
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 9:04 AM

Pakistan News: ઇસ્લામિક દેશોએ હવે પાકિસ્તાનના પૂર્વીય વિસ્તારોમાં ચર્ચ અને ખ્રિસ્તી સમુદાયના લોકો સાથે બહુમતી મુસ્લિમ વસ્તી દ્વારા કરવામાં આવતી તોડફોડને લઈ આકરા શબ્દોમાં કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનને સમયાંતરે આર્થિક મદદ કરનાર સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પણ પાકિસ્તાનમાં આ તોડફોડની નિંદા કરી છે.

આ પણ વાંચો: Pakistan News: નિશાન પર હતી પાકિસ્તાની સેના! વઝીરિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 11 મજૂરોના મોત

UAEના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓ દ્વારા ઘણા ચર્ચ અને ડઝનેક ઘર સળગાવી દેવામાં આવ્યા છે, અમે તેની સખત નિંદા કરીએ છીએ. UAEએ કહ્યું કે તે આ ઘટનાઓ પછી થયેલી હિંસાની પણ નિંદા કરે છે.

હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ
કેરળની જેમ રાજકોટનું નામ પણ બદલાશે? જાણો શું છે Rajkot નું પ્રાચીન નામ
Indian Railway : શતાબ્દી અને જન શતાબ્દી ટ્રેનમાં શું ફેર હોય છે?

કુરાન ફાડવાના આરોપમાં બે માણસોની ધરપકડ કરવામાં આવ્યા બાદ પૂર્વ પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી અને તેમની સામે ઈશનિંદા મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ચર્ચની નજીક કથિત રીતે પવિત્ર કુરાનના ફાટેલા પાના જોવા મળ્યા હતા. આ વાત ફેલાતાં જ હિંસા ફાટી નીકળી હતી. મુસ્લિમ સમુદાયના રોષે ભરાયેલા ટોળાએ ચર્ચ પર હુમલો કર્યો અને તેને આગ ચાંપી દીધી હતી.

હિંસાના બીજા દિવસ સુધી ચર્ચમાંથી આગની જ્વાળાઓ આવતી રહે છે

આ હિંસા દરમિયાન ઘણા ઘરોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી અને લૂંટના અહેવાલો પણ સામે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ખ્રિસ્તી સમુદાયના લોકોની સંપત્તિને રસ્તાઓ પર સળગાવી દેવામાં આવી હતી. આ દરમિયાન મુસ્લિમ બહુમતી ટોળાએ ઐતિહાસિક સાલ્વેશન આર્મી ચર્ચને પણ આગ લગાવી દીધી હતી. આ ચર્ચમાંથી હિંસા બાદ આગની જ્વાળાઓ બીજા દિવસે પણ ભડકતી રહી.

હિંસા ભડકાવવા બદલ 100થી વધુની ધરપકડ

પાકિસ્તાનમાં આ હિંસા મામલે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ભારે સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યું છે. સ્થિતિ હજુ પણ તંગ છે અને ફૈસલબાઝ જિલ્લામાં લોકોના ભેગા થવા પર 7 દિવસ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જરાનવાલા વિસ્તાર પણ આ ફૈસલાબાદ જિલ્લામાં આવે છે, જ્યાં સૌથી વધુ હિંસા થઈ હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">