ISKCON Temple Attack: બાંગ્લાદેશના ઇસ્કોન મંદિરમાં હુમલાના પડઘા પડયા, કોલકાતામાં લાગ્યા પોસ્ટર તો પ્રદર્શનની કરી તૈયારી
બાંગ્લાદેશમાં(bangladesh) ઈસ્કોન મંદિરમાં(ISKCON temple) થયેલી હિંસા બાદ રોષ ભભૂકી ઉઠતા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. યુએનએ પણ આ ઘટનાની નિંદા કરી છે. આ સાથે હવે વિશ્વવ્યાપી પ્રદર્શન માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં થયેલી હિંસાને લઈને કોલકાતા ઇસ્કોન મંદિર દ્વારા સમગ્ર શહેરમાં પોસ્ટર લગાવ્યા છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશના નોઆખલીમાં આવેલા ઈસ્કોન મંદિરમાં […]
બાંગ્લાદેશમાં(bangladesh) ઈસ્કોન મંદિરમાં(ISKCON temple) થયેલી હિંસા બાદ રોષ ભભૂકી ઉઠતા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. યુએનએ પણ આ ઘટનાની નિંદા કરી છે. આ સાથે હવે વિશ્વવ્યાપી પ્રદર્શન માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બાંગ્લાદેશમાં થયેલી હિંસાને લઈને કોલકાતા ઇસ્કોન મંદિર દ્વારા સમગ્ર શહેરમાં પોસ્ટર લગાવ્યા છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશના નોઆખલીમાં આવેલા ઈસ્કોન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ 16 ઓક્ટોબરે પરિસરમાં ટોળા દ્વારા એક ભક્તની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ બાદ ઈસ્કોન મંદિરે (ISKCON Temple) બાંગ્લાદેશ સરકાર પાસેથી સુરક્ષા માંગી છે. 150 દેશોમાં સ્થિત 700 ઈસ્કોન મંદિરમાં આ ઘટનાને લઈને વિશ્વવ્યાપી પ્રદર્શનો યોજવાની તૈયારીઓ થઈ રહી છે.
WB: ISKCON Kolkata puts up posters in the city over incidents of violence in Bangladesh
An ISKCON temple in Noakhali, Bangladesh was vandalised & a devotee killed by a mob on Oct 16. ISKCON has organised a worldwide protest at about 700 ISKCON temples across 150 nations tomorrow pic.twitter.com/9qZAMr7TMU
— ANI (@ANI) October 22, 2021
ઇસ્કોન કોલકાતાના વાઇસ પ્રેસિડેન્ટ રાધારમણ દાસે કહ્યું, “અમે યુએનનો સંપર્ક કર્યો છે. તેમણે બાંગ્લાદેશમાં થયેલી હિંસાની નિંદા કરી છે. આ ઘટના અંગે વિશ્વભરના નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ત્યાં કોઈ મૃત્યુ નોંધાયું નથી. રાધારમણ દાસે એમ પણ કહ્યું, ‘અહીં અમે પ્રદર્શનનું આયોજન કરીશું અને સવારે 9.30 થી 10 વાગ્યા સુધી પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવશે.’
તમને જણાવી દઈએ કે, આ પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અહીંના સૌથી મોટા હિન્દુ તહેવાર દુર્ગા પૂજા દરમિયાન કુમિલા મંદિરમાં હિન્દુ દેવતાના ચરણોમાં કુરાનના નકલી ચિત્રો ફેલાવીને કોમી અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું છે.
ચાંદપુરમાં પોલીસ ગોળીબારમાં ચાર તોફાનીઓ માર્યા ગયા હતા, જ્યારે તેઓ મંદિરો પર હુમલો કરવા ગયા હતા અને દુર્ગા પૂજા પંડાલોમાં તોડફોડ કરી હતી. કટ્ટરપંથી ઈસ્લામીઓએ દુર્ગા પૂજાની ઉજવણી બંધ કરવાની માંગ કરીને ‘ઈસ્લામનું અપમાન’ કર્યું હોવાનો મોટો અવાજ ઉઠાવ્યો હતો.
હસીનાએ કહ્યું, “કેટલાક લોકો ધાર્મિક રીતે અંધ છે અને તેઓ હંમેશા કોમી સંઘર્ષ ઉભો કરવા માંગે છે. આ લોકો માત્ર મુસ્લિમ સમુદાયના જ નથી, પરંતુ અન્ય તમામ ધર્મોના પણ છે. જો આપણે બધા સાથે મળીને કામ કરીશું તો તેઓ કોઈ નુકસાન નહીં કરી શકે.
આ પણ વાંચો : ચાઈનામાં કોરોનાની ત્રીજી લહેર ! ફ્લાઇટ્સ થઈ રદ, શાળાઓ થઈ બંધ અને લોકો ઘરોમાં થયા કેદ