ચાઈનામાં કોરોનાની ત્રીજી લહેર ! ફ્લાઇટ્સ થઈ રદ, શાળાઓ થઈ બંધ અને લોકો ઘરોમાં થયા કેદ

કોરોનાના નવા કેસો જોઈને સચેત અને સતર્ક ચીને ફરી એકવાર દેશમાં પ્રતિબંધો વધારી દીધા છે. કોરોના સંક્ર્મણ ફેલાવવા પાછળ પર્યટન ગ્રુપના એક વૃદ્ધ દંપતી જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું છે.

ચાઈનામાં કોરોનાની ત્રીજી લહેર ! ફ્લાઇટ્સ થઈ રદ, શાળાઓ થઈ બંધ અને લોકો ઘરોમાં થયા કેદ
Corona's third wave in China!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 7:55 PM

ચીનનું એક નિવૃત્ત ચાઇનીઝ દંપતી કે, જેઓ કોવિડ-19 પોઝિટિવ હતા તેઓ દેશભરમાં મુસાફરીના થોડા દિવસો પછી દેશમાં તાજેતરના કેસોમાં વધારા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. જેણે ચીનની ઝીરો-કોવિડ નીતિની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કર્યા હતા.

ચીનમાં 22 ઓક્ટોબરે 32 કોરોનાવાયરસના કેસ નોંધ્યા છે. જેમાં બેઇજિંગમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજધામાં કોરોના કેસનો આ ઉછાળો આવતા વર્ષે શિયાળુ ઓલિમ્પિક પહેલા અધિકારીઓમાં ચિંતાનો વિષય બની શકે છે. બેઇજિંગ આ અઠવાડિયે મંગળવારથી પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જેથી બે મહિનાથી વધુ સમયથી શૂન્ય-કેસનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.

નવા કેસો જોઈને સચેત અને સતર્ક ચીને ફરી એકવાર દેશમાં પ્રતિબંધો વધારી દીધા છે. કોરોના સંક્ર્મણ ફેલાવવા પાછળ પર્યટન ગ્રુપના એક વૃદ્ધ દંપતી જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું છે. શાંઘાઈથી દંપતી ગાનસુ પ્રાંતના સિયાન અને મંગોલિયા ગયા. જે પણ કેસ સામે આવી રહ્યા છે તે બધા કોઈને કોઈ રીતે આ દંપતીના સંપર્કમાં આવ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોરોનાના વધતા કેસને જોતા સરકારોએ મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કર્યા છે અને અહીંના પ્રવાસન સ્થળોને બંધ કરી દીધા છે. આ સિવાય અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ અને તમામ મનોરંજન સ્થળો બંધ કરી દીધા છે. હાઉસિંગ કમ્પાઉન્ડ્સમાં પણ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લાન્ઝોઉની વસ્તી આશરે 40 લાખ છે. જેમને ઘરેથી બહાર નીકળવું જરૂરી છે તેમણે કોઈ પણ સંજોગોમાં નેગેટિવ કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવો પડશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એરપોર્ટ પર સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સિયાન અને લેન્ઝોઉથી ઉપડતી લગભગ 60 ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

નાગરિકો પર લાદવામાં આવેલા પ્રતિબંધો

સોમવારે એક નોટિસ જાહેર કરવામાં આવી હતી જે આંતરિક મંગોલિયા માટે હતી. એવું કહેવામાં આવ્યું હતું કે શહેરની બહાર જવું અને શહેરમાં પ્રવેશવાની મનાઈ છે. નાગરિકોને પણ ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. બુધવારે ખાનગી મીડિયા દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, મંગોલિયામાં નવા કેસોને કારણે કોલસાની આયાત પ્રભાવિત થશે અને સપ્લાય ચેઈનને નોંધપાત્ર અસર થઈ શકે છે.

આ પણ વાંચો:JEE Advanced AAT Result : આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ આજે થશે જાહેર, આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે

આ પણ વાંચો:IBPS Result 2021 : RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચકાસો પરિણામ

g clip-path="url(#clip0_868_265)">