ઈરાનના પરમાણુ સ્થળો પર હવાઈ હુમલો કરી શકે છે ઈઝરાયેલ! ફાઈટર પ્લેનની આકાશમાં અવરજવર વધી

ઈરાન વિરુદ્ધ ઈઝરાયેલના હુમલાની આ જાણકારી એવા સમયે સામે આવી છે. જ્યારે ઈરાન અને વિશ્વની પાંચ વિશ્વ શક્તિઓ વચ્ચે 2015ના પરમાણુ કરારને ફરી શરૂ કરવા અંગે વાતચીત ચાલી રહી છે.

ઈરાનના પરમાણુ સ્થળો પર હવાઈ હુમલો કરી શકે છે ઈઝરાયેલ! ફાઈટર પ્લેનની આકાશમાં અવરજવર વધી
fighter jets
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 1:24 PM

લાલ સમુદ્ર,(Red Sea) ઇઝરાયેલ,(Israel) સંયુક્ત આરબ અમીરાત (UAE) અને બહેરીનની (Bahrain)નૌકાદળોએ થોડા દિવસો પહેલા અમેરિકન યુદ્ધ જહાજો સાથે સંયુક્ત સુરક્ષા કામગીરીનું રિહર્સલ કર્યું હતું. માત્ર એક મહિના પહેલા ઇઝરાયેલના બંદરગાહ શહેર ઇલાતની ઉત્તરે આવેલા રણના એરપોર્ટ પર યુદ્ધ-રમતનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઈઝરાયેલ અને અન્ય સાત દેશોના ફાઈટર પ્લેન આકાશમાં ગર્જના કરતા જોવા મળ્યા હતા. આ સૈન્ય અભ્યાસનો હેતુ ઈરાનને કડક ચેતવણી આપવાનો છે. ઈરાને તાજેતરના દિવસોમાં પોતાની લશ્કરી કવાયત હાથ ધરી છે.

આ તમામ ઘટનાક્રમ એવા સમયે સામે આવી રહ્યો છે જ્યારે ઈઝરાયેલમાં ઘણા લોકો ડરતા હોય છે કે આ દેશે જ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સૈન્ય હુમલો કરવો પડી શકે છે. ઈઝરાયેલની સરકારે ઈરાનના પરમાણુ સ્થળો પર સંભવિત હુમલાઓ માટે ઈઝરાયેલી સશસ્ત્ર દળોને તૈયાર કરવા માટે 1.5 બિલિયન ડોલર ફાળવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સિવાય દેશના નેતાઓ અને સૈન્ય અધિકારીઓ દ્વારા દરરોજ હુમલાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે. વિશ્લેષકોનું કહેવું છે કે ઈઝરાયલનો ઈરાન સાથે યુદ્ધ કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવા દેશે નહીં.

પરમાણુ કરાર વિશે વાત કરી ઈરાન વિરુદ્ધ ઈઝરાયેલના હુમલાની આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે ઈરાન અને વિશ્વની પાંચ વિશ્વ શક્તિઓ વચ્ચે 2015ના પરમાણુ કરારને ફરી શરૂ કરવા અંગે વાતચીત ચાલી રહી છે. ઈરાન પરમાણુ કરાર જોઈન્ટ કોમ્પ્રીહેન્સિવ પ્લાન ઓફ એક્શન (JCPOA) તરીકે ઓળખાય છે. આ અંગેની ચર્ચા ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં 29 નવેમ્બરે થવા જઈ રહી છે.

JCPOA હેઠળ ઈરાને તેની પરમાણુ પ્રવૃત્તિઓને મર્યાદિત કરવાની હતી અને તપાસ માટે તેની પરમાણુ સાઇટ્સ ખોલવાની હતી. તેના બદલે ઈરાન પરના પ્રતિબંધો હટાવવાના હતા. જો કે, 2018 માં યુએસએ આ ડીલમાંથી બહાર નીકળી ગયું અને પછી ઈરાન પર પ્રતિબંધો લાદવામાં આવ્યા.

આખરે, ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને હોબાળો કેમ થઈ રહ્યો છે? વિશ્વની વૈશ્વિક શક્તિઓને ઈરાન પર બિલકુલ વિશ્વાસ નથી. કેટલાક દેશો માને છે કે ઈરાન પરમાણુ હથિયારો ઈચ્છે છે કારણ કે તે પરમાણુ બોમ્બ બનાવવા માંગે છે. જોકે, ઈરાને આવું કરવાનો ઈન્કાર કર્યો હતો. 2015માં ઈરાન અને અન્ય છ દેશોએ ઈરાન સાથે કરાર કર્યો હતો.

આ અંતર્ગત ઈરાને તેની કેટલીક પરમાણુ ગતિવિધિઓ બંધ કરવી પડી હતી અને તેના પરના કડક પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા. પરંતુ અમેરિકાએ આ સમજૂતીમાંથી બહાર નીકળતાની સાથે જ ઈરાને ફરી એકવાર પરમાણુ કાર્યક્રમને વેગ આપવાનું શરૂ કરી દીધું છે. જો કે, જો બિડેન વહીવટીતંત્રે કહ્યું છે કે તે ફરીથી આ સોદામાં જોડાશે.

આ પણ વાંચો : Boeing 737 Max : અઢી વર્ષ બાદ Boeing 737 Maxની પહેલી ફ્લાઇટ દિલ્હીથી ગ્વાલિયર ઉડાન ભરશે

આ પણ વાંચો : ફ્રાન્સના વડા પ્રધાન કોરોના સંક્રમિત, 75 ટકા વસ્તીને રસીકરણ પછી પણ કોરોનાના કેસ વધતા ચિંતા વ્યાપી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">