International Yoga Day : અમેરિકા, લંડન, ન્યુયોર્ક સહિત દેશના ખૂણે ખૂણે થી આવ્યા વિશ્વ યોગ દિવસની ઉજવણીના વીડિયો, જુઓ
ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર અને વોશિંગ્ટન ડી.સી.માં ભારતીય કોન્સ્યુલેટ અને દૂતાવાસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણી "એક પૃથ્વી, એક આરોગ્ય" થીમ સાથે ઉમંગભેર કરવામાં આવી.
વિશ્વ યોગ દિવસ 2025ના ઉત્સવની ઉજવણી ન્યૂયોર્ક સ્થિત ભારતના કૉન્સ્યુલેટ જનરલ ઓફિસે ઉમંગભેર કરી. ટાઉન ઑફ ગ્રીનબર્ગ અને ઈન્ડિયન કલ્ચરલ એસોસિએશન ઑફ નોર્થ અમેરિકા (ICANA)ના સહયોગથી વેસ્ટચેસ્ટર વિસ્તારમાં આયોજિત યોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો. સવારની ઠંડી હવા અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે લોકો યોગાભ્યાસ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રેરિત થયા.
Happy International Day of Yoga – the Summer Solstice has arrived! ☀️ We’re kicking off the first of seven FREE yoga classes in the heart of #TimesSquare ❤️ Join us all day long for outdoor classes and giveaways from the Yoga Village https://t.co/JZdaMS8dtH#SolsticeTSQpic.twitter.com/O8swQ21Ubw
ટાઈમ્સ સ્ક્વેર, જે દુનિયાના સૌથી વધુ ચર્ચિત સ્થળોમાંથી એક છે, ત્યાં પણ Consulate General of India, New York દ્વારા વિશાળ યોગ સત્ર યોજાયું. અહીં લોકોએ શારીરિક, માનસિક અને આત્મિક સંતુલન માટે યોગના મહત્વને ઉજાગર કર્યું.
‘We wanted to see if it’s possible to find peace in this place,’ said Douglass Stewart, co-founder of ‘Solstice in Times Square: Mind over Madness Yoga,’ about the event, which started 23 years ago with just three participants pic.twitter.com/IC3MMHnS3p
ન્યૂયોર્ક ઉપરાંત, વોશિંગ્ટન ડી.સી.માં ભારતીય દૂતાવાસ દ્વારા લિન્કન મેમોરિયલ ખાતે યોગ કાર્યક્રમ યોજાયો. અહીં ભારતીય મૂળના નાગરિકો ઉપરાંત સ્થાનિક અમેરિકનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો. કાર્યક્રમમાં વિખ્યાત અભિનેતા અનુપમ ખેરની ખાસ હાજરી નોંધાઈ.
#WATCH | New York | Actor Anupam Kher says, “I’m extremely happy to be at the world’s most iconic place, Times Square, on the occasion of 11th International Yoga Day, initiated by our beloved Prime Minister 11 years back. My grandfather was a yoga teacher. So I’ve seen that… https://t.co/aHOunq17iEpic.twitter.com/DBfjBvEnLH
ભારતના અમેરિકામાં રાયભારી વિનય મોહન ક્વાત્રાએ લોકોનું આવકારતાં જણાવ્યું કે, “યોગ ભારતની સંસ્કૃતિનું પ્રાચીન વારસું છે. આજનો દિવસ માત્ર આસનો માટે નહીં, પણ સમગ્ર માનવતા માટે આંતરિક શાંતિ અને સમૃદ્ધિ તરફ પગલાં છે.”
યોગ ગુરુ આચાર્ય ગોવિંદ બ્રહ્માચારીએ યોગને માત્ર શારીરિક કસરત નહીં, પણ આધ્યાત્મિક અને માનસિક વિકાસ માટેના સાધન તરીકે વર્ણવ્યો. ડૉ. સ્મિતા પટેલે પણ યોગના આરોગ્યલાભોને ઉજાગર કરતા આજે રજૂ થયેલી થીમ “One Earth, One Health”ના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.