AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Widows Day 2021 : 23 જૂને મનાવશે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ

International Widows Day 2021 : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિધવાઓ માટે એક દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો ઉદ્દેશ્ય લાખો કરોડો વિધવા મહિલાઓની સમસ્યા અને તેને સમાજમાં પડતી મુશ્કેલીઓને ઉજાગર કરવાનો હતો.

International Widows Day 2021 : 23 જૂને મનાવશે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 12:33 AM
Share

International Widows Day 2021 : 23 June એ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ એ, સંયુક્ત રાષ્ટ્રનો એક વિધવાઓ અંગેનો જાગૃતિ દિવસ છે. જેમાં પતિના મરણ બાદ વિધવા મહિલાઓને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય દિવસ ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ (US) માં દર વર્ષે 3 May ના રોજ રાષ્ટ્રીય વિધવાઓ ( National Widows’ Day) નો દિવસ પણ મનાવવામાં આવે છે.

રાષ્ટ્રીય વિધવા દિવસ હોય કે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ હોય, બંને દિવસ વિધવાઓની સમસ્યાઓ ઉજાગર કરવા અને તેમના જીવનના પડકારો સામે લડવામાં, લોકોને વિધવાઓને મદદ કરવા પ્રોત્સાહિત કરવા માટે વિધવાઓને સમર્પિત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ થીમ 2021 આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ 2021 (International Widows’ Day Theme 2021) ની થીમ “અદ્રશ્ય મહિલાઓ, અદૃશ્ય સમસ્યાઓ” (Invisible Women, Invisible Problems) છે. જીવનસાથી તે છે જે એકબીજાના દુ:ખમાં ભાગ લે અને જીવનમાં આવતી દરેક મુશ્કેલીમાં સાથ આપે. પરંતુ જ્યારે એક પતિ દુનિયામાંથી વિદાય લઈ જાય છે, ત્યારે પત્ની તમામ દુ:ખો સહન કરવા માટે સમાજમાં એકલી પડી જાય છે અને તેના પતિના ગયા બાદ તેના તમામ દુ:ખો સમાજમાંથી અદ્રશ્ય થઈ જાય છે.

વિવિધ સમાજ-ધર્મમાં તો વિધવાઓને અમુક વિશેષ અધિકારોથી પણ વંચિત રાખવામા આવે છે. એટલા માટે વિધવા દિવસ 2021 ની આ થીમ, આવી વિધવા મહિલાઓની મુશ્કેલીઓને સમાજમાં ઉજાગર કરવાનું કામ કરશે.

શા માટે ઉજવાય છે વિધવા દિવસ ? આ દિવસ ઉજવાવનો ઉદ્દેશ્ય એ છે કે નીતિ નિર્માતાઓ (Policy Makers) એ વિધવા મહિલાઓને લઈને અત્યાર સુધી કોઈ વિશેષ વિચારણા નથી કરી. મોટા ભાગની પોલિસી આમ નાગરિકો, મજૂરો, બેરોજગાર યુવાઓ અને સમાજના અન્ય પીડિત વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જો કે નીતિ નિર્માણ બેઠકોમાં વિધવા મહિલાઓને લઈને વિશેષ રૂપથી કોઈ જ ચર્ચા કરવામાં નથી આવતી. આ પ્રકારનું વલણ એ સાબિત કરે છે 258 મિલિયનથી પણ વધુ લોકોના (વિધવાઓના) મુદ્દાઓ પર કોઈ જ પ્રકાશ ફેંકવામાં નથી આવતો.

આંતરરાષ્ટ્રીય વિધવા દિવસનો ઇતિહાસ ઈતિહાસમાં પહેલીવાર એટલે 2005 માં વિધવા દિવસ મનાવવાનો શ્રેય લૂંબા ફાઉન્ડેશનને જાય છે. એક ભારતીય નાગરિક રાજ લૂંબા આ લૂંબા ફાઉન્ડેશનના સંસ્થાપક છે. 1997 માં, રાજે પોતાની પત્ની વિના ચૌધરી સાથે યુકેમાં શ્રીમતી પુષ્પા વતી લૂંબા ટ્રસ્ટની સ્થાપના કરી અને ફરી તેનું નામ બદલીને “લૂંબા ફાઉન્ડેશન” કરી નાખ્યું.

લૂંબા ફાઉન્ડેશને ભારત સહિત અન્યો દેશોમાં પણ સરકારી અને બિન સરકારી સંગઠનો વચ્ચે ઘણી ખ્યાતિ મળી. વિધવાઓ સામે આવતી સમસ્યાઓને આંતરરાષ્ટ્રીય સમુદાયોને સમજવા માટે ભારત સરકારે રાજ લૂંબાની પણ મદદ કરી હતી. એક દિવસ 21 ડિસેમ્બર 2010 ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિધવાઓ માટે એક દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો ઉદ્દેશ્ય લાખો કરોડો વિધવા મહિલાઓની સમસ્યા અને તેને સમાજમાં પડતી મુશ્કેલીઓને ઉજાગર કરવાનો હતો.

વિધવાઓ વિશે વિશ્વ આર્થિક મંચની વેબસાઇટ દ્વારા પ્રકાશિત એમ્મા બાથાના લેખ ‘ક્યાં દેશમાં સૌથી વધુ વિધવાઓ છે?’ મુજબ વિધવાઓની સૌથી વધુ સંખ્યા ભારતમાં જોવા મળે છે. જે લગભગ 45 મિલિયન છે. આ સિવાય ભારતીય વિધવાઓ પૂરા દેશ અને દુનિયાના સૌથી દયનીય સમૂહોમાંથી એક છે. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ 23 જૂને મનાવવામાં આવે છે. કારણ કે રાજ લૂંબાના પિતા જગીરી લાલ લૂંબાનું 23 જૂન 1954 ના દિવસે નિધન થયું હતું અને રાજની માતાને વિધવાના રૂપમાં છોડી દીધી હતી.

આ પણ વાંચો : Shark Tank India : નંબર 1 બિઝનેસ રિયાલીટી શો ‘શાર્ક ટેન્ક’ હવે ભારતમાં, નવા બિઝનેસમેનના સપનાઓને લાગશે પાંખ

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">