AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imran Khanનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાની તૈયારી, PTI પર લાગી શકે છે બેન

Pakistan News : પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર સતત ઈમરાન ખાન પર કડકાઈ કરી રહી છે. હવે સરકારનું કહેવું છે કે ઈમરાન ખાનની પાર્ટી PTI પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, તેનો વિચાર ચાલી રહ્યો છે.

Imran Khanનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાની તૈયારી, PTI પર લાગી શકે છે બેન
Imran Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 4:38 PM
Share

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ શકે છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે, તે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પર પણ પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. પીટીઆઈ પર આ પ્રતિબંધ 9મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ થયેલી હિંસાને કારણે હોઈ શકે છે. ઈમરાન ખાનની સેનાએ ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરી હતી. તેવામાં સરકાર કડક કાર્યવાહી કરી રહી છે અને હુમલો કરનારા લોકો સામે સેના હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો : Pakistan : પીટીઆઈના સોશિયલ મીડિયા હેડની પોલીસે ધરપકડ કરી, ઈમરાન ખાન ગુસ્સે ભરાયા, કહ્યું હવે બહુ થયું બસ

આ વિશે વાત કરતાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે, હાલમાં 9 મેની હિંસામાં સંડોવાયેલા લોકોને કેવી રીતે પકડવા તે અંગે વાતચીત ચાલી રહી છે. પીટીઆઈ પરના પ્રતિબંધ અંગે આસિફે કહ્યું કે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ચર્ચા ચોક્કસપણે ચાલી રહી છે. આ દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી છોડવાની પ્રક્રિયા ચાલુ છે. પીટીઆઈ નેતા મોહમ્મદ સલીમ અખ્તરે પાર્ટી છોડી દીધી છે. પૂર્વ સાંસદે કહ્યું કે, તેઓ પીટીઆઈ છોડી રહ્યા છે. કારણ કે દેશની રાજનીતિ હવે ખોટી દિશામાં જઈ રહી છે. તેમણે કહ્યું કે, મારી પાસે આવી રાજનીતિ માટે સમય નથી.

સતત સાથ છોડી રહ્યા છે જૂના નેતાઓ, કેવી રીતે એકલા થઈ રહ્યા છે ઈમરાન

છેલ્લા કેટલાક દિવસોમાં ઈમરાન ખાનની પાર્ટીના ઘણા નેતાઓએ છોડી દીધી છે. આ દરમિયાન ખ્વાજા આસિફે કહ્યું કે, ઈમરાન ખાન ખતરનાક રાજનીતિ કરી રહ્યા છે. તેણે કહ્યું કે ઈમરાન સેનાને પોતાનો દુશ્મન માને છે. તેમણે કહ્યું કે ઈમરાન ખાનનું સમગ્ર રાજકારણ સેનાના ખોળામાં બેસીને શરૂ થયું. આજે તેણે અચાનક જ સેના સામે ઉભા રહેવાનો નિર્ણય લીધો. શાહબાઝ શરીફ સરકારના મંત્રીએ કહ્યું કે હું જે કહું છું, આ વાતો પીટીઆઈ છોડનારા ઘણા નેતાઓ કહી ચૂક્યા છે.

ઈમરાન ખાન બેકફૂટ પર, માફી માગવાની થઈ રહી છે માગ

ખ્વાજા આસિફે કહ્યું કે, 9 મેના રોજ થયેલી હિંસાનું આયોજન અગાઉથી કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે, ઈમરાન ખાનના સાથી જ હવે કહી રહ્યા છે કે, તેણે હિંસા ભડકાવી હતી. શાહબાઝ સરકાર સતત ઇમરાન ખાન પાસેથી હિંસા માટે માફી માગવાની માગ કરી રહી છે. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ઈમરાન ખાનને સલાહ પણ આપી હતી કે, તેઓ 9 મેના રોજ થયેલી હિંસા વિરુદ્ધ ખુલીને નિવેદન આપે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">