લંડનમાં ભારતીય વિદ્યાર્થીનીની બ્રાઝિલિયન વ્યક્તિએ ચાકુ મારીને કરી હત્યા
લંડનમાં હુમલાખોરે બે લોકો પર ચાકુ વડે હુમલો કર્યો, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજી 28 વર્ષીય મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
હૈદરાબાદની વિદ્યાર્થીનીની લંડનમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હૈદરાબાદની એક વિદ્યાર્થીની (Student from Hyderabad) લંડનના વેમ્બલીમાં (London’s Wembley) ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ 27 વર્ષીય વિદ્યાર્થીનીનું નામ તેજસ્વિની રેડ્ડી (Tejaswini Reddy) છે. બ્રાઝિલના એક વ્યક્તિએ કથિત રીતે તેજસ્વિનીની હોસ્ટેલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેજસ્વિનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ, તેજસ્વિની ઉચ્ચ અભ્યાસ માટે હૈદરાબાદથી લંડન ગઈ હતી.
મેટ્રોપોલિટન પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે, છરી વડે ઘા મારવાની આ ઘટના વેમ્બલીના નીલ્ડ ક્રેસન્ટની છે. આરોપી વ્યક્તિએ બે લોકો પર હુમલો કર્યો હતો, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજી 28 વર્ષની મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
હુમલાખોરે બે લોકો પર છરી વડે હુમલો કર્યો હતો
હુમલાનો ભોગ બનેલ બીજી મહિલાની હાલ સ્થિતિ સારી હોવાનું કહેવાય છે. તે ખતરાની બહાર છે. મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે, પોલીસે જણાવ્યું કે આ મામલામાં બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક પુરુષ અને એક મહિલા છે. પોલીસે જણાવ્યું કે 24 વર્ષીય પુરુષ હાલમાં કસ્ટડીમાં છે. જ્યારે 23 વર્ષીય મહિલાને જરુરી પુછપરછ બાદ મુક્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો