AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Bidenનું મોટું નિવેદન, 2024માં કમલા હેરિસ સાથે જ ચૂંટણી લડીશ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ અવસર પર તેમણે કહ્યું કે જો તે 2024માં ચૂંટણી લડશે તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારી સાથીદાર હશે

અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Bidenનું મોટું નિવેદન, 2024માં કમલા હેરિસ સાથે જ ચૂંટણી લડીશ
US President Joe Biden with VP Kamala Harris(File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 12:47 PM
Share

અમેરિકાના(America) રાષ્ટ્રપતિ જો બાઈડેનની(Joe Biden) સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ અવસર પર તેમણે કહ્યું કે જો તે 2024માં ચૂંટણી લડશે તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારી સાથીદાર હશે. કમલા હેરિસ(Kamala Harris) ખૂબ જ સારું કામ કરી રહી છે અને તે મારું સમર્થન કરતી રહેશે. બાઈડેને કહ્યું કે હું કમલા હેરિસ સાથે કામ કરીને ખૂબ જ ખુશ છું, મેં તેને નંબર ટુની ભૂમિકામાં મૂક્યા છે અને તે પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરી રહી છે. તમને જણાવી દઈએ કે કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનનાર પ્રથમ અશ્વેત એશિયન મહિલા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની શરૂઆતથી જ કમલા હેરિસને આ પદ માટે દાવેદાર માનવામાં આવતી હતી.

જો બાઈડેન 79 વર્ષના છે અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડશો, તો તેમણે કહ્યું કે હું આ વિશે વિચારતો નથી, ન તો મેં આ વિશે વાત કરી છે. જોકે, અગાઉ આપેલા ઈન્ટરવ્યુમાં બાઈડેને કહ્યું હતું કે જો મારી તબિયત સારી રહેશે તો હું ફરીથી ચૂંટણી લડી શકું. જો બાઈડેને કમલા હેરિસનો મત આપવાના અધિકારનો બચાવ કરતા કહ્યું કે મેં પોતે જ તેમને જવાબદારી આપી છે, મને લાગે છે કે તે ખૂબ જ સારું કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે બાઈડેન કોંગ્રેસમાં બે મોટા બિલ પાસ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

US Vice-President કમલા હેરિસનો જન્મ ઓકલેન્ડમાં થયો હતો, જ્યારે તેમનો ઉછેર અને શિક્ષણ બાર્કલીમાં થયો હતો. કમલાની માતા ભારતની હતી જ્યારે તેના પિતા જમૈકાના નાગરિક હતા. વર્ષ 2017માં કમલા હેરિસ કેલિફોર્નિયામાંથી(California) સેનેટર તરીકે ચૂંટાયા હતા. કમલા હેરિસ 2019ની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઈડેનની સાથી હતી. ઓગસ્ટ 2019 માં, ડેમોક્રેટ(Democrats) પ્રમુખપદના ઉમેદવાર જો બાઈડેને ઉપરાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસને ચૂંટ્યા, અને નવેમ્બર 2020 માં, જો બિડેન ચૂંટણી જીતી ગયા હતા.

કમલ હેરિસે હોમલેન્ડ સિક્યુરિટી અને સરકારી કાર્યકારી સમિતિમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત, તે ઇન્ટેલિજન્સ પસંદગી સમિતિ, બજેટ સમિતિ અને ન્યાયતંત્ર સમિતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં રહી છે.

આ પણ વાંચો:

ચીનના PLAનું શરમજનક કૃત્ય, અરુણાચલ પ્રદેશમાંથી 17 વર્ષના બાળકનું અપહરણ

આ પણ વાંચો:

શ્રીલંકા પાસે વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ, નાદારીથી બચવા શ્રીલંકાએ સોનું વેચવાનું કર્યું શરૂ, ભારતનું આપ્યું ઉદાહરણ

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">