AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય મૂળના પરિવારના મોતનું રહસ્ય ખુલ્યું, અમેરિકાના આલીશાન ઘરમાંથી મળી આવ્યા હતા 3 મૃતદેહ

કમલ પરિવારના રાકેશ, ટીના અને આરિયાનાના મોતનો ભેદ ત્રણ દિવસ બાદ ઉકેલાયો છે. ગુરુવારે મોડી રાત્રે કમલ પરિવારના મૃતદેહો તેમના આલીશાન ઘરમાંથી મળી આવ્યા હતા. એક સંબંધીએ તેમના મૃતદેહ જોયા હતા. હવે નોર્ફોક ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે મોતનું કારણ જણાવ્યું છે.

ભારતીય મૂળના પરિવારના મોતનું રહસ્ય ખુલ્યું, અમેરિકાના આલીશાન ઘરમાંથી મળી આવ્યા હતા 3 મૃતદેહ
| Updated on: Jan 03, 2024 | 1:14 PM
Share

હરિયાણાના કરનાલના વરિષ્ઠ વકીલ તજેન્દ્ર પાલ બેદીના જમાઈ રાકેશ કમલ, પુત્રી ટીના અને પૌત્રી એરિયાનાનું અમેરિકામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. ત્રણેયના મૃતદેહ તેમના આલીશાન મકાનમાંથી મળી આવ્યા જેનાથી સમગ્ર અમેરિકા ચોંકી ઉઠ્યું. ત્રણ દિવસ બાદ આખરે પરિવારજનોના મોતનો ભેદ ઉકેલાયો છે.

કમલ પરિવારના રાકેશ, ટીના અને આરિયાનાના મોતનો ભેદ ત્રણ દિવસ બાદ ઉકેલાયો છે. ગુરુવારે મોડી રાત્રે કમલ પરિવારના મૃતદેહો તેમના આલીશાન ઘરમાંથી મળી આવ્યા હતા. એક સંબંધીએ તેમના મૃતદેહ જોયા હતા. હવે નોર્ફોક ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે કહ્યું છે કે રાકેશે પહેલા તેની પત્ની અને પુત્રીને ગોળી મારી અને પછી આત્મહત્યા કરી લીધી.

રાકેશે જ તેની પત્ની અને પુત્રીને ગોળી મારી

તપાસકર્તાઓનું કહેવું છે કે પરિવારના સભ્યો પર હાથ ધરવામાં આવેલા શબપરીક્ષણના પ્રાથમિક પરિણામો બાદ હત્યા અને આત્મહત્યા બંને તરીકે કેસની તપાસ કરવામાં આવી હતી. અંતિમ ઓટોપ્સી રિપોર્ટમાં ઘણો સમય લાગશે. તેણે કહ્યું, ‘કોઈ પણ પ્રકારની તોડફોડના કોઈ સંકેત નથી, અમે માનીએ છીએ કે તે કદાચ ઘરેલું ઘટના છે.’ રાકેશ પાસે જે બંદૂક મળી હતી તેનું કોઈ લાયસન્સ નહોતું. તપાસકર્તાઓ હત્યાના હથિયારની તપાસ કરી રહ્યા છે. આ બંદૂક 40 કેલિબરની ગ્લોક 22 છે.

રાકેશે બંદૂક કેવી રીતે અને ક્યાંથી મેળવી તેની તપાસ ચાલી રહી છે. જોકે, રાકેશે તેની પત્ની અને પુત્રીની હત્યા શા માટે કરી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તપાસકર્તાઓને શંકા છે કે આ ઘરેલું હિંસા સંબંધિત મામલો હોઈ શકે છે.

આ પણ વાંચો: 13 લોકોએ 26 વખત કર્યો સામૂહિક બળાત્કાર, બચાવવા આવેલા ફોટોગ્રાફર્સે પણ ન છોડી

29મી ડિસેમ્બરે કમલ પરિવારનો મૃતદેહ મળી આવ્યો હતો

29 ડિસેમ્બર, 2023 ના રોજ, આ ભારતીય મૂળનો પરિવાર મેસેચ્યુસેટ્સના ડોવરમાં તેમની વૈભવી હવેલીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક અહેવાલો કહે છે કે આ ઘરેલું હિંસાનો કેસ હતો. ડોવર પોલીસ સાંજે 7:24 કલાકે માહિતી મળ્યા બાદ ઘરે પહોંચી હતી. 911 પર પરિવારના એક સભ્યનો ફોન આવ્યો કે જેઓ કમલના ઘરે તેની ખબરઅંતર પૂછવા ગયા હતા. પરિવારના મૃતદેહને તેણે સૌથી પહેલા જોયો હતો. રાકેશ કમલની 18 વર્ષની પુત્રી એરિયાના મિડલબરી કોલેજમાં અભ્યાસ કરતી હતી. માતા ટીનાએ 2016માં પોતાની કંપની ખોલી હતી, જે 2021માં બંધ થઈ ગઈ હતી. આ કંપની વિદ્યાર્થીઓને તેમના ગ્રેડ સુધારવામાં મદદ કરતી હતી.

g clip-path="url(#clip0_868_265)">