તિરંગાની આન, બાન, અને શાન માટે ખાલિસ્તાની સાથે અથડામણ પર ઉતરી આવ્યો ભારતીય અધિકારી, આપ્યો જડબાતોડ જવાબ- Video viral
આજે દરેક વ્યક્તિ આ વીડિયો જોઈને ભાવુક થઈ જશે. આ અધિકારીને દિલથી સલામ કરવાનું મન થાય છે કે જેણે ખાલિસ્તાનીઓની સામે પોતાના તિરંગાની રક્ષા કોઈ પણ જાતના ડર વગર કરી હતી. તેણે એકલા હાથે ખાલિસ્તાનીઓનો સામનો કર્યો.
બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની સામે અચાનક ભીડ એકઠી થઈ ગઈ હતી. જેમાં સામેલ લોકો ખાલિસ્તાનીના નારા લગાવી રહ્યા હતા. ભીડની વચ્ચે અચાનક એક ખાલિસ્તાની સમર્થક ઓફિસની બાલ્કની પર ચઢી જાય છે અને ત્યાં તિરંગો ઉતારી નાખે છે. જેવો તે ધ્વજ ઉતારે છે કે તરત જ ભારતીય હાઈ કમિશનનો એક અધિકારી અંદરથી બહાર આવે છે અને તરત જ તેની પાસેથી ત્રિરંગો છીનવી લે છે. આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ દરમિયાન તેની સાથે અથડામણ પણ થાય છે. તે વ્યક્તિ જેને તિરંગાનું અપમાન કરી ખાલિસ્તાની ઝંડો ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને થોડા સમય પછી હાઈ કમિશનની ઓફિસમાં તેના કરતા અનેક ગણો મોટો તિરંગો ફરકાવીને પણ જડબાતોડ જવાબ આપે છે.
An Indian diplomat confronts a Khalistani clown, takes back the Indian flag pulled down by a mob that attacked the Indian High Commission in London to protest legal action taken against a militant Sikh secessionist in India.
A larger tricolour has now replaced the previous one. pic.twitter.com/1dG1AdhedH
— Sonam Mahajan (@AsYouNotWish) March 19, 2023
તિરંગાની રક્ષા કરતા ભારતીય અધિકારી
આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે. લોકો આ અધિકારીના જોરદાર વખાણ કરી રહ્યા છે. આ અધિકારી સેંકડોની ભીડથી ડરતો નથી અને પોતાના તિરંગાના સ્વાભિમાનને બચાવવા ખાલિસ્તાની સમર્થકના હાથમાંથી ઝંડો છીનવી લે છે. આ પછી, વિડિયોમાં હસવાના કે કોઈ વાતની મજાક ઉડાડવા જેવા અવાજો આવે છે. આ અધિકારી ત્યાં જ ઊભો રહે છે. કોઈના ડર વિના. આ પછી ખાલિસ્તાની સમર્થક હાઈ કમિશનની ઓફિસમાં પોતાનો ઝંડો લગાવે છે. આ અધિકારી પોતાનો ધ્વજ પણ હટાવે છે. આજે તેમની હિંમતના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.
આપણા માટે આપણો તિરંગો જીવ કરતા પણ વહાલો છે
એવું કહેવાય છે કે ભારતીયોમાં એવી કઈ ગુણવત્તા છે કે તેઓ પોતાના દેશને આટલો પ્રેમ કરે છે. દુનિયાભરના દેશોને આશ્ચર્ય થાય છે કે અહીંની સેના તેમજ લોકો આટલા દેશ પ્રેમી કેવી રીતે છે. જવાબ આપણી લાગણી છે. આપણે ભારતીયો કોઈનું નુકસાન ઈચ્છતા નથી, પરંતુ જો કોઈ આપણું નુકસાન અને આપણા દેશનું કઈ ખોટુ કરે તો તેને પણ છોડતા નથી.
ખાલિસ્તાની સમર્થકોએ બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની ઓફિસને ઘેરી લીધી ત્યારે ત્યાં કોઈ પોલીસ ન હતી. એકલો ભારતીય અધિકારી ઓફિસમાંથી બહાર આવ્યો અને ભીડને એકલો જ પહોંચી વર્યો. તેણે ત્રિરંગો પડવા ન દીધો. તેમજ ત્યાં ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાની મંજૂરી પણ ન આપવા દીધી હતી.
વિદેશોમાં આવી ઘટનાઓ વધી રહી છે
છેલ્લા કેટલાક મહિનામાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટનમાં આવી ઘટનાઓ જોવા મળી રહી છે. જ્યાં ક્યારેક હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવે છે તો ક્યારેક આ ખાલિસ્તાની સમર્થકો બાઇક અને કાર રેલી કાઢીને ભારતીયોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશન ઓફિસને ઘેરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે સમયે સુરક્ષાકર્મીઓ ક્યાં હતા. ઓફિસની સુરક્ષામાં કોઈ તૈનાત નહોતું. જોકે ભારતીય વિદેશ મંત્રાલયે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. બ્રિટન પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.