બ્રેકિંગ ન્યૂઝ : સોમાલિયામાં ભારતીય નેવીનું સફળ ઓપરેશન, હાઇજેક થયેલા જહાજમાંથી ભારતીયોને બચાવ્યા
નેવીએ MPA, પ્રિડેટર, MQ9B અને ઈન્ટિગ્રલ હેલોસ દ્વારા સતત નજર રાખી હતી. ત્યારે, જહાજમાં હાજર લોકોએ સંકેત આપ્યો હતો કે 5થી 6 અજાણ્યા શખ્સો હથિયાર સાથે સવાર હતા. જો કે નેવીએ તમામ ભારતીયોને બચાવીને ઓપરેશન MV લીલાને સફળ બનાવ્યું છે.

સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક થયેલા MV લીલા નોર્ફોક જહાજમાં ફસાયેલા ભારતીયોને બચાવી લેવાયા છે. ખાનગી સમાચાર એજન્સીના સોર્સ મુજબ જહાજ પર સવાર 21 ક્રૂ મેમ્બરમાંથી 15 ભારતીયો હતા. ત્યારે, ભારતીય નેવીના મરીન કમાન્ડોએ જહાજ પર ઉતરીને તમામ ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બચાવી લીધા છે.
જહાજ હાઇજેક થવાની બાતમી મળતા ભારતીય નેવીએ INS ચેન્નાઇ સાથે ઓપરેશન MV લીલા હાથ ધર્યું હતું. તેમણે લગભગ બપોરના સવા 3 વાગ્યે હાઇજેક થયેલા જહાજને રોકીને પોતાનું હેલિકોપ્ટર ઉતાર્યું હતું અને તમામ ચાંચિયાઓને જહાજ છોડી દેવા ચેતવણી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતીય નેવીના મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને ડ્રોન અરબી સમુદ્ર પર સતત કાર્યરત કરાયા હતા. નેવીએ MPA, પ્રિડેટર, MQ9B અને ઈન્ટિગ્રલ હેલોસ દ્વારા સતત નજર રાખી હતી. ત્યારે, જહાજમાં હાજર લોકોએ સંકેત આપ્યો હતો કે 5થી 6 અજાણ્યા શખ્સો હથિયાર સાથે સવાર હતા. જો કે નેવીએ તમામ ભારતીયોને બચાવીને ઓપરેશન MV લીલાને સફળ બનાવ્યું છે.
આ જહાજને સોમાલિયા નજીક હાઇજેક કરવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે સોમાલિયા નજીક એક જહાજ હાઇજેક કરવામાં આવ્યું હતું, જેમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. ‘MV લીલા નોરફોક’ નામના આ જહાજને સોમાલિયાની દરિયાઈ સરહદ પાસે હાઈજેક કરવામાં આવ્યું હતું. હાઈજેકની માહિતી મળ્યા બાદ ભારતીય નેવી સક્રિય થયું હતું. ભારતીય નેવીએ ઓપરેશન MV લીલા હાથ ધર્યું હતું અને તમામ 15 ભારતીયોને બચાવી લીધા છે.
આ પણ વાંચો : સોમાલિયાના દરિયાકાંઠે જહાજનું અપહરણ, ક્રૂમાં 15 ભારતીયોનો સમાવેશ,નેવી એક્શન મોડ પર
