સંકટના સમયમાં ભારતનું મોટું પગલું ; મ્યાનમાર, નેપાળ, બાંગ્લાદેશ અને ઈરાનમાં પહોંચાડવામાં આવી કોરોના વેક્સીન

|

Oct 14, 2021 | 7:26 PM

COVID-19 Vaccine: ભારત પૂરતી માત્રામાં રસીનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશની રસીકરણની જરૂરિયાત પૂરી થયા બાદ બાકી રહેલી રસીની નિકાસ કરવાની પણ યોજના છે.

સંકટના સમયમાં ભારતનું મોટું પગલું ; મ્યાનમાર, નેપાળ, બાંગ્લાદેશ અને ઈરાનમાં પહોંચાડવામાં આવી કોરોના વેક્સીન
કોરોના વાઇરસની રસી. (પ્રતીકાત્મક તસવીર)

Follow us on

ભારતમાં, યુદ્ધના ધોરણે ચાલી રહેલા રસીકરણને કારણે કોરોના વાયરસ મહામારી નિયંત્રણમાં છે, જોકે ઘણા દેશોમાં કોરોના સંક્રમણની સ્થિતિ હજુ પણ ભયજનક છે. દરમિયાન, ભારત પૂરતી માત્રામાં રસીનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશની રસીકરણની જરૂરિયાત પૂરી થયા બાદ બાકી રહેલી રસીની નિકાસ કરવાની પણ યોજના છે. આ અંતર્ગત ભારતે નેપાળ, બાંગ્લાદેશ, ઈરાન અને મ્યાનમારને કોરોના રસીના દસ લાખ ડોઝ મોકલ્યા છે.

થોડા દિવસો પહેલા જ ભારતે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું હતું કે તે નવી ભારતીય રસીઓ સાથે તેની ઉત્પાદન ક્ષમતા વધારશે. તેમણે ભાર મૂક્યો કે કાચા માલનો પુરવઠો જાળવવો મહત્વપૂર્ણ છે કારણ કે કોવિડ -19 રસીઓ વિશ્વના દરેક ખૂણે પહોંચવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું હતું કે ભારતે વિશ્વના ઘણા દેશોને તબીબી સહાય અને બાદમાં રસીઓ પૂરી પાડી છે.

ટીએસ તિરુમૂર્તિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બીજી કમીટીની સામાન્ય ચર્ચામાં ‘સંકટ, સામાન્ય સ્થિતિમાં આવવાની ક્ષમતા અને સુધાર  – 2030 એજન્ડા માટે પ્રગતિની ગતિ વધારવી’ વિષય પર આ વાતો કહી હતી. તેમણે કહ્યું, ‘અમે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે કોવિડ સંકટ સમાપ્ત થઈ રહેલુ દેખાતુ નથી. ઠીક છે, રસીઓ આવવાથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે પરિસ્થિતિ બદલી શકીએ છીએ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ટીએસ તિરુમૂર્તિએ વધુમાં કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું તેમ, અમે તેને પુનસ્થાપિત કરીશું અને આ મહામારીને સમાપ્ત કરવા માટે અન્ય ભાગીદારો સાથે મળીને કામ કરીશું. આ માટે, કાચા માલની સપ્લાય ચેઇન ખુલ્લી રાખવી પડશે. ભારતમાંથી નવી રસીઓ પણ આવી રહી છે જેની સાથે અમે પુરવઠા ક્ષમતામાં વધારો કરીશું.

ભારતે 6.6 કરોડથી વધુ રસીની નિકાસ કરી છે

ભારત રસી દાન કરવાની વૈશ્વિક પહલ ‘કોવેક્સ’ સબંધી પોતાના વચનને પુર્ણ કરવા માટે  અને ‘રસી મૈત્રી’ કાર્યક્રમ હેઠળ 2021 ના ​​ચોથા ક્વાર્ટરમાં વધારાની COVID-19 રસીઓની નિકાસ ફરી શરૂ કરશે. દેશમાં, એપ્રિલમાં વૈશ્વિક મહામારીની બીજી લહેર પછી, સરકારે રસીની નિકાસ બંધ કરી દીધી હતી.

ભારતે અત્યાર સુધીમાં અનુદાન, વ્યાપારી માલસામાન અને કોવેક્સ પહેલ હેઠળ 100 થી વધુ દેશોમાં 6. 6 કરોડથી વધુ રસીઓની નિકાસ કરી છે. ટીએસ તિરુમૂર્તિએ સામાન્ય સભામાં જણાવ્યું હતું કે વૈશ્વિક મહામીરી કોરોનાવાયરસને કારણે થયેલા વિક્ષેપને કારણે ઓછી આવક ધરાવતા દેશોને પ્રતિકૂળ અસર થઈ રહી છે. તેમણે કહ્યું કે, સતત વિકાસ લક્ષ્યો સહિત અમારી ઘણી મહત્વાકાંક્ષાઓ અને લક્ષ્યો સ્થિર થઈ ગયા છે.

શરૂઆતમાં, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રતિભાવ આપવા માટે ધીમી હતી પરંતુ આખરે સાથે મળીને અને સંકલનમાં કામ કરવાનું શરૂ કર્યું છે તેમ તેમણે કહ્યું. ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભારતીય નીતિ આપણને વધુ સારા ભવિષ્યના નિર્માણનો માર્ગ બતાવશે.

આ પણ વાંચો :  એર ઇન્ડિયાના કર્મચારીઓને મળી ક્વાર્ટર ખાલી કરવાની નોટિસ, યુનિયનોએ આપી હડતાલની ચેતવણી

Next Article