Video : યુધ્ધ અભ્યાસ દરમિયાન હળવા મુડમાં જોવા મળ્યા સૈનિકો, ભારત-અમેરિકાના સૈનિકોએ અજમાવ્યા કબડ્ડીના દાવ

સંયુક્ત લશ્કરી કવાયત દરમિયાન આઈસ- બ્રેકિંગ પ્રવૃત્તિઓના ભાગરૂપે, ભારત- યુએસના સૈનિકો અલાસ્કાના એલ્મેન્ડોર્ફ રિચાર્ડસન સંયુક્ત બેઝ ખાતે કબડ્ડી, ફૂટબોલ અને વોલીબોલની મેચ રમતા જોવા મળ્યા હતા.

Video : યુધ્ધ અભ્યાસ દરમિયાન હળવા મુડમાં જોવા મળ્યા સૈનિકો, ભારત-અમેરિકાના સૈનિકોએ અજમાવ્યા કબડ્ડીના દાવ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 3:13 PM

Video : ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય સહયોગને વધુ વધારવા માટે અલાસ્કામાં 15 દિવસની સૈન્ય કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, ‘યુધ્ધ અભ્યાસ’ નામની આ કવાયતની 17 મી આવૃત્તિ 15 થી 29 ઓક્ટોબર દરમિયાન અલાસ્કાના જોઇન્ટ બેઝ એલમન્ડોર્ફ રિચાર્ડસન (Joint base Almondorf Richardson)ખાતે યોજવામાં આવી છે.

ભારતીય સેનાના પાયદળ બટાલિયનના 350 સૈનિકો સામેલ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જેમાં ભારતીય બેચમાં ભારતીય સેનાની પાયદળ બટાલિયનના 350 સૈનિકો થયા છે. આ કવાયતની અગાઉની આવૃત્તિ ફેબ્રુઆરીમાં બિકાનેરની મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં હાથ ધરવામાં આવી હતી.આ સંયુક્ત લશ્કરી કવાયત (Joint military exercise)દરમિયાન આઈસ-બ્રેકિંગ પ્રવૃત્તિઓના ભાગરૂપે ભારતીય સેના અને યુએસની સેના અલાસ્કાના અલમેન્ડોર્ફ રિચાર્ડસન સંયુક્ત બેઝ ખાતે કબડ્ડી, ફૂટબોલ અને વોલીબોલ મેચ રમતા જોવા મળ્યા હતા.

જુઓ વીડિયો

આ કવાયત બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવાની દિશામાં મહત્વનું પગલુ

ભારતીય સેના અધિકારીએ (Indian Army Officer) જણાવ્યુ હતું કે, “આ કવાયત બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવાની દિશામાં એક બીજું પગલું છે, આ કવાયતનો ઉદ્દેશ બંને સેનાઓ વચ્ચે સમજણ, સહકાર અને આંતર -કાર્યક્ષમતા વધારવાનો છે “ઉલ્લેખનીય છે કે, લશ્કરી કવાયતમાં આઈસ બ્રેકિંગની પ્રવુતિઓના ભાગ રૂપે આ મેચ રમવામાં આવી હતી.

આ પણ વાંચો : દેવેન્દ્ર ફડનવીસના નિવેદન પર પવારનો પલટવાર, ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાને લઈને કર્યો મોટો ખુલાસો

આ પણ વાંચો : Jammu-Kashmir: ઘૂસણખોરી અને ડ્રોનથી હથિયારોના સપ્લાયને કારણે હિંસા વધી, હવે આતંકવાદીઓ મુસ્લિમો સહિત બિન-કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે

g clip-path="url(#clip0_868_265)">