દેવેન્દ્ર ફડનવીસના નિવેદન પર પવારનો પલટવાર, ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાને લઈને કર્યો મોટો ખુલાસો

ફડણવીસે કહ્યુ કે, ઉદ્ધવે ભૂતકાળમાં ઘણી વખત કહ્યું હતું કે તેમણે તેમના દિવંગત પિતા બાળ ઠાકરેને વચન આપ્યું હતું કે તેઓ શિવ સૈનિક પાર્ટી કાર્યકરને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવશે.

દેવેન્દ્ર ફડનવીસના નિવેદન પર પવારનો પલટવાર, ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાને લઈને કર્યો મોટો ખુલાસો
Sharad Pawar & Devendra Fadnavis (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 12:52 PM

Maharashtra : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, જ્યારે બે વર્ષ પહેલા મહા વિકાસ આઘાડી સરકાર રચાઈ ત્યારે તેમણે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનવા આગ્રહ કર્યો હતો. પવારના નિવેદનના કલાકો પહેલા, ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) દાવો કર્યો હતો કે, ઠાકરેએ મુખ્યમંત્રી બનવાની તેમની મહત્વાકાંક્ષા ગુપ્ત રાખી હતી અને રાજ્યના વડા તરીકે “શિવસૈનિક” ની નિમણૂક કરવાની વાતોને ઢોંગ બતાવી હતી.

ભાજપે વધતા જતા ઈંધણના ભાવને લઈને મૌન ધારણ કર્યું છે

શરદ પવારે (Sharad Pawar) પુણે જિલ્લાના પિંપરી ચિંચવાડમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રની શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ત્રિપક્ષીય સરકારને અસ્થિર કરવા માટે વિવિધ એજન્સીઓનો આશરો લઈ રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, ભાજપે વધતી જતી ઈંધણની કિંમતોના મુદ્દે મૌન ધારણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ ઘટાડી રહી નથી ?

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ત્રણેય પક્ષોના નેતાઓએ ઠાકરેને પસંદ કર્યા

શરદ પવારે ફડનવીસના દાવા પર જવાબ આપતા કહ્યુ કે, “ત્રણેય પક્ષોની સર્વ સંમતિથી ઠાકરેને મુખ્યપ્રધાન (CM Uddhav Thackeray) તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.મારા સિવાય પણ ઘણા લોકોએ મહાવિકાસ અઘાડી સરકારમાં મહત્વનું યોગદાન આપ્યું છે. જ્યારે અમે MVA ની રચના અને ગઠબંધનના નેતૃત્વ પર ચર્ચા કરવા માટે બેઠક કરી હતી, ત્યારે મેં ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનવા કહ્યું હતું.શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે અને મારી વચ્ચે રાજકીય મતભેદો હતા, પરંતુ અમે એકબીજાની નજીક હતા.

MVA સરકાર અનૈતિક રીતે બનાવવામાં આવી : ફડણવીસ

વધુમાં તેમણે કહ્યું કે,” મહારાષ્ટ્ર માટે યોગદાન આપનાર વ્યક્તિનો પુત્ર મુખ્યમંત્રી(Chief Minister)  કેમ ન બની શકે ? અને મેં ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનવા વિનંતી કરી. ફડણવીસે ઉદ્ધવ સાથે કામ કર્યું છે તેથી તેઓ જાણે છે કે ઉદ્ધવ કેવા છે. તેમણે વારંવાર પૂછવાનું બંધ કરવું જોઈએ કે ઉદ્ધવ મુખ્યમંત્રી કેવી રીતે મુખ્યપ્રધાન બન્યા. તમને જણાવવુ રહ્યુ કે, તાજેતરમાં ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે MVA સરકાર અનૈતિક રીતે બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : કલમ 370 હટવાથી વિકાસનો માર્ગ બધા માટે ખુલ્યો, કાશ્મીરી હિન્દુઓનું કરાવવું પડશે પુનર્વસન: RSS પ્રમુખ મોહન ભાગવત

આ પણ વાંચો : Mumbai: પશ્ચિમ રેલ્વેની નવી પહેલ, ડ્રોન કેમેરાની મદદથી રાખવામાં આવશે રેલ્વે સ્ટેશનના દરેક ખુણા પર નજર

g clip-path="url(#clip0_868_265)">