અમેરીકામાં ભારતીયોનો ડંકો, ભારતીય મૂળના શાલિના કુમારની મિશીગનના જ્જ તરીકે નિમણૂંક

અમેરીકામાં ભારતીયોનો ડંકો, ભારતીય મૂળના શાલિના કુમારની મિશીગનના જ્જ તરીકે નિમણૂંક
શાલીના કુમાર

શાલિનાએ 1993માં મિશિગન વિશ્વ વિદ્યાલયમાંથી સ્નાતક કર્યુ હતુ અને 1996માં તેમણે યુનિવર્સિટી ઓફ ડેટ્રોઈટ-મર્સી સ્કૂલ ઓફ લૉમાંથી વકીલાતનો અભ્યાસ કર્યો હતો.

Bhavyata Gadkari

|

Jul 01, 2021 | 7:03 PM

ભારતીય મૂળના શાલિના ડી કુમારની (Indian-American Shalina D. Kumar) અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા મિશિગનના ફેડરલ જજ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. શાલિના અમેરીકામાં આ પદ મેળવવા વાળા પ્રથમ ભારતીય અને એશિયન બન્યા છે. આ વાતની જાણકારી વ્હાઈટ હાઉસ તરફથી આપવામાં આવી છે. શાલિનાને સિવિલ અને ક્રિમિનલ બંને કેસોમાં સારી જાણકારી છે.

જ્જ બન્યા પહેલા શાલિના સિવિલ વકીલ હતા. તેમણે 1997થી 2007 દરમિયાન પ્રેક્ટિસ પણ કરી છે. શાલિનાને હમણા સુધી ઘણા બધા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. તેઓ ઑકલેન્ડ કંટ્રી બાદ એસોસિએશનના સદસ્ય પણ છે. આ સિવાય તેઓ મિશિગન એસોસિએશન ઓફ જસ્ટીસના સદસ્ય પણ છે. વ્હાઇટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે શાલિનાને ભૂતકાળમાં જ્જ તરીકેનો અનુભવ છે. તેમને ફોજદારી ગુનાઓનો અનુભવ છે. શાલિના મિશિગનમાં પહેલા દક્ષિણ એશિયાઈ મૂળના જજ બનશે.

શાલિનાએ 1993માં મિશિગન વિશ્વ વિદ્યાલયમાંથી સ્નાતક કર્યુ હતુ અને 1996માં તેમણે યુનિવર્સિટી ઓફ ડેટ્રોઈટ-મર્સી સ્કૂલ ઓફ લૉમાંથી વકીલાતનો અભ્યાસ કર્યો હતો. મિશિગનના ભૂતપૂર્વ ગવર્નર જેનિફર ગ્રેનહોલે શાલિનાને 20 ઓગસ્ટ, 2007ના રોજ ઑકલેન્ડ કાઉન્ટીની છઠ્ઠી સર્કિટ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી હતી, જેથી ન્યાયાધીશ જીન શ્લેન્ઝની નિવૃત્તિના કારણે ખાલી પડેલી જગ્યા ભરાય. આ પછી, શાલીના 2008માં કોર્ટમાં ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ 2014માં તે ફરીથી ન્યાયાધીશ પદ માટે ચૂંટાઈ આવ્યા હતા.

આ પણ વાંચો – Rajkot: રોડ-રસ્તા મુદ્દે સ્થાનિક મહિલાઓએ જેતપુર નગરપાલિકાને ઘેરી, પાલિકાના ગ્રાઉન્ડમાં જ નાખ્યા ધામા

આ પણ વાંચો National Doctor’s Day : સીએમ રૂપાણીએ ડોકટરોને આપી શુભેચ્છા, કહ્યું ડોક્ટરો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો દિવસ

આ પણ વાંચો SURAT : SMC સંચાલિત SUMAN HIGH SCHOOLS માં ધોરણ-11 માં પ્રવેશ પ્રક્રિયા શરૂ, 24 નવા વર્ગો શરૂ કરાયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati