Khalistani Vs Khalsa: USAમાં ભારતીય રાજદૂતનો ખાલિસ્તાનીઓને જોરદાર જવાબ, જાણો શું કહ્યું?
ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુએ પશ્ચિમી દેશોમાં ખાલિસ્તાન સમર્થકોના ઉપદ્રવ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે શીખ ધર્મમાં ખાલસાનો અર્થ પણ સમજાવ્યો હતો.
પંજાબમાં કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહ પર પોલીસની કાર્યવાહી બાદ ખાલિસ્તાન સમર્થકોએ લંડન, બ્રિટિશ કોલંબિયા અને સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસોમાં તોડફોડ કરી હતી. થોડા દિવસો પછી યુ.એસ.માં ભારતના રાજદૂત, તરનજિત સિંહ સંધુએ કહ્યું કે, ખાલસા એ ‘એકજૂટ કરનારી તાકાત છે તે વિભાજનકારી તાકાત નથી’.
ભારતીય રાજદૂત સંધૂએ 9 એપ્રિલના રોજ વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં આ વાત કહી હતી, જ્યાં તેમને અન્ય ઘણા પ્રખ્યાત શીખો સાથે અમેરિકાના શીખો દ્વારા પ્રતિષ્ઠિત ‘શીખ હીરો એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. તેમના ભાષણ દરમિયાન સંધુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “બૈસાખી પર ગુરુ ગોવિંદ સિંઘ દ્વારા બનાવવામાં આવેલ ખાલસા, એકીકૃત શક્તિ છે, વિભાજન કરનારી શક્તિ નથી”. તેમણે કહ્યું કે શીખ ધર્મનો ઈતિહાસ મહત્વપૂર્ણ વિચાર અને મૂળભૂત સિદ્ધાંતો સાથે સંકળાયેલો છે, જેમાં એકતા, સમાનતા, પ્રામાણિક જીવન, સાર્વત્રિકતા, સેવા, ધ્યાન, મનની શાંતિ અને લોકો વચ્ચે સંવાદિતા જાળવવાનો સમાવેશ થાય છે.
અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં હોબાળો થયો હતો
યુ.એસ., કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં અલગતાવાદી જૂથો દ્વારા હિંસાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા સંધુએ કહ્યું કે “આપણે આપણા મૂળ મૂલ્યોને ધ્યાનમાં રાખવા જોઈએ, એવી રીતે નહીં જેવી રીતે કેટલાક તોફાની તત્વો ઑનલાઈન મીડિયાનો ઉપયોગ કરીને કરે છે.” તેમના ભાષણમાં સંધુએ ભારતના ઉદય અને અર્થતંત્ર, ડિજિટાઈઝેશન, સ્વાસ્થ્ય અને ઉદ્યોગસાહસિકતાના મુખ્ય ક્ષેત્રોમાં દેશની કેટલીક મોટી સિદ્ધિઓ પણ જણાવી હતી.
Vibrant colours, valuable connect!
Delighted to interact with the Indian community in #NewHampshire – professionals in healthcare, investment, tech and other areas. Appreciate their energy & enthusiasm to remain connected to roots. pic.twitter.com/lsVf1OYxje
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) April 7, 2023
ઉપદ્રવ ફેલાવનારા અલગતાવાદીઓ સામે કાર્યવાહી
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ભારત સરકાર અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ‘ખાલિસ્તાન’ના નામે ઉપદ્રવ ફેલાવનારા અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરશે. આ કાર્યવાહી હેઠળ ભારત, અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર હિંસામાં સામેલ ખાલિસ્તાનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. મહત્વનું છે કે, અમૃતપાલને પકડવા માટે પંજાબ પોલીસ પ્રયત્ન કરી રહી છે.