સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાની વિરુદ્ધ ભારત, ગુપ્ત મતદાનનો કર્યો વિરોધ

|

Oct 11, 2022 | 11:25 AM

રેકોર્ડ વોટનો પ્રસ્તાવ સ્વીકારાયા બાદ રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખના નિર્ણય સામે અપીલ કરી હતી. રશિયાની અપીલ પર રેકોર્ડ વોટ થયો અને ભારત સહિત 100 દેશોએ રશિયાની અપીલની વિરુદ્ધમાં વોટિંગ કર્યું.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાની વિરુદ્ધ ભારત, ગુપ્ત મતદાનનો કર્યો વિરોધ
UN General Assembly

Follow us on

યુક્રેનના (Ukraine) ચાર પ્રદેશો પર રશિયાના “ગેરકાયદેસર” કબજાને વખોડતા ડ્રાફ્ટ પર ભારતે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UN General Assembly, UNGA) માં ગુપ્ત મતદાનની રશિયાની (Russia) માંગ વિરુદ્ધ મતદાન કર્યું. ભારત સહિત 100થી વધુ દેશોએ જાહેર મતદાન માટે મતદાન કર્યું છે. જ્યારે ચીન અને ઈરાને મતદાનમાં ભાગ લીધો ન હતો. જોકે, ગુપ્ત મતદાનમાં 13 દેશોએ ભાગ લીધો હતો.

193-સભ્ય યુએન જનરલ એસેમ્બલીએ સોમવારે અલ્બેનિયાના ડ્રાફ્ટ ઠરાવ પર મતદાન કર્યું હતું. જેમાં રશિયાના “ગેરકાયદેસર કહેવાતા લોકમત” અને “દોનેસ્તાક, ખેરસન, લુહાન્સ્ક અને ઝાપોરિઝ્ઝ્યા પર ગેરકાયદેસર રીતે કબજો કરવાના પ્રયાસો” ને આકરા શબ્દોમાં વખોડવામાં આવ્યા હતા. જાહેર મતદાનની માંગ કરવામાં આવી હતી. જો કે રશિયાએ અલ્બેનિયાના પ્રસ્તાવ પર ગુપ્ત મતદાન કરવાની માંગ કરી હતી.

માત્ર 13 દેશો સમર્થનમાં રહ્યા

ભારત સહિત સંયુક્ત રાષ્ટ્રના 107 સભ્ય દેશોએ રેકોર્ડ વોટ (જાહેર મત) ની તરફેણમાં મતદાન કર્યું હતું, જેણે રશિયાની માંગને નકારી કાઢી હતી. માત્ર 13 દેશોએ ગુપ્ત મતદાનની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 39 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. ચીને પણ મતદાનમાં ભાગ લીધો ન હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રેકોર્ડ મત માટેની દરખાસ્ત સ્વીકારવામાં આવ્યા પછી, રશિયાએ જનરલ એસેમ્બલીના પ્રમુખના નિર્ણય સામે અપીલ કરી હતી. રશિયાની અપીલ પર રેકોર્ડ વોટ થયો અને ભારત સહિત 100 દેશોએ રશિયાની અપીલની વિરુદ્ધમાં વોટિંગ કર્યું. ત્યારબાદ રશિયાએ અલ્બેનિયા દ્વારા રેકોર્ડ વોટ માટે આગળ મૂકવામાં આવેલા ઠરાવને અપનાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની હાકલ કરી હતી.

જો કે, ભારત સહિત 104 દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યા બાદ જનરલ એસેમ્બલીએ પુનર્વિચાર ન કરવાનો નિર્ણય લીધો હતો. 16 દેશોએ આ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે 34 દેશોએ તેમાં ભાગ લીધો ન હતો.

રશિયન હુમલામાં 14 માર્યા ગયા

સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના સ્થાયી પ્રતિનિધિ, વેસિલી નેબેન્ઝિયાએ જણાવ્યું હતું કે યુએન “એક છેતરપિંડીનું સાક્ષી બન્યું જેમાં કમનસીબે જનરલ એસેમ્બલીના પ્રમુખે મુખ્ય ભૂમિકા ભજવી હતી.”

દરમિયાન, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સોમવારે રશિયાને યુક્રેનના ચાર પ્રદેશો પરનો પોતાનો કબજો પાછો ખેંચી લેવા માટે કહેવું કે કેમ તે અંગે ચર્ચા શરૂ કરી. આ ચર્ચા એવા સમયે શરૂ થઈ છે, જ્યારે રશિયાએ સોમવારે મિસાઈલ હુમલા દ્વારા યુક્રેનની રાજધાની કિવ સહિત તેના અનેક શહેરોને નિશાન બનાવ્યા હતા.

રશિયા દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. રશિયન રાજદૂતે આ ચર્ચાને રશિયા વિરોધી વલણને પ્રોત્સાહન આપવાનો એકતરફી પ્રયાસ ગણાવ્યો હતો અને ચર્ચાની નિંદા કરી હતી.

 

Next Article