આજથી ભારતના હાથમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન, જાણો ડરી ગયેલા પાકિસ્તાનને શુ કહ્યુ ?

પાકિસ્તાને ભારતની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રમુખપદ વિશે કહ્યું છે કે અમને આશા છે કે નવી દિલ્હી નિષ્પક્ષ રીતે કામ કરશે.

આજથી ભારતના હાથમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન, જાણો ડરી ગયેલા પાકિસ્તાનને શુ કહ્યુ ?
india became united nations security council president from today

યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) નુ અધ્યક્ષપદ 1 ઓગસ્ટથી સંપૂર્ણપણે ભારતના હાથમાં રહેશે. ભારત સમગ્ર એક મહિના માટે સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન ભારત દરિયાઈ સુરક્ષા, વૈશ્વિક શાંતિ અને આતંકવાદના મુદ્દે કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે. જ્યારથી પાકિસ્તાનને યુએનએસસીનું અધ્યક્ષસ્થાન ભારત સંભાળવાનુ છે તેવી ખબર પડી છે, ત્યારથી પડોશી દેશ પાકિસ્તાનને પેટ દુખવા લાગ્યું છે. હકીકતમાં, પાકિસ્તાન એ બાબતથી ભયભીત છે કે ભારત આતંકવાદ મુદ્દે તેમના હુમલો કરી શકે છે અને તેને વૈશ્વિક મંચ પર ઘેરી શકે છે.

પાકિસ્તાને શનિવારે આશા વ્યક્ત કરી હતી કે આંતરરાષ્ટ્રીય નિયમો અને માર્ગદર્શીકાઓનુ પાલન કરીને ભારત UNSC ની અધ્યક્ષતા કરશે. પાકિસ્તાની વિદેશ કાર્યાલય (FO) ના પ્રવક્તાએ ઓગસ્ટ મહિના માટે યુએન સિક્યુરિટી કાઉન્સિલનું અધ્યક્ષપદ સંભાળવાના ભારતને લગતા પ્રશ્નના જવાબમાં આમ કહ્યુ છે. પાકિસ્તાન સ્થિત વિદેશ કચેરીએ કહ્યું કે, ‘અમે આશા રાખીએ છીએ કે ભારત સુરક્ષા પરિષદના પ્રમુખપદ દરમિયાન સંબંધિત આંતરરાષ્ટ્રીય નિયમો અને માર્ગદર્શિકાઓનુ સંપૂર્ણ પાલન કરશે.

 શું કહ્યું પાકિસ્તાને ?
પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, UNSC ના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભારત વાજબી રીતે વર્તશે. તેમણે કહ્યું કે ભારત કાર્યકાળ દરમિયાન કાઉન્સિલના અધ્યક્ષપદના સંચાલનને લગતા સંબંધિત નિયમો અને ધોરણોનું પાલન કરશે. પાકિસ્તાન, કે જેણે દરેક જગ્યાએ કાશ્મીરનો રાગ આલાપ્યો છે, તો આ મુદ્દે પણ કાશ્મિરનો રાગ આલાપતા કહ્યું કે, ભારતે અધ્યક્ષસ્થાન સંભાળ્યું છે. તેથી અમે તેમને યાદ અપાવવા માગીએ છીએ કે તેમણે જમ્મુ -કાશ્મીર પર UNSC ના ઠરાવોનો અમલ કરવો જોઈએ.

ભારત માત્ર ઓગસ્ટ મહિનામાં જ નહી આગામી ડિસેમ્બર મહિનામાં પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રમુખપદે બિરાજમાન થશે. સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતની બે વર્ષની મુદત 1 જાન્યુઆરી, 2021 થી શરૂ થઈ હતી. ત્યારબાદ ભારત આગામી વર્ષે ડિસેમ્બરમાં સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે. આ બે વર્ષના સમયગાળામાં ભારત વૈશ્વિક સમસ્યારૂપી દરિયાઈ સુરક્ષા, વૈશ્વિક શાંતિ અને આતંકવાદના મુદ્દે કાર્યક્રમ આયોજન કરશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati