પૂર્વી લદ્દાખમાં તણાવવાળા વિસ્તારો પર વહેલી તકે ઉકેલ લાવવા સંમત થયા ભારત-ચીન

|

Nov 18, 2021 | 7:50 PM

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને પક્ષો વરિષ્ઠ કમાન્ડરોની આગામી (14મી) બેઠક વહેલી તકે યોજવા માટે પણ સંમત થયા છે. જો કે આ અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. તેમજ ચર્ચા દરમિયાન બંને પક્ષોએ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ખાતરી આપી છે.

પૂર્વી લદ્દાખમાં તણાવવાળા વિસ્તારો પર વહેલી તકે ઉકેલ લાવવા સંમત થયા ભારત-ચીન
File Photo

Follow us on

વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control) પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત-ચીન (India-China Border Dispute) બોર્ડર બાબત પર પરામર્શ અને સંકલન માટે ગુરુવારે રાજદ્વારી વાતચીત યોજાઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ સરહદના પશ્ચિમી સેક્ટરની સ્થિતિ પર સ્પષ્ટ અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને પક્ષો વરિષ્ઠ કમાન્ડરોની આગામી (14મી) બેઠક વહેલી તકે યોજવા માટે પણ સંમત થયા છે. 

 

જો કે આ અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. તેમજ ચર્ચા દરમિયાન બંને પક્ષોએ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ખાતરી આપી છે. પૂર્વીય લદ્દાખ (Ladakh) પર ભારત-ચીન રાજદ્વારી ચર્ચાના સંદર્ભમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને પક્ષોએ પશ્ચિમી ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની સ્થિતિ પર વિગતવાર અને સ્પષ્ટ રીતે ચર્ચા કરી હતી. બંને પક્ષો પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પડતર મુદ્દાઓના ઝડપી ઉકેલની જરૂરિયાત પર સંમત થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

શાંતિ મંત્રણાની આડમાં ચીનના નાપાક ઈરાદા

જો કે એક તરફ ચીન સૈન્ય અને રાજદ્વારી બેઠકોમાં સરહદ પર ચાલી રહેલા તણાવના ઝડપી ઉકેલની વાત કરી રહ્યું છે. બીજી બાજુ તે અવળચંડાઈ પણ કરી રહ્યું છે. ચીને તેની સરહદે ભૂતાનના લગભગ 24,700 એકર વિસ્તાર પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. તેની સાથે ભૂટાનમાં પણ ઘણા ગામો વસાવ્યા છે. બુધવારે સેટેલાઈટ ઈમેજરી એક્સપર્ટ્સ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં આ વાત સામે આવી છે.

 

ચીની સૈન્ય વિકાસના વૈશ્વિક સંશોધક @detresfaએ ટ્વિટર પર કેટલીક સેટેલાઈટ તસવીરો શેર કરી છે, જેમાં ચીનનું અતિક્રમણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે ચીને ભૂતાનના વિસ્તારમાં પોતાના ગામો બનાવી દીધા છે. ચીને ઓછામાં ઓછા 4 ગામ બનાવ્યા છે.

 

ચીન ભૂતાનમાં 100 ચોરસ કિલોમીટર (24,700 એકરથી વધુ)માં ફેલાયેલા તેના કેટલાક ગામડાઓનું નિમાર્ણ કરી રહ્યું છે. ભૂતાનમાં ચીનની ઘૂસણખોરીએ ભારતની ચિંતા વધારી છે. કારણ કે ભારતે ઐતિહાસિક રીતે ભૂતાનને તેની વિદેશ સંબંધોની નીતિ અંગે સલાહ આપી છે અને પોતાના સશસ્ત્ર દળોને તાલીમ આપવાનું ચાલુ રાખ્યું છે.

 

 

આ પણ વાંચો: મોટાપાયે ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતર અસલી છે કે નકલી? જાણો આ રીતથી

 

આ પણ વાંચો: એર પોલ્યૂશનથી તમારુ ખિસ્સુ થઈ રહ્યું છે ખાલી! વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લો આ રિપોર્ટ

Next Article