એર પોલ્યૂશનથી તમારુ ખિસ્સુ થઈ રહ્યું છે ખાલી! વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લો આ રિપોર્ટ

તમે વિચારી રહ્યા હશો કે વોલેટનું પ્રદુષણ સાથે કઈ રીતે કનેક્શન ? બની શકે તમે ક્યારેય આ પ્રકારે નહીં વિચાર્યું હોય, પરંતુ હવામાં ભળેલ ઝેરની સીધી અસર વોલેટ પર પડે છે. આ માત્ર અમે નથી કહેતા પરંતુ સ્ટડીઝ પણ આ જ કહે છે.

એર પોલ્યૂશનથી તમારુ ખિસ્સુ થઈ રહ્યું છે ખાલી! વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લો આ રિપોર્ટ
Air Pollution (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 6:32 PM

તમારા વોલેટનો પણ ઝેરી હવાથી શ્વાસ રૂંધાઈ રહ્યો છે. આ પ્રદુષણ (Air Pollution) ન માત્ર આપણી આંખો અને શ્વાસ લેવાનું મુશ્કેલ કરે છે પરંતુ તે વોલેટનો પણ દમ કાઢી રહ્યું છે. ત્યારે તમે વિચારી રહ્યા હશો કે વોલેટનું પ્રદુષણ સાથે કઈ રીતે કનેક્શન? બની શકે તમે ક્યારેય આ પ્રકારે નહીં વિચાર્યું હોય, પરંતુ હવામાં ભળેલ ઝેરની સીધી અસર વોલેટ પર પડે છે. આ માત્ર અમે નથી કહેતા પરંતુ સ્ટડીઝ પણ આ જ કહે છે.

આંકડાઓ શું કહે છે?

લેન્સેન્ટમાં પ્રકાશિત ડિસેમ્બર 2020નો અહેવાલ જણાવે છે કે 2019માં ઝેરી હવાને કારણે ભારતમાં 17 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા, જે દેશમાં કુલ મૃત્યુના 18% છે. આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો હવામાં ભળેલા ઝેરથી થનાર મોત અને બિમારીઓના કારણે 2019માં ઉત્પાદનને થયેલું નુકસાન જીડીપી (GDP)ના 1.4% હતું. રૂપિયામાં માપશો તો આશ્ચર્ય થશે. આ રકમ 2,60,000 કરોડ રૂપિયા થાય છે એટલે કે દેશને રોજનું 21,666 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

તેને આ રીતે સમજીએ નાણાકીય વર્ષ 2020-21ના બજેટમાં સ્વાસ્થ્ય માટે લગભગ 65,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. તેની સરખામણીમાં માત્ર પ્રદૂષણને કારણે જ જીડીપીમાં એક વર્ષમાં લગભગ ચાર ગણું વધુ નુકસાન થયું છે.

પરંતુ, શું આ નુકસાનને ટાળવાનો કોઈ રસ્તો છે?

IIT દિલ્હી (Delhi)ના સેન્ટર ફોર એટમોસ્ફેરિક સાયન્સના પ્રોફેસર અને ધ લેન્સેન્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલના સહ-લેખક સાગનિક ડેએ TV9ને જણાવ્યું હતું કે સ્વચ્છ ઊર્જા તરફ વળવાથી સ્વાસ્થ્ય અને આર્થિક બંને લાભ થશે અને એવું નથી કે માત્ર દિલ્હી-એનસીઆર (Air Pollution In Delhi)માં રહેતા લોકો જ ઝેરી હવાની અસરમાં આવી રહ્યા છે.

તેના બદલે ભારતના મોટાભાગના શહેરો અને ખાસ કરીને મેટ્રોપોલિટન શહેરો (Metropolitan cities)ભારે પ્રદૂષણના સંપર્કમાં છે. હવે તમે સમજી જ ગયા હશો કે જો ઝેરી હવા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરશે તો ખિસ્સું પણ ખાલી થઈ જશે. પરંતુ, પ્રદૂષણથી બચવાના ઉપાયોને કારણે માત્ર તમારું સ્વાસ્થ્ય જ નહીં, તમારું ખિસ્સુ પણ મુશ્કેલીમાં આવી શકે છે.

આ વખતે મામલો વધુ ગંભીર

દિલ્હીમાં સ્મોગને લઈને સુપ્રીમ કોર્ટ ખૂબ જ કડક છે. એનસીઆર (NCR)માં એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને દિલ્હીના 300 કિમીની ત્રિજ્યામાં આવેલા તમામ થર્મલ પાવર પ્લાન્ટને 30 નવેમ્બર સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. જો કે 5 પ્લાન્ટ્સને આ આદેશની બહાર રાખવામાં આવ્યા છે.

આવશ્યક ચીજવસ્તુઓ સિવાય કોઈ ટ્રક દિલ્હીની સરહદમાં પ્રવેશી શકશે નહીં. દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો ચાલી શકશે નહીં. સમગ્ર NCRમાં DG સેટના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કામકાજ પર અસર

પ્રદૂષણ પર નિયંત્રણ માટે સુપ્રીમ કોર્ટ જે રીતે કડક પગલાં લઈ રહી છે તેનાથી મોટી સંખ્યામાં લોકોનું કામ પણ ખોરવાઈ શકે છે. જો પ્રદૂષણને કારણે દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવું પડશે તો નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોની આજીવિકાને નુકસાન થશે. એટલે કે, જો આર્થિક ગતિવિધિઓ બંધ થઈ જશે તો કમાણીનો શ્વાસ પણ રૂંધાઈ શકે છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનની વ્હારે આવ્યું રશિયા, મદદ માટે હાથ લંબાવી માનવતાવાદી સહાય પૂરી પાડવા કરી પહેલ

આ પણ વાંચો: સીમાંત ખેડૂતોનો FPO દેશનું કૃષિ પરિદ્રશ્ય બદલી નાખશે: નરેન્દ્ર સિંહ તોમર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">