PM Modi In Sydney: સિડની ઇવેન્ટમાં ઑસ્ટ્રેલિયન PMએ, મોદીને ‘બોસ’ તરીકે સંબોધ્યા, કહ્યું “નરેન્દ્ર મોદી બોસ છે” જુઓ VIDEO
ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે, પીએમ મોદીના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું- પીએમ મોદી બોસ છે. પીએમ મોદીનું સ્વાગત કરવું એ સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરીને મને ખૂબ આનંદ થાય છે.
ભારતના પીએમ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ભારતીય મૂળના 20 હજાર લોકોને સંબોધિત કરવાના કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે પીએમ મોદીના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું- પીએમ મોદી બોસ છે. પીએમ મોદીનું સ્વાગત કરવું એ સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરીને મને ખૂબ આનંદ થાય છે.
તેમજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કહ્યું હતુ કે મારુ વડાપ્રધાન તરીકે મારું પ્રથમ વર્ષ છે, જે હું આજે ઉજવી રહ્યો છું. હું મારા મિત્ર વડા પ્રધાનને છ વખત મળ્યો છું, પરંતુ તેમની સાથે સ્ટેજ પર આ રીતે ઊભા રહેવા સિવાય બીજું કંઈ નથી, અહીં વડા પ્રધાન મોદીને આવકારવાનો આનંદ છે, પરંતુ મારે કહેવું છે કે અહીંની ઉષ્મા અને ઊર્જા આજે કોઈથી ઓછી નથી.
વડાપ્રધાન મોદી બોસ છે
તેમણે વધુમાં કહ્યું કે મેં છેલ્લી વખત બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનને આ મંચ પર જોયો હતો ત્યારે વડાપ્રધાન મોદીને જે પ્રકારનું આવકાર મળ્યો હતો તેવો ન હતો. વડાપ્રધાન મોદી બોસ છે. જ્યારે હું માર્ચમાં ભારતમાં હતો, ત્યારે તે એક અવિસ્મરણીય ક્ષણોથી ભરેલી સફર હતી, ગુજરાતમાં હોળીની ઉજવણી કરવી, દિલ્હીમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવી… હું જ્યાં પણ ગયો, ત્યાં મને ઓસ્ટ્રેલિયા અને ભારતના લોકો વચ્ચે ઊંડો સંબંધ જોવા મળ્યો. . જો તમારે ભારતને સમજવું હોય તો ટ્રેન અને બસમાં મુસાફરી કરો.
લિટલ ઇન્ડિયા” ગેટવેનો શિલાન્યાસ કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે સિડની સમુદાયના કાર્યક્રમમાં “લિટલ ઇન્ડિયા” ગેટવેનો શિલાન્યાસ કર્યો. તમને જણાવી દઈએ કે પીએમ મોદીનું સિડનીના ઓલિમ્પિક પાર્ક સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી-મોદીના નારા લાગ્યા. પીએમ મોદી સ્ટેડિયમમાં આવતા જ ત્યાં હાજર લોકોએ ઉભા થઈને તેમનું સ્વાગત કર્યું હતું.
જી-7 કોન્ફરન્સમાં પોતાની છાપ છોડ્યા બાદ પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમના સ્વાગત માટે અહીં સિડનીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી નવ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. ભારતીય મૂળના લોકો તેમનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પીએમ મોદીના સ્વાગત માટે આયોજિત કાર્યક્રમમાં હજારો ભારતીયો ભાગ લઈ રહ્યા છે.