Pakistan: ઇમરાનના રાજમાં ‘કંગાળ’ બનેલા પાકિસ્તાનમાં લૂંટ મચી હતી, નેતા અને મંત્રીઓની સંપત્તિમાં 200 ટકાનો વધારો

|

May 13, 2022 | 7:16 PM

સત્તાવાર આંકડા પ્રમાણે ઇમરાનની સરકારમાં કાર્યભાર સંભાળતા 6 મંત્રીઓને ચૂંટણી પંચ તરફથી વર્ષ 2019 અને વર્ષ 2020માં પણ નોટિસ મોકલવામાં આવી હતી.

Pakistan: ઇમરાનના રાજમાં કંગાળ બનેલા પાકિસ્તાનમાં લૂંટ મચી હતી, નેતા અને મંત્રીઓની સંપત્તિમાં 200 ટકાનો વધારો
IMRAN KHAN

Follow us on

ઇમરાન ખાની પાર્ટી પાકિસ્તાન તહરીક -એ- ઇન્સાફ (PTI) પાર્ટીના કેબિનેટમાં સામેલ આશરે એક ડઝન સભ્યોની સંપત્તિમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં (Pakistan)માં પોતાની સરકાર ભ્ર્ષ્ટાચાર પૂર્ણ કરવાના વાયદા સાથે ઇમરાન ખાને બનાવી હતી. પરંતુ એવું કરવામાં તે અસફળ રહ્યા હતા અને તેમણે સત્તાની બહારનો રસ્તો પણ જોવો પડ્યો અને હવે તો ઇમરાન ખાનની સરકાર દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની પોલ પણ ખૂલવા માંડી છે. સત્તાવાર દસ્તાવેજોને પગલે માહિતી મળી છે કે ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન-તહરિક-એ -ઇન્સાફના કેબિનેટમાં સામેલ આશરે એક ડઝન સભ્યોની સંપત્તિમાં વધારો થયો છે. ઇમરાનની પાર્ટીના નેતા આ નેતાઓ સાંસદ અને મંત્રીના રૂપમાં સરકારમાં સામેલ હતાઅને સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં તેઓએ મનભરીને લૂંટ કરી હતી.

સત્તાવાર દસ્તાવેજ પ્રમાણે હાઇ પ્રોફાઇલ પૂર્વ મંત્રીઓ શાહ મહમૂદ કુરેશી, શેખ રશીદ અહમદ, ઉમર અયૂબ ખાન, આજમ ખાન સ્વાતિ, ખુસરો બખ્તિયાર, ફૈસવા વાવદા, શફ્કત મહમૂદ, ફહમીદા મિર્ઝા, જુબૈદા જલાલ, મહબૂબ સુલ્તાન અને તારિક ચીમાની સંપત્તિમાં ઘણો વધારો થયો છે. તો બીજી તરફ સરકારે એ તરફ ધ્યાન આપ્યું અને કેટલાક પૂર્વ મંત્રીઓને નોટિસ પાઠવી છે.

બીજી તરફ હવે સરકાર એ તપાસ કરી રહી છે કે આ લોકોની સંપત્તિમાં વધારો શા કારણથી થયો છે તેની જાણકારી સરકારને આપવામાં આવે. આ અંગેના જવાબમાં પૂર્વ મંત્રીઓએ કહ્યું કે આવું એટલા માટે થયું છે કારણ કે તેઓ તેમની સંપત્તિની જાણકારી શરૂઆતમાં નોંધી નહોતા શક્યા અને સમય સાથે સંપત્તિની વધતી કિંમતને ધ્યાનમાં રાખવામાં આવી નહોતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઘણા મંત્રીઓને મોકલવામાં આવી છે નોટિસ

પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સરકારમાં મંત્રી રહી ચૂકેલા નેતાઓ દ્વારા પાકિસ્તાનના ચૂંટણી પંચ અને દેશા ટેક્સ અધિકારીઓને આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ઘણા મહિના સુધી આ તપાસ કરવામાં આવી તેના કારણે ખબર પડી કે પૂર્વ મંત્રીઓની સંપત્તિમાં ઘણો વધારો થયેલો જોવા મળી રહ્યો છે.

સત્તાવાર આંકડા પ્રમાણે ઇમરાનની સરકારમાં કાર્યભાર સંભાળતા 6 મંત્રીઓને ચૂંટણી પંચ તરફથી વર્ષ 2019 અને વર્ષ 2020માં પણ નોટિસ મોકલવામાં આવી હતી. પૂર્વ વિદેશ મંત્રી કુરૈશી એક દાયકા સુધીમાં સંસદમાં રહ્યા હતા અને બે વાર કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. 2014થી વર્ષ 2019 સુધીમાં તેમની સંપત્તિમાં 241 ઘણો વધારો થયો હતો.

200 ટકા સુધી વધી નેતાઓની સંપત્તિ

પૂર્વ ગૃહ મંત્રી શેખ રાશિદની સંપત્તિ 2014થી 2019 દરમિયાન 278.68 ટકા વધી. તો પૂર્વ મંત્રી ઉમર અયૂબ ખાન અને તેમની પત્નીની સંપત્તિમાં 5 વર્ષમાં 203 ટકાનો વધારો નોંધાયો છે.

Next Article