AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા અને યુક્રેન વચ્ચે સંભવિત યુદ્ધના કારણે ચિંતામાં ઇમરાન ખાન, આખરે આ યુદ્ધથી પાકિસ્તાનને કેવી રીતે થશે નુકસાન ?

રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ ચરમસીમા પર છે. અમેરિકાનો દાવો છે કે આવતા મહિને યુક્રેન પર હુમલો થઈ શકે છે. યુદ્ધની અસર પાકિસ્તાન પર પણ જોવા મળી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે સંભવિત યુદ્ધના કારણે ચિંતામાં ઇમરાન ખાન, આખરે આ યુદ્ધથી પાકિસ્તાનને કેવી રીતે થશે નુકસાન ?
ukraine-russia war- Imran khan (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 10:32 AM
Share

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને (Russia Ukraine Tensions) કારણે ફરી એકવાર બે મોટા દુશ્મન દેશ રશિયા અને અમેરિકા સામ-સામે આવી ગયા છે. એક તરફ શાંતિ અને ઉકેલની વાતો થઈ રહી છે. તો બીજી તરફ બંને દેશો ખુલ્લેઆમ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. આ વિવાદ પાકિસ્તાન (Pakistan) જેવા અન્ય દેશોને પણ અસર કરી શકે છે, જેની અર્થવ્યવસ્થા અમેરિકા અને રશિયા જેવા મોટા દેશોની આયાત પર નિર્ભર છે. પાકિસ્તાની મીડિયાના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ તણાવની અસર પાકિસ્તાન પર પણ પડી શકે છે. રશિયા તો કહી રહ્યું છે કે તે યુક્રેન પર હુમલો નહીં કરે, પરંતુ તેણે સરહદ પર એક લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. જ્યારે અમેરિકાનું કહેવું છે કે, ફેબ્રુઆરી સુધીમાં યુક્રેન પર હુમલો કરવામાં આવશે.

આ દરમિયાન અમેરિકાના 200 સૈનિક લ્વિવ પહોંચી ગયા છે. આ શહેર પોલેન્ડ સાથે જોડાયેલ છે. આ સૈનિકો યુક્રેનિયન સૈનિકોને રોકેટ લોન્ચર અને અન્ય પ્રકારના યુદ્ધ ચલાવવા માટે તાલીમ આપી રહ્યા છે. પૂર્વ યુરોપ અને પશ્ચિમ વચ્ચેની આ આગની જ્વાળા પાકિસ્તાન સુધી જઈ શકે છે. આ સમય પાકિસ્તાન માટે રાજકીય અને નાણાકીય તણાવથી ભરેલો છે. એક દેશની તરફેણ કરવી તેના માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. પાકિસ્તાન રશિયા સાથે દોસ્તી વધારી રહ્યું છે. તેથી તે આ મામલે કંઈ ન કહીને છટકી શકે તેમ નથી. તેણે રશિયા કે અમેરિકા વચ્ચે પસંદગી કરવાની છે.

પાકિસ્તાની ચલણમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે

પાકિસ્તાની વેબસાઈટ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પાકિસ્તાને 100 ડોલર પ્રતિ બેરલ તેલની કિંમત માટે તૈયાર રહેવું જોઈએ. અહીં તેની કિંમત પહેલેથી જ 90 થી ઉપર છે. પાકિસ્તાન સરકાર ચિંતિત છે કે તેલની વધતી કિંમતોની દેશના વિકાસ પર અસર પડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો આયાત ઘટાડીને નિકાસ વધારવામાં નહીં આવે તો પાકિસ્તાની ચલણ પર દબાણ વધશે અને 200 પાકિસ્તાની રૂપિયા એક ડોલરની બરાબર થઈ જશે.

2 અરબ ડોલરનો ફટકો પડી શકે છે.

ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પાકિસ્તાન પર મોંઘવારીનો પ્રભાવ એવો હશે કે તે લાંબા સમય સુધી તેની અસર છોડશે નહીં. જો થોડા મહિનાઓ સુધી તેલના ભાવમાં 10-20 ડોલરનો વધારો થાય તો પાકિસ્તાનને એકથી બે અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. કારણ કે ચલણ પહેલાથી જ ખરાબ રીતે ઘટી ગયું છે. તેના કારણે પાકિસ્તાનમાં અન્ય તમામ સમસ્યાઓ ઉભી થશે.

આ પણ વાંચો : Viral video : જ્યારે બે યુવક એસ્કેલેટર પર ચડવા લાગ્યા ઊંધા, વિડિયો જોઈને લોકો બોલ્યા કેટલા તેજસ્વી લોકો છે

આ પણ વાંચો : Budget 2022 Share Market Updates : બજેટ પૂર્વે બજારમાં મજબૂત કારોબાર, પ્રારંભિક કારોબારમાં Sensex માં 500 અંકનો ઉછાળો

g clip-path="url(#clip0_868_265)">