Imran Khan : પાકિસ્તાનના વડાપ્રધાન પાસે ઘર ચલાવવાના પણ પૈસા નથી ! મિત્ર પાસેથી લે છે દર મહિને આટલા રૂપિયા…

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ઘર ચલાવવા માટે તેમના સહયોગી પાસેથી દર મહિને 50 લાખ રૂપિયા લેવાના આરોપમાં ફસાયા છે.

Imran Khan : પાકિસ્તાનના વડાપ્રધાન પાસે ઘર ચલાવવાના પણ પૈસા નથી ! મિત્ર પાસેથી લે છે દર મહિને આટલા રૂપિયા...
Imran Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 7:51 PM

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાન (Imran khan) પાસે ઘરનો ખર્ચ ચૂકવવાના પણ પૈસા નથી અને તેમના રાજકીય સાથીદારો પાસેથી દર મહિને લાખો રૂપિયા લઈ રહ્યા છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના (PTI) પૂર્વ સભ્ય નિવૃત્ત જજ વજીહુદ્દીન અહેમદે આ વાતનો ખુલાસો કર્યો છે. વજીહુદ્દીનના આ ખુલાસા બાદ પાકિસ્તાનમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઈમરાનના નજીકના સાથી જહાંગીર ખાન તારીન પર આ પૈસા આપવાનો આરોપ છે. તારીને આ વાતનો ઈન્કાર કર્યો છે, પરંતુ વજીહુદ્દીન પોતાના દાવા પર અડગ છે.

ગુરુવારે વજીહુદ્દીને બદનક્ષીનો દાવો કરવાની તારીનની ધમકી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે જો કોઈ બદનક્ષીનો દાવો કરવા માંગે છે તો તેણે કોર્ટના દરવાજા ખુલ્લા હોવાથી તેમ કરવું જ જોઈએ. વજીહુદ્દીને આ ટીપ્પણીઓ કરાચીમાં MQMની ઓફિસમાં કરી હતી જ્યાં તે અગમ્ય કારણોસર મળવા ગયો હતો. આ પહેલા વજીહુદ્દીને દાવો કર્યો હતો કે તરીન ઈમરાન ખાનના ઘરના ખર્ચને પહોંચી વળવા દર મહિને 50 લાખ રૂપિયા આપે છે.

ખાંડ કૌભાંડમાં તરીન સામે કોઈ પગલાં લેવાયા નથી જોકે, વજીહુદ્દીને પોતાના નિવેદનના સમર્થનમાં કોઈ પુરાવા આપ્યા નથી. તેમણે કહ્યું, ‘આ માનવું સંપૂર્ણપણે ખોટું છે કે વડાપ્રધાન ઈમરાન ખાન આર્થિક રીતે ઈમાનદાર છે. તેની હાલત એવી છે કે છેલ્લા ઘણા સમયથી તે પોતાના ઘરનો ખર્ચ ઉઠાવી શકતો નથી. તરીને વજીઉદ્દીનના નિવેદનને નકારી કાઢ્યું છે અને કહ્યું છે કે તેણે ઈમરાન ખાનનું ઘર ચલાવવા માટે એક પૈસો પણ ચૂકવ્યો નથી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

જહાંગીર તારીન એક વિવાદાસ્પદ ઉદ્યોગપતિ છે અને તે ઘણી ખાંડ મિલોના માલિક છે. વજીહુદ્દીને કહ્યું કે બિઝનેસમેન તારીન પાસે પોતાના નિવેદનનું ખંડન કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેમણે કહ્યું કે આ ખર્ચ ક્યાંય નોંધવામાં આવતા નથી અને તેથી જ તેને રદિયો આપવો સરળ છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશે કહ્યું કે ખાંડ કૌભાંડમાં તારીન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

તારીને તેના એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘ઈમરાન ખાન સાથેના મારા સંબંધોની હાલની સ્થિતિ હોવા છતાં સત્ય કહેવું જ જોઇએ. નવા પાકિસ્તાનના નિર્માણમાં પીટીઆઈને મદદ કરવા માટે મેં મારાથી બને તેટલું કર્યું પરંતુ ઈમરાન ખાનના ઘરના ખર્ચ માટે ક્યારેય એક પૈસો પણ ચૂકવ્યો નથી. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન સાથે સારા સંબંધો ન હોવાના કારણે વજીહુદ્દીને 2016માં પીટીઆઈમાંથી રાજીનામું આપી દીધું હતું.

આ  પણ વાંચો : Asian Champions Trophy : ભારતે પાકિસ્તાનને 3-1થી હરાવ્યું, ટુર્નામેન્ટમાં બીજી જીત હાંસલ કરી

આ પણ વાંચો : લગ્ન બાદ કરણવીર સાથે રોમાન્સ કરતી જોવા મળી અંકિતા લોખંડે, ત્યારે જ થઇ પતિ વિક્કી જૈનની એન્ટ્રી, પછી શું થયું જુઓ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">