અંકિતા લોખંડે (Ankita Lokhande) અને વિક્કી જૈન (Vicky Jain) છેલ્લા કેટલાક દિવસોથી તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. બંનેએ 14 ડિસેમ્બરે મુંબઈમાં ભવ્ય લગ્ન કર્યા હતા. મહેંદીથી લઈને રિસેપ્શન સુધી વિક્કી અને અંકિતાએ લગ્નના તમામ ફંક્શન શાનદાર રીતે કર્યા હતા. હવે લગ્ન પછી પણ બંનેની પાર્ટી ખતમ નથી થઈ રહી. હવે ગુરુવારે અંકિતા અને વિકીએ પાર્ટી યોજી હતી.આ પાર્ટીમાં અંકિતા અને વિક્કીએ તેમના મિત્રોને ઘરે બોલાવ્યા હતા.આ દરમિયાન વિક્કી અને અંકિતાએ નાઈટ સૂટ પહેર્યા છે.
જેમાં વિક્કીના નાઈટ સૂટ પર મિસ્ટર જૈન અને અંકિતાના નાઈટ સૂટ પર શ્રીમતી જૈન લખેલું છે. આ પાર્ટીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કરણવીર બોહરા, (Karanvir Bohra) દલજીત કૌર પણ પાર્ટીમાં સામેલ થયા હતા.
કરણવીરે વિક્કી અને અંકિતા સાથેનો એક ફની વીડિયો પણ શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કરણવીર અંકિતાનો હાથ પકડીને તેની સાથે ફ્લર્ટ કરી રહ્યો છે. ત્યારે પાછળથી વિક્કી જૈન આવે છે અને તેને બાજુમાં જવાનું કહે છે અને પછી અંકિતા સાથે નીકળી જાય છે. આ પછી અંકિતા કરણવીરને પોતાનો નાઈટસુટ બતાવે છે જેમાં શ્રીમતી જૈન લખેલું છે.
View this post on Instagram
વીડિયો શેર કરતાં કરણવીરે લખ્યું, હેલો મિસ્ટર એન્ડ મિસિસ જૈન. ફેન્સની સાથે સેલેબ્સ પણ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે કેટલાક લોકો આ વીડિયો માટે અંકિતાને ટ્રોલ પણ કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે તે કંઈક વધી ગયું છે, તો કેટલાક ટિપ્પણી કરી રહ્યા છે, તે ઓવર ઍક્ટિંગ વધુ લાગે છે.
એકબીજાને મોંઘીદાટ ભેટ આપી અંકિતા અને વિક્કીએ લગ્ન પછી એકબીજાને લક્ઝરી ગિફ્ટ્સ આપી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિક્કીએ અંકિતા લોખંડેને માલદીવમાં એક પ્રાઈવેટ વિલા આપ્યો છે. જેની કિંમત 50 કરોડ આંકવામાં આવી રહી છે. તે જ સમયે, અંકિતાએ વિક્કીને એક યાટ ગિફ્ટ કરી છે, જેની કિંમત 8 કરોડ છે.
રાયપુર રિસેપ્શન રદ વિક્કી રાયપુરનો છે, તેથી તેણે રાયપુરમાં પણ અંકિતા સાથે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. પરંતુ જે ઝડપે કોરોના અને ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે તે જોતા બંનેએ રાયપુરનું રિસેપ્શન રદ્દ કરવાનું વિચાર્યું છે. જ્યારે કોવિડના કેસ ઓછા થશે, ત્યારે બંને રાયપુરમાં રિસેપ્શન યોજશે.
આ પણ વાંચો : જો આ એક લક્ષણ પણ જોવા મળે તો થઇ જાવ સાવધાન ! વૈજ્ઞાનિકોએ Omicron Variantને લઈને આપી મહત્વપૂર્ણ જાણકારી
આ પણ વાંચો : RRR Movie : RRRના લોન્ચ પર કરણ જોહર હોસ્ટ કરશે ફિલ્ટર કોફી વિથ કરણ, જુનિયર એનટીઆર અને આલિયા ભટ્ટ રહેશે હાજર