Bhavnagar: પોલીસે બે શખ્સોની પિસ્તોલ તેમજ દેશી તમંચા સાથે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મમલો
સિહોર પોલીસે બે શખ્સોને હથિયાર સાથે ઝડપી લેતા સમગ્ર ભાવનગર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
Bhavnagar: આગામી દિવસોમાં સાતમ-આઠમના તહેવારો ચાલુ થઈ રહ્યા છે. ત્યારે આ તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે તહેવારો પૂર્ણ થાય તે માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી રહી છે. જેમાં સિહોર પોલીસે બે શખ્સોને હથિયાર સાથે ઝડપી લેતા સમગ્ર ભાવનગર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
સિહોર સુરકા દરવાજા પાસેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સિહોરના જ બે શખ્સોને બે પિસ્તોલ તેમજ ત્રણ દેશી તમંચા અને સાત જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આ શખ્સોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
ભાવનગર જિલ્લાના સિહોર પોલીસને ગેરકાયદે હથિયારો એક નહીં પણ 5 હથિયારો ઝડપી પાડી જિલ્લામાં ગેરકાયદે હેરફેર થતાં હથિયારનો મોટો પર્દાફાશ કરી નાખ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સિહોર પોલીસને બાતમી મળી હતી કે, એક લાલ કલરના હીરો ગ્લેમર મોટર સાઈકલ લઈ બે ઈસમો જઈ રહ્યા છે.
અને આ બે ઇસમોએ પોતાના પેન્ટના નેફામાં પીસ્ટલ રાખી જી આઇડી.સી તરફ જઈ રહ્યા છે. જે બાતમી આધારે પોલીસ વોચમાં હતી તે દરમિયાન ઉપરોક્ત બાતમીવાળુ મોટર સાઈકલ નીકળતા તેને રોકી બન્ને ઇસમોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી એક ભગીરથભાઇ અરવિદભાઇ મકવાણા (ઉંમર 19) પાસેથી બે દેશી તમંચા તથા ત્રણ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા.
તેમજ અન્ય ઇસમ મોસીન ઉર્ફે મોચો યુસુફભાઇ લાખાણી (ઉંમર 27) પાસેથી એક દેશી તમંચો તથા બે પીસ્ટલ તથા ચાર જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. આમ શિહોર પોલીસને ત્રણ દેશી તમંચા, બે પીસ્ટલ તથા સાત જીવતા કાર્ટીસ અને એક બાઈક મળી કુલ 71,000 રૂપિયાનો મુદ્દામાલ સાથે બે ઇસમોને કોઇ અઘટીત બનાવ બનતા પહેલા પકડી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
હાલતો આ બન્ને આરોપીઓને ઝડપી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. જેમાં આ શખ્સો આટલા હથિયાર ક્યાંથી લાવ્યા, કોને આપવાના હતા, શું કોઈ ઘટનાને અંજામ આપવાના હતા, કે પછી હથિયાર વેચવાનો ધંધો કરતા હતા? અત્યાર સુધી અગાઉ કોને હથિયાર વેચ્યા છે? જેવી અનેક બાબતોમાં પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી દીધેલ છે. હજુ કોઈ મદદગારી હતા કે નહિં, હજુ તપાસના અંતે આ ગેરકાયદે હથિયાર ને લઇને અનેક રહસ્યો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહિ છે.