UK સાથે ભારતની મહત્વપૂર્ણ બેઠક, MHAએ ભારત વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન પર વ્યક્ત કરી ચિંતા

વાટાઘાટો દરમિયાન હોમલેન્ડ સિક્યોરિટી, સાયબર સિક્યુરિટી, પ્રત્યાર્પણની બાબતો સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભારત સરકારે યુકે સત્તાવાળાઓને ભારત સંબંધિત પ્રત્યાર્પણના કેસોને ઝડપી બનાવવા વિનંતી કરી હતી.

UK સાથે ભારતની મહત્વપૂર્ણ બેઠક, MHAએ ભારત વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન પર વ્યક્ત કરી ચિંતા
Important meeting of India with UK
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 8:34 PM

ભારત (India) અને બ્રિટનના ગૃહ મંત્રાલય (Ministry Of Home Affairs) વચ્ચે ફરી એકવાર વાતચીત થઈ છે. મીટિંગના ચોથા રાઉન્ડમાં ભારતે કહ્યું કે યુકેમાં કેટલાક ઉગ્રવાદીઓ અને કટ્ટરપંથી તત્વોએ ભારત વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. ભારતે પણ યુકે સમક્ષ આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે ભારતે યુકે સરકારને આવા તત્વોની ગતિવિધિઓ પર નજર રાખવા અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે યુનાઈટેડ કિંગડમ સાથેની ચોથી રાઉન્ડની બેઠક આજે વર્ચ્યુઅલ મોડમાં યોજાઈ હતી. વાટાઘાટો દરમિયાન હોમલેન્ડ સિક્યોરિટી, સાયબર સિક્યુરિટી, પ્રત્યાર્પણની બાબતો સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભારત સરકારે યુકે સત્તાવાળાઓને ભારત સંબંધિત પ્રત્યાર્પણના કેસોને ઝડપી બનાવવા વિનંતી કરી હતી.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

તાજેતરમાં, બ્રિટિશ સરકાર ભારત સાથે મુક્ત વેપાર કરાર તરફ આગળ વધી છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું હતું કે ભારતની તેજીની અર્થવ્યવસ્થા સાથે વેપાર સોદો બ્રિટિશ વ્યવસાયો, કામદારો અને ઉપભોક્તાઓને ઘણો લાભ આપે છે. અમે ભારત સાથેની અમારી ઐતિહાસિક ભાગીદારીને આગલા સ્તર પર લઈ જઈશું. યુકેની સ્વતંત્ર વેપાર નીતિ નોકરીઓનું સર્જન કરી રહી છે, વેતનમાં વધારો કરી રહી છે અને સમગ્ર દેશમાં નવીનતાને વેગ આપી રહી છે.

તમને જણાવી દઈએ કે ભારત મુક્ત વેપાર કરારો દ્વારા વિદેશી બજારોમાં પરસ્પર અને સમાન પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના માટે દેશ તેના વેપારી ભાગીદારો સાથે વાટાઘાટો કરી રહ્યો છે. ભારત હાલમાં બ્રિટન સિવાય સંયુક્ત આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વાટાઘાટો કરી રહ્યું છે.

જોન્સનનું નિવેદન આંતરરાષ્ટ્રીય વેપાર માટે તેમની સેક્રેટરી ઓફ સ્ટેટ એન-મેરી ટ્રેવેલ્યને કહ્યું છે કે 2050 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આમાં લગભગ 25 કરોડ લોકોનો મધ્યમ વર્ગ હશે, જે શોપિંગની દ્રષ્ટિએ એક મોટો વર્ગ હશે. અમે બ્રિટિશ ઉત્પાદકો માટે આ વિશાળ નવું બજાર ખાદ્યપદાર્થો અને પીણાંથી લઈને સેવાઓ અને ઓટોમોટિવ સુધીના ઉદ્યોગોની શ્રેણીમાં ખોલવા માંગીએ છીએ.

આ પણ વાંચો –

ન્યુઝીલેન્ડમાં સંસદની બહાર પ્રદર્શનકારીઓ એકઠા થયા, પોલીસે દેખાવકારોની કરી ધરપકડ

આ પણ વાંચો –

ચીનની સરહદ પાસે ઉત્તર કોરિયાનો ‘ગુપ્ત બેઝ’, સેટેલાઇટ તસવીરો સામે આવી, અમેરિકાને નિશાન બનાવતી મિસાઇલોનો કરવામાં આવ્યો સંગ્રહ

આ પણ વાંચો –

ચીનમાં અભ્યાસ કરી રહેલા 140 થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર પાસેથી માંગ્યો જવાબ, જાણો સમગ્ર મામલો

g clip-path="url(#clip0_868_265)">