જો તમે વિદેશમાં સ્થાયી થવા માગતા હો તો આ દેશ તમને રહેવા માટે સામેથી આપશે પૈસા !
અમુક દેશ એવા છે જ્યાં રહેવા માટે તમને સામેથી પૈસા આપશે. વાસ્તવમાં કેટલાક દેશો ત્યાં સ્થાયી થવાના બદલામાં લાખો રૂપિયા અને ઘણી સુવિધાઓ આપે છે. આ દેશોની સરકારો દેશના વિકાસ માટે આ કામ કરે છે.
વિદેશ (Abroad)માં રહેવું એ હર કોઈનું સ્વપ્ન હોય છે. રહેવા માટે સારી અને સુંદર જગ્યાની લોકોને હંમેશા તલાશ હોય છે. ત્યારે અમુક દેશ એવા છે જ્યાં રહેવા માટે તમને સામેથી પૈસા આપશે. વાસ્તવમાં કેટલાક દેશો ત્યાં સ્થાયી થવાના બદલામાં લાખો રૂપિયા અને ઘણી સુવિધાઓ આપે છે. આ દેશોની સરકારો દેશના વિકાસ માટે આ કામ કરે છે. તો ચાલો જાણીએ આ દેશો વિશે જ્યાં શિફ્ટ થયા પછી તે દેશ તમને સામેથી પૈસા આપશે.
અલાસ્કા, યુએસએ (Alaska, USA)
જો તમે પ્રદૂષણ મુક્ત, સ્વચ્છ વાતાવરણ શોધી રહ્યા છો, તો યુ.એસ.માં સ્થિત અલાસ્કા રાજ્ય તમારા રહેવા માટે વધુ સારો વિકલ્પ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ જગ્યાએ લોકોનું સ્થળાંતર ઘણું વધી ગયું છે અને હજુ પણ અમેરિકી સરકાર ઈચ્છે છે કે આ જગ્યાએ વધુને વધુ લોકો વસવા જોઈએ. અહીંની સરકાર તમને રહેવા માટે 2000 ડોલર આપે છે. આ સાથે અલાસ્કામાં ઘર મેળવવું તમારા માટે ઘણું સસ્તું હશે. જો તમે પણ સિનિક બ્યુટીના શોખીન છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે.
કેન્ડેલા, ઇટાલી (Candela, Italy)
આમ તો ઈટાલી મોંઘો દેશ છે, પરંતુ તેનો અમુક હિસ્સો એવો છે જ્યાં વસ્તી બહુ ઓછી છે. જેના કારણે સરકાર તમને અહીં રહેવા માટે પૈસા આપે છે. Candela પણ તે જગ્યાઓમાંથી એક છે. આ દેશમાં ઘણા વર્ષોથી સતત લોકોની અછત છે, આ અછત એટલી છે કે સરકાર હવે આ જગ્યાને ફરીથી વસાવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં રહેવાથી, તમને ખૂબ જ સસ્તા ભાવે ઘરો મળશે, જેની કિંમત 7500 યુરો સુધી છે. જો તમે પરિવાર સાથે આ જગ્યાએ શિફ્ટ થાવ છો, તો સરકાર તમને $2000 સુધીની મદદ કરશે.
વર્મોન્ટ, અમેરિકા (Vermont, USA)
જો તમે અમેરિકામાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો, તો તમે વર્મોન્ટમાં પણ શિફ્ટ થઈ શકો છો. વર્મોન્ટમાં લાંબા સમયથી કામ કરવા માટે લોકોની અછત છે, જેના કારણે ત્યાંની સરકાર ઈચ્છે છે કે લોકો ત્યાં આવીને સ્થાયી થાય. જેથી કામદારોની અછતને પૂરી કરી શકાય. તમે વર્કિંગ વિઝા પર આ દેશમાં જઈ શકો છો, જ્યારે તમે શિફ્ટ કરો છો ત્યારે અહીંની સરકાર તમને ઘણી સારી સુવિધાઓ આપે છે. વર્મોન્ટમાં સારી શિક્ષણ અને આરોગ્ય પ્રણાલીઓ ઉપલબ્ધ છે.
દક્ષિણ કોરિયા (South Korea)
દક્ષિણ કોરિયા પણ એશિયામાં ખૂબ જ સુંદર દેશ છે. આ દેશમાં શિફ્ટ થવું પણ તમારા માટે ખૂબ જ સારી તક છે. જો તમારું અંગ્રેજી સારું હશે તો તમને અહીં ખૂબ જ સરળતાથી નોકરી મળી જશે. આ સિવાય અહીં તમને તમામ સુવિધાઓ ખૂબ જ સરળતાથી મળી જાય છે. તમને અહીં સારું શિક્ષણ મળે છે અને સાથે સાથે રહેવા માટે સારું વાતાવરણ પણ મળે છે. અહીં રહીને તમે વર્કિંગ વિઝા પર તમારું જીવનનિર્વાહ કરી શકો છો.
થાઈલેન્ડ (Thailand)
એશિયામાં આવેલો દેશ થાઈલેન્ડ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ દેશ વધુ લોકોને અહીં શિફ્ટ કરવા માટે આકર્ષી રહ્યો છે. થાઈલેન્ડ તેના દેશમાં વેપાર અને સંસ્કૃતિ બંનેને પ્રોત્સાહન આપવા માંગે છે, જેના માટે તેને તેના દેશમાં વધુ લોકોની જરૂર છે. તમે આ દેશમાં સ્થાયી થવા વિશે પણ વિચારી શકો છો, કારણ કે અહીં રહેવાનો ખર્ચ અન્ય દેશો કરતા ઘણો ઓછો છે. આ સાથે, તમે આ દેશમાં સસ્તા ભાવે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ સરળતાથી મેળવી શકો છો.
વિયેતનામ (Vietnam)
ચીનની નજીક સ્થિત એશિયાઈ દેશ વિયેતનામ ખૂબ જ સુંદર છે. છેલ્લા ઘણા વર્ષોમાં વિયેતનામની અર્થવ્યવસ્થામાં ઘણો વિકાસ થયો છે, જેના પછી આ દેશ પણ અહીં પોતાનો બિઝનેસ વધુ વિકસાવવા માંગે છે. જો તમે અહીં રહો છો, તો તમને ખૂબ જ સરળતાથી નોકરી મળી જશે, આ સિવાય અહીં શિક્ષણ અને આરોગ્યની સુવિધા અન્ય દેશોની તુલનામાં ઘણી સારી છે. જો તમે આ દેશમાં શિફ્ટ થાવ છો, તો તમે સુંદર દેશની મુલાકાત પણ લઈ શકો છો.
ન્યૂ હેવન સિટી (New Haven City)
ન્યૂ હેવન સિટી લોકોને તેમના સ્થળાંતરના બદલામાં પૈસા આપે છે. જો તમે આ સ્થાન પર ઘર ખરીદો છો, તો અહીંની સરકાર તમને 10,000 ડોલર સુધીનું વળતર આપે છે. જેની ભારતીય કિંમત 7,00,000 રૂપિયા છે. ઉપરાંત, આ દેશમાં સ્થાયી થવા પર, તમારા બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. જો તમે ક્યાંક બહાર જવાની યોજના બનાવી રહ્યા છો, તો આ તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે.
આ પણ વાંચો: બુસ્ટર ડોઝ નક્કી ? દુનિયાભરના દેશોમાં આપવામાં આવી રહ્યો છે કોરોના બુસ્ટર ડોઝ, જાણો ભારતની સ્થિતિ
આ પણ વાંચો: ખુશખબર! આ ખેડૂતોને મળશે 2 હજારને બદલે 4 હજાર રૂપિયા, આ રીતે લીસ્ટમાં ચેક કરો તમારૂ નામ