AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકામાં જન્મ થશે તો નાગરિકતા મળશે જ! ટ્રમ્પની નીતિ પર કોર્ટે લગાવી રોક

અમેરિકામાં જન્મેલા કેટલાક બાળકોને આપમેળે નાગરિકતા મળવા પર નિયંત્રણ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આદેશમાં ખાસ કરીને એવા કિસ્સાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેને ટ્રમ્પ પ્રશાસન ‘બર્થ ટૂરિઝમ’ સાથે જોડે છે.

અમેરિકામાં જન્મ થશે તો નાગરિકતા મળશે જ! ટ્રમ્પની નીતિ પર કોર્ટે લગાવી રોક
birth citizenship
| Updated on: Sep 05, 2026 | 2:10 PM
Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જન્મજાત નાગરિકતા એટલે કે Birthright Citizenshipના મુદ્દે ફરી કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. મેરીલેન્ડની ફેડરલ જજ ડેબોરાહ બોર્ડમેને ટ્રમ્પના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડરના અમલ પર પ્રાથમિક રોક લગાવી છે.

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા મળશે

ટ્રમ્પે 6 ઓગસ્ટે એક નવો આદેશ જાહેર કર્યો હતો, જેમાં અમેરિકામાં જન્મેલા કેટલાક બાળકોને આપમેળે નાગરિકતા મળવા પર નિયંત્રણ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આદેશમાં ખાસ કરીને એવા કિસ્સાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેને ટ્રમ્પ પ્રશાસન ‘બર્થ ટૂરિઝમ’ સાથે જોડે છે.

કોર્ટમાં આ આદેશને પડકારવામાં આવ્યો હતો. જજ બોર્ડમેને પોતાના નિર્ણયમાં જણાવ્યું કે નવા આદેશની કેટલીક જોગવાઈઓ બંધારણીય સુરક્ષા સાથે ટકરાય છે અને અગાઉના સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લેતા તેના અમલ પર રોક જરૂરી છે આથી અમેરિકામાં જન્મેલા બાળકને જન્મ જાત મળતી નાગરિકતા પર રોક નહીં લાગે.

સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયનો પણ ઉલ્લેખ

આ મામલો અગાઉ પણ અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. જૂનમાં સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના અગાઉના વ્યાપક પ્રયાસ અંગે મહત્વનો નિર્ણય આપ્યો હતો. નવા કેસમાં પણ જજે અગાઉના કોર્ટના નિર્ણય અને અમેરિકાના બંધારણના 14મા સુધારાનો આધાર લીધો છે.

ટ્રમ્પ પ્રશાસ નિયમોમાં ફેરફાર કરવા પ્રયાસ કરી રહ્યું

અમેરિકામાં સામાન્ય રીતે દેશમાં જન્મેલા બાળકને જન્મના આધારે નાગરિકતા મળવાની વ્યવસ્થા છે, જોકે તેના કેટલાક મર્યાદિત અપવાદો છે. ટ્રમ્પ પ્રશાસન આ નિયમમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે આ મુદ્દો ફરી કાનૂની લડાઈનું કેન્દ્ર બન્યો છે.

અમેરિકાની આ નીતિને લઈને ઇમિગ્રન્ટ પરિવારો અને વિવિધ સંગઠનોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. કોર્ટના આ નિર્ણય બાદ ટ્રમ્પ પ્રશાસન માટે આ નીતિને લાગુ કરવી વધુ મુશ્કેલ બની શકે છે. જોકે, આ મામલે અંતિમ કાનૂની નિર્ણય હજુ બાકી હોવાથી આગળની સુનાવણી પર સૌની નજર રહેશે.

New World Map: દુનિયાનો નકશો હવે બદલાશે? 1569ના નકશાને ટક્કર આપશે UNનો આ નવો World Map, Africaનું કદ હવે દેખાશે વધુ વાસ્તવિક!, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
g clip-path="url(#clip0_868_265)">