AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New World Map: દુનિયાનો નકશો હવે બદલાશે? 1569ના નકશાને ટક્કર આપશે UNનો આ નવો World Map, Africaનું કદ હવે દેખાશે વધુ વાસ્તવિક!

યુનિટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ આફ્રિકા અને અન્ય ખંડોનું વાસ્તવિક કદ વધુ ચોકસાઈથી દર્શાવતા નકશાના ઉપયોગને સમર્થન આપ્યું છે. નવા Equal Earth projectionથી જૂના Mercator Mapની ભૌગોલિક વિકૃતિઓ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

New World Map: દુનિયાનો નકશો હવે બદલાશે? 1569ના નકશાને ટક્કર આપશે UNનો આ નવો World Map, Africaનું કદ હવે દેખાશે વધુ વાસ્તવિક!
UN Approves New World MapImage Credit source: AI Generated
| Updated on: Sep 05, 2026 | 9:58 AM
Share

દુનિયાનો નકશો આપણે શાળા, પુસ્તકો, ટીવી અને ઈન્ટરનેટ પર વર્ષોથી એકસરખો જોતાં આવ્યા છીએ. પરંતુ આ નકશામાં દુનિયાના કેટલાક દેશો અને ખંડોનું કદ વાસ્તવિકતા કરતાં મોટું કે નાનું દેખાય છે. હવે આ મુદ્દે યુનિટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ મોટો નિર્ણય લીધો છે.

4 સપ્ટેમ્બર 2026ના રોજ યુનિટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ એવા નકશાને પ્રોત્સાહન આપવાની દરખાસ્તને સમર્થન આપ્યું છે, જેમાં દુનિયાના ખંડોનું કદ વધુ સાચા પ્રમાણમાં બતાવવામાં આવે છે. ખાસ કરીને આ નકશામાં આફ્રિકાનું કદ વધુ વાસ્તવિક દેખાય છે.

164 દેશનો સમર્થન

આ દરખાસ્તને 164 દેશોએ સમર્થન આપ્યું હતું. જ્યારે અમેરિકાએ તેની વિરુદ્ધ મત આપ્યો હતો. બીજી તરફ Serbia, Estonia, Georgia, Lithuania, Moldova અને Ukraine એમ છ દેશોએ મતદાનમાં ભાગ લીધો નહોતો એટલે તેમણે abstain એટલે કે આ નિર્ણયથી દૂર રહવાનું નક્કી કર્યું હતું.

આ દરખાસ્ત ટોગો દ્વારા રજૂ કરવામાં આવી હતી અને તેને આફ્રિકન યુનિયનના સભ્ય દેશોનું સમર્થન મળ્યું હતું.

Mercator Mapમાં શું સમસ્યા છે?

અત્યારે દુનિયામાં સૌથી વધુ જાણીતો નકશો મર્કેટર મેપ છે. આ નકશો 16મી સદીમાં ફ્લેમિશ કાર્ટોગ્રાફેર ગેરાર્ડસ મર્કેટરએ બનાવ્યો હતો. આ નકશો ખાસ કરીને સમુદ્રમાં જહાજોને રસ્તો શોધવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

  • પૃથ્વી ગોળ છે અને નકશો સપાટ કાગળ પર બનાવવામાં આવે છે. તેથી પૃથ્વીને નકશા પર બતાવતી વખતે કેટલાક વિસ્તારોના કદમાં ફેરફાર થાય છે.
  • મર્કેટર મેપમાં ખાસ કરીને પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની નજીકના વિસ્તારો મોટા દેખાય છે.
  • બીજી તરફ આફ્રિકા અને સાઉથ અમેરિકા જેવા ખંડો તેમના વાસ્તવિક કદ કરતાં નાના દેખાય છે.
  • ઉદાહરણ તરીકે, મર્કેટર મેપમાં ગ્રીનલેન્ડ અને આફ્રિકા લગભગ એકસરખા કદના દેખાઈ શકે છે. પરંતુ હકીકતમાં આફ્રિકાનું ક્ષેત્રફળ ગ્રીનલેન્ડ કરતાં લગભગ 14 ગણું વધારે છે.
  • એટલે મર્કેટર મેપ સંપૂર્ણપણે ખોટો છે એવું કહી શકાય નહીં.
  • તે ખાસ કરીને નેવીગેશન એટલે કે દરિયાઈ માર્ગ શોધવા માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ દુનિયાના ખંડોનું સાચું કદ સમજવા માટે તે યોગ્ય નથી.UN Approves New World Map Showing Africa’s True Size Equal Earth vs Mercator Projection Explained

Equal Earth Map શું છે?

હવે ઇક્વલ અર્થ મેપ પ્રોજેકશન ચર્ચામાં આવ્યું છે. આ પ્રોજેકશન વર્ષ 2018માં કાર્ટોગ્રાફર્સ Bojan Šavrič, Bernhard Jenny અને Tom Pattersonએ તૈયાર કર્યું હતું.

  • આ નકશાનો મુખ્ય હેતુ દુનિયાના ખંડોનું કદ શક્ય તેટલું વાસ્તવિક પ્રમાણમાં બતાવવાનો છે.
  • એક્યુઅલ અર્થ પ્રોજેકશનમાં આફ્રિકા, સાઉથ અમેરિકા, સાઉથ એશિયા અને Oceania જેવા વિસ્તારોનું કદ મર્કેટર મેપ કરતાં વધુ સાચું દેખાય છે.
  • આ નકશો માત્ર આફ્રિકાને મોટું બતાવવા માટે બનાવવામાં આવ્યો નથી.
  • તેનો હેતુ સમગ્ર દુનિયાના ખંડો અને જમીનના વિસ્તારોને વધુ યોગ્ય પ્રમાણમાં બતાવવાનો છે.

UN Approves New World Map Showing Africa’s True Size Equal Earth vs Mercator Projection Explained

UNના નિર્ણયનો ખરેખર અર્થ શું છે?

UNનો આ નિર્ણય એવો નથી કે હવે મર્કેટર મેપ પર પ્રતિબંધ લાગી ગયો છે. તેમજ દુનિયાના તમામ નકશામાં મર્કેટર મેપને હટાવીને ઇક્વલ અર્થ મેપ ફરજિયાત કરવામાં આવ્યો નથી.

  • આ દરખાસ્ત કાયદો નથી, પરંતુ દુનિયાભરની સરકારો, શાળાઓ, કોલેજો, પ્રકાશકો અને અન્ય સંસ્થાઓને વધુ સાચા ઇક્વલ એરિયા મેપ્સનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
  • આ નિર્ણયની અસર શિક્ષણ ક્ષેત્રમાં જોવા મળી શકે છે.
  • શાળાઓમાં વિદ્યાર્થીઓને જો ખંડોનું વાસ્તવિક કદ દર્શાવતા નકશા બતાવવામાં આવે, તો તેમને દુનિયાના અલગ-અલગ ખંડોના કદ વિશે વધુ સાચી સમજ મળી શકે છે.
  • ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ભવિષ્યમાં આવા નકશાનો ઉપયોગ વધી શકે છે.
  • જોકે UNના આ નિર્ણયથી કોઈ ચોક્કસ વેબસાઇટ કે એપને તરત જ પોતાનો નકશો બદલવો ફરજિયાત નથી.

UN Approves New World Map Showing Africa’s True Size Equal Earth vs Mercator Projection Explained

Africa માટે આ નિર્ણય કેમ મહત્વનો છે?

આફ્રિકાના દેશો અને કેટલીક સંસ્થાઓ લાંબા સમયથી કહેતા આવ્યા છે કે જૂના વિશ્વ નકશામાં આફ્રિકાનું કદ યોગ્ય રીતે દેખાતું નથી. ‘Correct the Map’ નામના અભિયાન દ્વારા પણ આ મુદ્દો દુનિયા સામે મૂકવામાં આવ્યો હતો.

આ અભિયાન સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે નકશામાં કોઈ ખંડને તેના વાસ્તવિક કદ કરતાં નાનું બતાવવામાં આવે તો લોકોના મનમાં પણ તે ખંડના કદ અને મહત્વ વિશે ખોટી સમજ ઊભી થઈ શકે છે.

UN Approves New World Map Showing Africa’s True Size Equal Earth vs Mercator Projection Explained

આ કારણે ઇક્વલ અર્થ જેવા નકશાને વધુ યોગ્ય અને સંતુલિત ભૌગોલિક રજૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે. આ દરખાસ્ત ટોગોની આગેવાનીમાં UN સુધી પહોંચી હતી અને તેને આફ્રિકન યુનિયન સહિત અનેક દેશોનું સમર્થન મળ્યું હતું. મતદાનમાં 164 દેશોએ દરખાસ્તની તરફેણ કરી હતી.

અમેરિકાએ વિરોધ કેમ કર્યો?

UNમાં દરખાસ્તને મોટી બહુમતી મળવા છતાં અમેરિકાએ તેની વિરુદ્ધ મત આપ્યો હતો. અમેરિકાના પ્રતિનિધિએ આ નકશા અંગેની ચર્ચાને દુનિયાની બીજી મોટી અને તાત્કાલિક સમસ્યાઓની સરખામણીમાં ઓછી મહત્વની ગણાવી હતી. તેમણે આ પહેલ અંગે વાંધો પણ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ દરખાસ્તના સમર્થકોનું કહેવું છે કે દુનિયાને નકશા પર કેવી રીતે રજૂ કરવામાં આવે છે તે પણ મહત્વનું છે. તેમના મતે નકશો માત્ર ભૂગોળ સમજવાનું સાધન નથી, પરંતુ તે લોકોની દુનિયા અંગેની સમજ પર પણ અસર કરે છે. UN Approves New World Map Showing Africa’s True Size Equal Earth vs Mercator Projection Explained

શું હવે બધા નકશા બદલાઈ જશે?

હાલમાં એવું કહેવું યોગ્ય નથી કે દુનિયાના તમામ નકશા તરત જ બદલાઈ જશે. UNની દરખાસ્તનો મુખ્ય હેતુ વધુ સાચા એરિયા ઇક્વલ પ્રોજેકશન્સના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. તેથી ભવિષ્યમાં શાળા-કોલેજના પુસ્તકો, સંસ્થાઓ અને કેટલાક ડિજિટલ પ્લેટફોર્મ પર ઇક્વલ અર્થ જેવા નકશાનો ઉપયોગ વધી શકે છે.

પરંતુ તેનો અર્થ એ નથી કે મર્કેટર મેપ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. દરિયાઈ નેવીગેશન જેવા ચોક્કસ કામ માટે મર્કેટર પ્રોજેકશન હજુ પણ ઉપયોગી છે. સરળ ભાષામાં કહીએ તો, UNનો સંદેશ એ છે કે દરેક કામ માટે એક જ નકશો યોગ્ય નથી. જો ખંડોનું સાચું કદ બતાવવું હોય તો એવા નકશાનો ઉપયોગ કરવો જોઈએ, જે જમીનના વિસ્તારોને વધુ વાસ્તવિક પ્રમાણમાં રજૂ કરે.

આ પણ વાંચો: Rum-Sugar Connection: શું દરેક રમમાં ખાંડ ઉમેરાય છે? બ્રાન્ડ્સ આ વાત કેમ છુપાવે છે? જાણો આખું સત્ય

Follow Us
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
g clip-path="url(#clip0_868_265)">