AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના વસ્ત્રાલમાં પાલતુ શ્વાને પાડોશી મહિલાને ભર્યું બચકું, માલિક સામે નોંધાઈ ફરિયાદ

Breaking News : અમદાવાદના વસ્ત્રાલમાં પાલતુ શ્વાને પાડોશી મહિલાને ભર્યું બચકું, માલિક સામે નોંધાઈ ફરિયાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2026 | 2:08 PM
Share

હરભોળાપાર્કમાં રહેતી મહિલા પોતાના ઘર નજીક હતી ત્યારે જર્મન શેફર્ડ ડોગે અચાનક તેના પર હુમલો કર્યો હતો. શ્વાને મહિલાને બચકું ભરતાં તેને ઈજા પહોંચી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા હરભોળાપાર્કમાં પાલતુ જર્મન શેફર્ડ ડોગે પાડોશી મહિલાને બચકું ભરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં કૂતરાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જર્મન શેફર્ડ ડોગે પાડોશી મહિલાને ભર્યુ બચકું

મળતી માહિતી મુજબ, હરભોળાપાર્કમાં રહેતી મહિલા પોતાના ઘર નજીક હતી ત્યારે જર્મન શેફર્ડ ડોગે અચાનક તેના પર હુમલો કર્યો હતો. શ્વાને મહિલાને બચકું ભરતાં તેને ઈજા પહોંચી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.

અગાઉ પણ મહિલાને બચકાં ભર્યા હતા

મહત્વની વાત એ છે કે આ જ શ્વાને અગાઉ પણ મહિલાને બચકાં ભર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અગાઉની ઘટના બાદ પણ યોગ્ય તકેદારી રાખવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વારંવાર આવી ઘટના બનતા મહિલાએ આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો.

કૂતરાના માલિક સામે કાર્યવાહી

મહિલાની ફરિયાદના આધારે રામોલ પોલીસે કૂતરાના માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પાલતુ શ્વાન રાખતા માલિકોએ જાહેર સ્થળે અને પાડોશીઓની અવરજવર દરમિયાન જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

શિક્ષક દિવસ 2026 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોનું કર્યું સન્માન, રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પર મૂક્યો ભાર, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">