Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine war: રશિયન ટેન્કે કારને કચડી, ભયાનક વીડિયો થયો વાયરલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટેન્ક રસ્તા પર આગળ વધી રહી છે, જે અચાનક પોતાનો માર્ગ બદલીને એક કારને કચડી નાખે છે. ટેન્ક કારની ઉપર સંપૂર્ણે પણે ચઢી જાય છે.

Russia-Ukraine war: રશિયન ટેન્કે કારને કચડી, ભયાનક વીડિયો થયો વાયરલ
Horrific video of a Russian tank crushing passenger car goes viral amid Russia Ukraine war
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 12:57 PM

રશિયા અને યુક્રેન (Russia-Ukraine Crisis) વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન સેનાએ યુક્રેનના ઘણા વિસ્તારોમાં હુમલો કરીને સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનની રાજધાની કિવની ગલીઓમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે. વહીવટીતંત્રે લોકોને ચેતવણી આપી છે કે તેઓ ઘરની અંદર જ રહે, બારીઓમાંથી ડોકિયું કરવાની કે બાલ્કનીમાંથી બહાર જોવાની ભૂલ ન કરો.

આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પહેલા જ ચેતવણી આપી હતી કે રશિયા રાજધાની કિવ પર હુમલો કરી શકે છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે પણ દાવો કર્યો છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ યુદ્ધ સાથે જોડાયેલો એક ખૂબ જ ભયાનક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસી જશો.

Plant In Pot : બ્રોકલી ઘરે ઉગાડવાની આ સરળ ટીપ્સ જાણો
આજનું રાશિફળ તારીખ 28-03-2025
Television Actresses : આ સુંદરીઓનો 90ના દાયકામાં ફિલ્મ જગતમાં હતો જલવો
Daily Salt Intake : મોટી બીમારીથી બચવું હોય તો જાણો, દરરોજ કેટલું મીઠું ખાવું જોઈએ?
Get Rid of Alcohol smell : મોઢામાંથી આવતી દારૂની ગંધ આ ફળ કરશે દૂર, જાણો નામ
1000GB ડેટા, કૉલિંગ અને 11 OTT, Jioના આ સસ્તા પ્લાને મચાવી ધમાલ !

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટેન્ક રસ્તા પર આગળ વધી રહી છે, જે અચાનક પોતાનો માર્ગ બદલી રહી છે અને કારને ટક્કર મારી રહી છે. આ ટેન્ક કારની ઉપર જ ચઢી જાય છે, જેના કારણે કાર ખરાબ રીતે દબાઈ ગઈ હતી. હવે આ કારમાં કેટલા લોકો બેઠા હતા તેની માહિતી મળી નથી, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે કારમાં બેઠેલા તમામ લોકોએ જીવ ગુમાવ્યો હશે. જણાવવામાં આવી રહ્યું છે કે કારને કચડી નાખનારી ટેન્ક રશિયાની હતી, જે યુક્રેનની સડકો પર ફરતી હતી.

આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @JasonHanifin આઈડી નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે આ એક આઘાતજનક દૃશ્ય છે, જેમાં એક ટેન્ક અચાનક પોતાનો માર્ગ બદલીને કારની ઉપર ચઢી જાય છે. માત્ર 25 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 7 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

કેટલાક યુઝર્સે આ ઘટનાને રશિયન સેનાનું અમાનવીય કૃત્ય ગણાવ્યું છે. વીડિયો શેર કરનાર વ્યક્તિએ કમેન્ટમાં કહ્યું છે કે આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા ડ્રાઈવરનો ચમત્કારિક રીતે જીવ બચી ગયો છે.

આ પણ વાંચો –

Russia Ukraine War: સેટેલાઈટ તસ્વીરોમાં ખુલાસો, યુક્રેન બોર્ડરથી થોડા માઈલ દુર હાજર છે રશિયાના 150 હેલિકોપ્ટર અને સૈનિક

આ પણ વાંચો –

યુક્રેનના વિદેશ મંત્રીએ એસ જયશંકરને ફોન કર્યો, હુમલો રોકવા મદદ માંગી, ભારતે સ્પષ્ટપણે પોતાનું સ્ટેન્ડ જણાવ્યું

g clip-path="url(#clip0_868_265)">