દુબઈમાં આજે ખુલશે મંદિર, એક સાથે હજારો લોકો કરી શકશે દર્શન

|

Oct 04, 2022 | 5:01 PM

Hindu Temple In UAE: દુબઈમાં રહેનારા ભારતીયો ઘણા લાંબા સમયથી એ ઈચ્છા હતી કે પૂજા-અર્ચના માટે એક મંદિર બનાવવામાં આવે. આ મંદિર તૈયાર થયા બાદ ઘણા ભારતીયોનું સપનું સાકાર થયું છે. જે વર્ષોથી હિન્દુ આસ્થા સ્થળની રાહ જોઈ રહ્યા હતા.

દુબઈમાં આજે ખુલશે મંદિર, એક સાથે હજારો લોકો કરી શકશે દર્શન
Hindu temple open in Dubai
Image Credit source: Twitter

Follow us on

દુબઈમાં (Dubai) બનાવવામાં આવેલા હિન્દુ મંદિરનું (Hindu Temple) આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેબેલ અલીમાં બનેલા હિન્દુઓના આ પવિત્ર સ્થળને દશેરાના તહેવારના એક દિવસ પહેલા ખોલવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં આવતીકાલથી એટલે કે બુધવારથી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. મંદિર દશેરા પર શ્રદ્ઘાળુઓ માટે ઔપચારિક રીતે ખોલી દેવામાં આવશે. આ મંદિર 3 વર્ષના લાંબા સમય બાદ બનીને તૈયાર થયું છે. ખલીજ ટાઈમ્સના રિપોર્ટ મુજબ દુબઈમાં બનેલા આ મંદિર સિંધી ગુરૂ દરબાર મંદિરનો વિસ્તાર છે, જે સંયૂક્ત અરબ અમીરાતનું સૌથી જુના હિન્દુ મંદિરમાંથી એક છે. આ મંદિરનો પાયો વર્ષ ફેબ્રુઆરી 2020માં નાખવામાં આવ્યો હતો. આ પૂજા સ્થળના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ આ મંદિરના કપાટ તમામ લોકો માટે ખોલી દેવામાં આવશે.

દુબઈમાં રહેનારા ભારતીયો ઘણા લાંબા સમયથી એ ઈચ્છા હતી કે પૂજા-અર્ચના માટે એક મંદિર બનાવવામાં આવે. આ મંદિર તૈયાર થયા બાદ ઘણા ભારતીયોનું સપનું સાકાર થયું છે. જે વર્ષોથી હિન્દુ આસ્થા સ્થળની રાહ જોઈ રહ્યા હતા. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર મંદિર અધિકૃત રીતે દશેરા એટલે કે 5 ઓક્ટોબરથી જનતા માટે ખુલી જશે. આ મંદિરમાં તમામ ધર્મોના લોકો આવી શકશે. મંદિરનું બિનસત્તાવાર ઉદ્ઘાટન 1 સપ્ટેમ્બરના રોજ થઈ ચૂક્યું છે. તેના ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સફેદ આરસપહાણથી બનેલા આ મંદિરની ઝલક જોઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

UAEમાં ભારતીય રાજદુત હશે ‘ગેસ્ટ ઓફ ઓનર’

મંદિર તંત્રએ તેની સોફ્ટ ઓપનિંગ પર પોતાની વેબસાઈટના માધ્યમથી ક્યુઆર કોડ બેસ્ડ એપોઈમેન્ટ બુકિંગ સિસ્ટમને એક્ટિવ કરી હતી. આ દરમિયાન મંદિરની એક ઝલક જોવા માટે લોકો આવી રહ્યા હતા અને વિકેન્ડ પર ભીડ વધી ગઈ હતી. મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે મંદિરના ઔપચારિક ઉદ્ઘાટન સમારોહમાં દેશના સહિષ્ણુતા અને સહ-અસ્તિત્વ મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન ચીફ ગેસ્ટ હોંગે. જ્યારે UAEમાં ભારતીય રાજદૂત સંજય સુધીર ‘ગેસ્ટ ઓફ ઓનર’ હશે.

1000 લોકો એક સાથે કરી શકશે દર્શન

આ મંદિર જેબેલ અલીના પૂજા ગામમાં સ્થિત છે. આ મંદિરની પાસે ગુરૂ નાનક દરબાર ગુરૂદ્વારા અને ઘણા ચર્ચ છે. આ મંદિરમાં 16 દેવી-દેવતાઓ અને એક ગુરૂ ગ્રંથ સાહિબને રાખવામાં આવ્યા છે, જે શીખોનું પવિત્ર પુસ્તક છે. મંદિરની વેબસાઈટ મુજબ મંદિર આવનારા લોકોને તેમનો સ્લોટ બુક કરવો પડશે. તેમનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આપીને અડધો કલાકનો સ્લોટ બુક કરી શકે છે. તે સિવાય પોતાની સાથે આવનારા લોકોની સંખ્યા પણ આપવી પડશે. એક સાથે 4 લોકોને આવવાની પરવાનગી આપવામાં આવશે. આ મંદિરમાં 1000થી વધારે લોકો એકસાથે દર્શન કરી શકે છે.

Next Article