AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આપણાં આ પાડોશી દેશમાં આર્થિક સંકટના ભણકારા, તેલ ખરીદવા પણ પૈસા નથી! ભારત પાસે 50 કરોડ ડોલરની માંગી લોન

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં આર્થિક કટોકટી જાહેર કરી હતી. વધતી મોંઘવારીના કારણે તેણે આ પગલું ભર્યું હતું. દેશના ચલણમાં મોટો ઘટાડો થયો છે જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

આપણાં આ પાડોશી દેશમાં આર્થિક સંકટના ભણકારા, તેલ ખરીદવા પણ પૈસા નથી! ભારત પાસે 50 કરોડ ડોલરની માંગી લોન
economic crisis in Sri lanka
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 9:38 AM
Share

શ્રીલંકાની સરકારે જણાવ્યું છે કે તે વિદેશી મુદ્રાની કટોકટી વચ્ચે તેલ ખરીદી માટે ચૂકવણી કરવા માટે ભારત પાસેથી 50 કરોડ ડોલરની લોન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે સ્થાનિક ઉર્જા મંત્રી ઉદય ગમનપિલાએ જણાવ્યું હતું કે, “લોન પ્રસ્તાવ મંજૂરી માટે નાણા વિભાગને મોકલવામાં આવ્યો છે ત્યારબાદ તેને કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.”

ઉદય ગમનપિલાએ કહ્યું કે કેબિનેટે ઈંધણ ખરીદવા માટે ઓમાન પાસેથી 3.6 અબજ ડોલરની લોન મંજૂર કરી દીધી છે. ગમનપિલાએ અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશી મુદ્રા સંકટ અને વૈશ્વિક ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ વચ્ચે દેશમાં ઈંધણની વર્તમાન ઉપલબ્ધતા આવતા વર્ષના જાન્યુઆરી સુધીની ખાતરી આપી શકાય છે. દેશની પેટ્રોલિયમ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC) દ્વારા ઈંધણના ભાવમાં વધારાની આશંકાને ધ્યાનમાં રાખીને ગુરુવારથી દેશના ઘણા ભાગોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો છે.

તેલની આયાતના બિલમાં નોંધપાત્ર વધારો થયો છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત આસમાને પહોંચી રહી છે. અત્યારે તે 85 ડોલરની નજીક છે. આ કારણે શ્રીલંકાને તેલની આયાત કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના પ્રથમ સાત મહિનામાં દેશની ઓઈલ પેમેન્ટ 41.5 ટકા વધીને 2 અબજ ડોલર થઈ ગઈ છે. નાણાપ્રધાન તુલસી રાજપક્ષેએ ગયા મહિને કહ્યું હતું કે મહામારીને કારણે પર્યટન અને પ્રેષણને અસર પહોંચતા દેશની કમાણી ઘટી છે. શ્રીલંકા ગંભીર વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરી રહ્યું છે.

આર્થિક કટોકટીની ઘોષણા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં આર્થિક કટોકટી જાહેર કરી હતી. વધતી મોંઘવારીના કારણે તેણે આ પગલું ભર્યું હતું. દેશના ચલણમાં મોટો ઘટાડો થયો છે જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

અર્થતંત્ર પ્રવાસન અને ચાની નિકાસ પર આધારિત છે શ્રીલંકાનું અર્થતંત્ર પર્યટન અને ચાની નિકાસ પર ઘણું નિર્ભર છે. રોગચાળાને કારણે દેશની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. રાજપક્ષેએ કહ્યું કે બાહ્ય સંકટ સિવાય ઘરેલું મોરચે પણ સંકટ છે. દેશની આવક ઘટી રહી છે જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે.

આ પણ વાંચો :  શું તમે પ્રોપર્ટીના રોકાણ કરવા વિચારી રહ્યા છો? ખરીદી પહેલા આ બાબતો ધ્યાનમાં રાખો ચોક્કસ લાભમાં રહેશો

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો, સતત પાંચમા દિવસે ઇંધણ મોંઘુ થયું, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">