Gupta Brothers Arrest : સત્તાની આડમાં દક્ષિણ આફ્રિકામાં લૂંટ ચલાવનાર ગુપ્તા બંધુની UAE માં ધરપકડ

ધરપકડ બાદ દક્ષિણ આફ્રિકાના (South Africa) અધિકારીઓનું કહેવું છે કે આ લોકોના પ્રત્યાર્પણને લઈને UAE સાથે વાતચીત ચાલી રહી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાના મિત્રો ગુપ્તા બંધુઓ પર દક્ષિણ આફ્રિકામાં આર્થિક લાભ લેવાનો આરોપ છે.

Gupta Brothers Arrest : સત્તાની આડમાં દક્ષિણ આફ્રિકામાં લૂંટ ચલાવનાર ગુપ્તા બંધુની UAE માં ધરપકડ
Rajesh Gupta arrested in UAEImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 10:27 AM

દક્ષિણ આફ્રિકાની સરકારે (South African Government) સોમવારે કહ્યું કે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં કાયદા અમલીકરણ અધિકારીઓએ ગુપ્તા ભાઈઓના (Gupta Brothers) રાજેશ ગુપ્તા અને અતુલ ગુપ્તાની ધરપકડ કરી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાના (Jacob Zuma) મિત્રો ગુપ્તા બંધુઓ પર આરોપ છે કે તેઓ ઝુમા સાથેના તેમના સંબંધોનો લાભ ઉઠાવવા અને દક્ષિણ આફ્રિકામાં વરિષ્ઠ નિમણૂંકોને પ્રભાવિત કરવા માટે ઉપયોગ કરે છે. જોકે, ગુપ્તા બંધુઓ તરફથી સતત ઇનકાર કરવામાં આવી રહ્યો છે.

ધરપકડ બાદ દક્ષિણ આફ્રિકાના અધિકારીઓનું કહેવું છે કે આ લોકોના પ્રત્યાર્પણને લઈને UAE સાથે વાતચીત ચાલી રહી છે. ભ્રષ્ટાચારના કેસમાં ગુપ્તા બંધુઓની કથિત સંડોવણી અંગે ન્યાયિક પંચે તપાસ શરૂ કર્યા બાદ 2018માં બંને ભાઈઓ દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયા હતા.

તેમના પર મોટા કોન્ટ્રાક્ટ જીતવા (lucrative state contracts) અને શક્તિશાળી સરકારી નિમણૂકોને પ્રભાવિત કરવા માટે નાણાકીય લાંચ આપવાનો આરોપ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ગુપ્તા પરિવાર પર ભ્રષ્ટાચારના આરોપો

ભારતીય મૂળના ભાઈઓ સામે લાદવામાં આવેલા ઘણા ગંભીર ભ્રષ્ટાચારના આરોપો જેકબ ઝુમા સાથેના તેમના સંબંધો પર આધારિત છે, જેઓ 2009થી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ હતા. ત્યાં સુધી કે તેઓને ભ્રષ્ટાચારના પ્રચંડ આરોપો વચ્ચે નવ વર્ષ પછી થોડા સમય માટે પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા.

ગુપ્તા પરિવાર પર પૂર્વ રાષ્ટ્રપતિ ઝુમા સાથેના તેમના ગાઢ સંબંધોનો ઉપયોગ દક્ષિણ આફ્રિકાની સરકારના તમામ સ્તરે પ્રચંડ રાજકીય શક્તિ મેળવવા માટે કરવાનો આરોપ છે. તેમના પર બિઝનેસ કોન્ટ્રાક્ટ જીતવા, હાઈ-પ્રોફાઈલ સરકારી નિમણૂકોને પ્રભાવિત કરવાનો અને રાજ્યના ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા અને ગુપ્તા પરિવાર આવા કોઈપણ ગેરરીતિનો ઈન્કાર કરે છે.

મામલો પ્રકાશમાં આવ્યા બાદ બંને ભાઈઓ દેશ છોડીને ભાગી ગયા પછી, દક્ષિણ આફ્રિકાએ 2021 માં UAE સાથે પ્રત્યાર્પણ સંધિ પર વાટાઘાટો કરી. રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાની સરકારે કહ્યું છે કે તે આ સોદામાંથી ગુપ્તા બંધુઓ પર આરોપોનો સામનો કરવા માટે પરત ફરવાની અપેક્ષા રાખે છે, પરંતુ ધરપકડ પછી તરત જ તે સ્પષ્ટ થયું ન હતું કે શું ભાઈઓ દક્ષિણ આફ્રિકા પાછા ફરશે.

ગુપ્તા અને ઝુમા વચ્ચે ગાઢ સંબંધ

એક સમયે, ગુપ્તા પરિવારનો જબાક ઝુમા સાથે એટલો ગાઢ સંબંધ હતો કે તે બંને માટે સંયુક્ત શબ્દ પણ બનાવવામાં આવ્યો હતો, જેને ઝુપ્તા કહેવામાં આવતું હતું. ઝુમાની પત્નીઓમાંની એક, તેમજ એક પુત્ર અને પુત્રી, ગુપ્તા-નિયંત્રિત કંપનીઓમાં મુખ્ય ભૂમિકામાં કામ કરતા હતા.

ગુપ્તા પોર્ટફોલિયોમાંની કેટલીક કંપનીઓને સરકારી વિભાગો અને રાજ્યની માલિકીની કોર્પોરેશનો સાથેના વિવિધ મોટા કરારોથી ફાયદો થયો હતો. સરકારી અધિકારીઓ પણ કહે છે કે તેઓને ભાઈઓના વ્યવસાયિક હિતોને આગળ વધારતા સીધા નિર્ણયો લેવા પરિવાર દ્વારા સૂચના આપવામાં આવી હતી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">