ભારતીયો માટે ખુશખબર, જર્મનીએ પ્રવાસ પ્રતિબંધ દૂર કરી ખોલ્યા દ્વાર

|

Jul 06, 2021 | 6:08 PM

જર્મનીમાં બુધવારથી ભારત સહિત પાંચ દેશોના પ્રવાસીઓ ફરીથી મુસાફરી કરી શકશે. જર્મની સરકારે આની સત્તાવાર જાહેરાત કરી છે

ભારતીયો માટે ખુશખબર, જર્મનીએ પ્રવાસ પ્રતિબંધ દૂર કરી ખોલ્યા દ્વાર
ભારતીયો માટે ખુશખબર, જર્મનીએ પ્રવાસ પ્રતિબંધ દૂર કરી ખોલ્યા દ્વાર

Follow us on

વિશ્વમાં  સતત ફેલાઇ રહેલા કોરોનાના  ડેલ્ટા વાયરસના પ્રકોપ વચ્ચે જર્મની(Germany) એ ભારતીયો માટે પ્રવાસના દ્વાર ખોલ્યા છે. જર્મનીએ કહ્યું હતું કે ભારત(India),બ્રિટન અને અન્ય ત્રણ દેશોના નાગરિકો પર લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધને દૂર કરવામાં આવ્યા છે. જર્મની બુધવારથી ભારત સહિત પાંચ દેશો પર મૂકેલા પ્રવાસ પ્રતિબંધને દૂર કરી રહ્યું છે.

જર્મનીની યાત્રા સરળ બનાવવામાં આવશે

જર્મન ફેડરલ સરકારની એજન્સી રોબર્ટ કોચ ઇન્સ્ટિટ્યુટ જે રોગ નિયંત્રણ અને નિવારણની કામગીરી કરે છે તેણે કહ્યું કે ભારત(India),નેપાળ, રશિયા, પોર્ટુગલ અને યુકેને વિવિધ પ્રકારના ચિંતા કરનારા દેશોની વર્તમાન કેટેગરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ રીતે જે મુસાફરો જર્મનીના રહેવાસી અથવા નાગરિક નથી તેમના માટે જર્મનીની યાત્રા સરળ બનાવવામાં આવશે. અત્યાર સુધી ફક્ત જર્મનીના નાગરિકોને ‘વેરિએન્ટ્સ ઓફ કન્સર્ન’ વાળા દેશોમાંથી દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. આ દરમ્યાન રસીકરણ પછી પણ તેમણે બે અઠવાડિયાના આઈસોલેશન નિયમોનું પાલન કરવું પડ્યું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દસ દિવસ માટે આઈસોલેશનના રહેવું પડશે

નવા નિયમો હેઠળ હવે ‘વેરિએન્ટ્સ ઓફ કન્સર્ન’ વાળા દેશોના મુસાફરોને જર્મનીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જર્મનીમાં પ્રવેશ પર મુસાફરોએ કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે અને 10 દિવસ માટે આઈસોલેશનના રહેવું પડશે. જો કે આઇસોલેશન પિરિયડ પાંચ દિવસ સુધી ઘટાડવાની પણ વિચારણા છે.

જર્મનીના આ નવા નિયમો બુધવારથી લાગુ થશે. જો રસીના બે ડોઝ લીધા હશે તો કોરોનટાઈન પિરિયડમાંથી મુક્તિ પણ આપી શકાય છે. જર્મનીના આરોગ્ય પ્રધાન જેન્સ સ્પાહે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સરકાર આગામી કેટલાક દિવસોમાં ડેલ્ટા વેરિએન્ટથી પ્રભાવિત દેશોના મુસાફરોને પ્રવાસની મંજૂરી આપવા અંગે વિચારી રહી છે.

દુબઇએ પ્રવાસ પ્રતિબંધ પણ હળવો કર્યો હતો

જર્મની દ્વારા એવા સમયે પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી છે જ્યારે જાણવા મળ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ પર આ રસી બિનઅસરકારક છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું, “અમને લાગે છે કે નજીકના ભવિષ્યમાં એવા લોકો કે જેમણે રસીના બંને ડોઝ લીધા છે તેમને કોરોનટાઈન થયા વિના મુસાફરી કરી શકશે. ગત મહિને દુબઇ  દ્વારા  યુએઈમાં  માન્ય રસીના બંને ડોઝ લેનારા ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ હળવો કર્યો હતો.

આ પણ વાંચો : Vaccine : ભારતમાં સરકારી રસી કેન્દ્રો પર મફતમાં મળશે સ્પુતનિક-V, ટૂંક સમયમાં જથ્થો ઉપલબ્ધ થશે

આ પણ વાંચો : Rathyatra 2021 : અમદાવાદમાં યોજાઈ શકે છે નિયમોને આધિન રથયાત્રા, આગામી બે દિવસમાં લેવાઈ શકે છે નિર્ણય

Published On - 5:55 pm, Tue, 6 July 21

Next Article