Good news : કોરોના સામેની જંગ જીતવી થશે સહેલી, વધુ 2 દવાને ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી
કોરોના મહામારી વચ્ચે હવે યુરોપિયન યુનિયન દ્વારા બે દવાઓને મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે EU ડ્રગ રેગ્યુલેટરે કહ્યું કે તેણે મોલોક્લોનલ એન્ટિબોડી સારવાર સમાપ્ત કરી દીધી છે જેમાં બંને દવાઓએ સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.
કોરોના (Corona) સામે એક માત્ર હથિયાર હોય તો તે છે વેક્સિન (Corona vaccine), પરંતુ હવે કોરોનાની દવા શોધવાની કામગીરી પણ ચાલુ છે. આ વચ્ચે યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) એ ગંભીર બીમારીના જોખમવાળા લોકો માટે કોરોના વાયરસ સામે બે નવી દવાઓને અધિકૃત કરવાની ભલામણ કરી છે.
ગુરુવારે એક નિવેદનમાં, યુરોપિયન યુનિયનના ડ્રગ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, તેણે મોનોક્લોનલ એન્ટિબોડી સારવારમાં કેસિરિવિમાબ (casirivimab) અને ઇમડેવિમાબનું (imdevimab) મિશ્રણ અને દવા રેગાડેનવિમાબ બંને ગંભીર રીતે કમજોર COVID-19 દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનું જોખમ ઘટાડવામાં સહાયક સાબિત થઇ છે.
EMA એ બંને દવાઓની સુરક્ષા પ્રોફાઇલને અનુકૂળ ગણાવી છે. એજન્સીએ કહ્યું કે આ દવાઓથી થતી આડઅસર ફાયદાની સરખામણીમાં ઘણી ઓછી છે. એજન્સીએ જણાવ્યું હતું કે બંને દવાઓ ઓક્સિજનની જરૂર નથી તેવા 12 વર્ષથી વધુ ઉંમરના કિશોરો, પુખ્ત વયના લોકો અને વૃદ્ધોને આપી શકાય છે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોવિડ-19ની સારવારમાં મોનોક્લોનલ એન્ટિબોડીઝ – કેસિરીવિમાબ અને ઇમડેવિમાબના ઉપયોગને મંજૂરી આપી હતી. આ એન્ટિબોડી અમેરિકાની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની Regeneran દ્વારા તૈયાર કરવામાં આવી છે. WHO એ તેની માર્ગદર્શિકામાં કહ્યું કે તેનો ઉપયોગ કોવિડના હળવા અને ગંભીર દર્દીઓની સારવારમાં થઈ શકે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ જ્યારે કોરોના સંક્રમિત થયો ત્યારે આ જ દવા આપવામાં આવી હતી.
મોનોક્લોનલ એન્ટિબોડી એ પ્રયોગશાળામાં બનાવેલ પ્રોટીન છે. તે શરીરના કોઈપણ ભાગને નુકસાન પહોંચાડ્યા વિના વાયરસનો નાશ કરી શકે છે. મોનોક્લોનલ એન્ટિબોડીઝ સામાન્ય રીતે લેબમાં માનવમાંથી એન્ટિબોડી, માઉસ કોષમાંથી એન્ટિબોડી અથવા બંનેના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે.
કેસિરીવિમાબ અને ઇમડેવિમાબની કોકટેલ છે. કોકટેલ થેરાપીથી કોરોના દર્દીઓ માટે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના આંકડા 70 ટકા સુધી ઘટાડવાનો દાવો કરવામાં આવ્યો છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ ટ્રમ્પે પોતે આ થેરાપી લીધી અને એક અઠવાડિયામાં જ કામ પર પાછા ફર્યા. જો કે, દવા મોંઘી છે. સિપ્લા આ દવાઓને બજારમાં રૂ. 59,000 પ્રતિ ડોઝના ભાવે વેચી રહી છે. આ થેરાપી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે.
કોકટેલ ટ્રીટમેન્ટ માત્ર કોરોના સંક્ર્મણના પ્રારંભિક તબક્કામાં અને ઉચ્ચ જોખમ ધરાવતા દર્દીઓ માટે ભલામણ કરવામાં આવે છે. આ એ જ ટ્રીટમેન્ટ છે જે ગયા વર્ષે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે જે દર્દીને કોકટેલ દવા આપવામાં આવી હતી તે ડાયાબિટીસનો દર્દી છે. તે ઉચ્ચ જોખમમાં આવે છે.
આ પણ વાંચો : એરપોર્ટ પર શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી ઉર્વશી રૌતેલા, જોઈને થંભી ગઈ બધાની નજર