AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાસ્તા પર 107% ટેરિફ? વૈશ્વિક બજારોમાં ચિંતાનો માહોલ, શું આ દેશ ટ્રમ્પના આક્રમક પગલાનો ભાર સહન કરી શકશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એન્ટી ડમ્પિંગ નિયમોની સમીક્ષા કરવામાં આવતા પાસ્તા મેકર પર 107 ટકા સુધીનો ભારે ટેરિફ લાગવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

પાસ્તા પર 107% ટેરિફ? વૈશ્વિક બજારોમાં ચિંતાનો માહોલ, શું આ દેશ ટ્રમ્પના આક્રમક પગલાનો ભાર સહન કરી શકશે?
| Updated on: Nov 15, 2025 | 7:46 PM
Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એન્ટિ-ડમ્પિંગ નિયમોની સમીક્ષાને કારણે ઇટાલિયન પાસ્તા મેકરને 107 ટકા સુધીના ભારે ટેરિફનો ભય છે. યુએસ કોમર્સ વિભાગે પહેલાથી જ લાદવામાં આવેલા 15 ટકા ટેરિફ ઉપરાંત વધારાની 92 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાદવાની ધમકી આપી છે.

ઇટાલિયન પાસ્તા ઉત્પાદકો સ્થાનિક ભાવ કરતાં ઓછા ભાવે અમેરિકન બજારમાં તેમના ઉત્પાદનો વેચીને અમેરિકન કંપનીઓને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેવા આરોપો વચ્ચે આ કાર્યવાહી થઈ શકે છે.

ઇટાલીના બે સૌથી મોટા એક્સપોર્ટર્સની તપાસ કરી

કોમર્સ વિભાગે વર્ષ 2024 માં તપાસ શરૂ કરી હતી, જ્યારે Missouri બેઝ્ડ પાસ્તા મેકર 8th Avenue Food and Provisions એ ફરિયાદ કરી હતી કે, ઇટાલીની કંપનીઓ બજારને પ્રભાવિત કરી રહી છે.

વિભાગે ઇટાલીના બે સૌથી મોટા એક્સપોર્ટર્સની તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે, જો તેઓ અમેરિકામાં પોતાના પ્રોડક્ટ્સને ખર્ચથી ઓછા ભાવમાં અથવા સ્થાનિક બજાર કરતા ઓછી કિંમતે વેચતા જોવા મળશે, તો તેને ‘ડમ્પિંગ’ માનવામાં આવશે.

ટેરિફને કારણે ઇટાલીના બજારમાં હલચલ

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ જણાવ્યું હતું કે, ઇટાલીની કંપનીઓને ત્રણ વખત ગાઈડલાઇન મોકલવા છતાં તેઓ યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ ગયા, જેના કારણે કાર્યવાહીનો માર્ગ મોકળો થયો.

આ સંભવિત ટેરિફને કારણે ઇટાલીના બજારમાં ભારે હલચલ મચી ગઈ છે, કારણ કે લગભગ 13 ઇટાલિયન પાસ્તા ઉત્પાદકો તેના પ્રભાવ હેઠળ આવશે. અમેરિકા, જર્મની પછી ‘ઇટાલિયન’ પાસ્તા માટે બીજા ક્રમનું સૌથી મોટું નિકાસ બજાર છે.

પાસ્તા નિકાસમાં અમેરિકાનો હિસ્સો 15 ટકા જેટલો

ઇટાલિયન ખેડૂત સંગઠન Coldiretti ના ડેટા અનુસાર, ઇટાલીના પાસ્તા નિકાસમાં અમેરિકાનો હિસ્સો આશરે 15 ટકા છે, જે $4.65 બિલિયન છે. નિષ્ણાતો કહે છે કે, જો ટેરિફ લાગુ કરવામાં આવે તો, ઇટાલિયન પાસ્તા યુએસ બજારમાં અત્યંત મોંઘા થઈ જશે, જેના વેચાણ પર ગંભીર અસર પડશે.

આ પણ વાંચો: ટ્રમ્પના પાકિસ્તાન પ્રેમનો ખૂલાસો, મુલ્લા મુનીરે ખોલ્યો ખજાનો, ખુશામતખોરી અને મોટી લાલચો આપી જીત્યુ ટ્રમ્પનું દિલ

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">